Site icon

Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૩૩

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

જે દિવસે ઘરમાં ખટપટ થાય તે દિવસે ઘર છોડવું નહીં. ઘર છોડે તો તે બહાર સુખી થઈ શકતો નથી. શિવજીએ જોયું કે હવે જાય છે તો પાછી આવશે નહીં,ભલે જાય, પણ એકલા જાય તે ઠીક નથી. શિવગણોને આજ્ઞા કરી કે તમે પણ સાથે જાવ.

Join Our WhatsApp Community

શુકદેવજી વર્ણન કરે છે:-રાજન!શિવગણો આવ્યા છે. કહ્યું, મા,તમે ચાલતા જાવ તે ઠીક નથી. સતી નંદિકેશ્વર ઉપર સવાર થયા.હવે પાછી આવવાની નથી. જાય તો પોતાનું સર્વલઈને જાય.આ શિવ સતીનું છેલ્લું મિલન હતું. શિવજીએ વિચાર્યું કે સતીની કોઈ વસ્તુ અત્રે રહેશે તો તે મારા શ્રીકૃષ્ણ ભજનમાં વિક્ષેપ કરશે.

મનમાં વિકાર ઉત્પન્ન કરે તેવુંકોઈ ચિત્ર ઘરમાં રાખવુંનહિ. તે ચિત્ર પછી મનમાં આવશે અને કૃષ્ણભજનમાં વિઘ્ન કરશે.

સતીને જવાની ઉતાવળ હતી એટલે વ્યાસજીએ રસ્તાનુંવર્ણન કર્યુંનથી. સતીજી યજ્ઞ મંડપમાં આવ્યા,શંકરનાં અર્ધાંગિની છે. આખું જગત તેમને માન આપે છે. ઋષિઓ તેમને માન આપે છે, પણ તેથી સતીજીને સંતોષ થયો નહિ.

આદિશક્તિ જગદંબા આજે દક્ષને વંદન કરે છે. દક્ષ મુખ ફેરવી લે છે. સતી ફરીથી પ્રણામ કરે છે. સતીને જોતાં દક્ષને ક્રોધ થયો છે. કેમ અત્રે આવી હશે? દક્ષ દક્ષ નથી પણ અદક્ષ છે. શિવમહિમ્ન સ્તોત્રમાં લખ્યું છે:-ક્રિયાદક્ષો દક્ષ: ક્રતુપતિરધીશસ્તનુભૃતામ્,

ઋષીણામાર્ત્વિજ્યં શરણદ!સદસ્યા: સુરગણા:।

ક્રતુભ્રંશસ્ત્વત્ત: ક્રતુફલવિધાનવ્યસનિનો

ધ્રુવંકર્તુ:શ્રદ્ધાવિધુરમભિચારાયહિ મખા: ।। શિવમહિમ્ન શ્લો.૨૧.

Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૩૨

ક્રિયા દક્ષ: અપિ અદક્ષ મુખ:દક્ષ ક્રિયાદક્ષ નહિ અજ્ઞાની છે. સતી વિચારે છેમારા પિતા મારી સામુંપણ જોતા નથી.હવે અહીંરહેવાની ઈચ્છા નથી. હુંઘરે જઈશ. શિવજી ઉદાર છે. મારો સ્વીકાર કરશે, માતાજી યજ્ઞમંડપમાં નજર કરે છે.સર્વદેવોની સ્થાપના હતી. એક શિવજીની સ્થાપના ન હતી. સતીએ જોયું તો યજ્ઞમાં દરેક દેવને યજ્ઞભાગ આપવામાં આવેલો. પણ શંકરની ઈશાન દિશા ખાલી હતી. દક્ષ પ્રજાપતિએ સતીનું અપમાન કર્યું. તે સતીએ સહન કર્યું. પણ માતાજીથી  પતિદેવનુંઅપમાન સહન થતુંનથી. સતીને અંતે દુઃખ થયું. જગદંબાને ક્રોધ આવ્યો. માથે બાંધેલી વેણી છૂટી ગઈ છે.દેવો માતાજીને વંદન કરે છે. માતા ક્રોધ કરો નહિ. સતી કહે:-તમે ગભરાશો નહિ. હવે ક્રોધ હુંમારા શરીર ઉપર કરીશ.આ શરીરથી મેંપાપ કર્યું. પતિની આજ્ઞાનો મેં ભંગ કર્યો છે. આ શરીરને હવે હું બાળી દઇશ. સભામાં જગદંબાએ ૧૩ શ્લોકમાં ભાષણ કર્યું છે. અરે, તારા જેવા વિષયી શિવતત્વને શુંજાણે? જે શરીરને આત્મા ગણે છે, એ શિવતત્વને શુંજાણે?મોટા મોટા દેવો શંકરના ચરણનો આશ્રય લે છે. શિવકૃપા વિનાબ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. શિવકૃપા વગર કૃષ્ણભક્તિ મળતી નથી. પ્રવૃત્તિ નિવૃત્તિથી પર થઈ સ્વરૂપમાં લીન રહેનાર શિવજી પરબ્રહ્મ પરમાત્મા છે. મને દુઃખ થાય છે કે, શિવનિંદા કરનાર દક્ષની હુંકન્યા છું.

સતી ઉત્તર દિશા તરફ મુખ રાખી બેઠાં છે. શરીર છોડવા યોગમાર્ગમાં સ્થિત થયાં.શિવજીનુંધ્યાન કરતાં, માતાજીએ શરીરમાં અગ્નિતત્ત્વની ભાવનાકરી છે. અંદરથી ક્રોધાગ્નિ બહાર આવ્યો.શરીર બળવા લાગ્યું. આદિશક્તિ જગદંબાનુંઅપમાન થયું. હવે દક્ષનુંકલ્યાણ નથી.

નારદજી કૈલાસમાં શંકર પાસે પધાર્યા છે. ભગવાન શંકર સનકાદિક ઋષિઓને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કરી રહ્યા છે. નારદજી કથામાં બેઠા.વિચારે છે કે શિવજી કેવા ભોળા છે. સતીજીએ શરીર બાળી દીધું.પણ એમને દુઃખ થતું નથી.નારદજી રડયા, કહ્યું, તમે વિધુર થયા છો. નાથ, તમારુંઅપમાન માતાજી સહન કરી શક્યા નહિ. શરીર બાળી દીધું. સતીએ દેહત્યાગ કર્યો.આદ્યશક્તિનો નાશ ન થાય. સતી ગુપ્ત રીતે શિવમાં મળી ગયાં છે.

નારદજી કહે છે, આપ આ લોકોને સજા કરો.શિવજી કહે મારે કોઇને સજા કરવી નથી. ગંગાજીને માથે રાખે તેને ક્રોધ આવે કયાંથી? શિવજી પરામાત્મા છે. તેમને ક્રોધ ત્રાસ આપી શકે નહિ, કામ ત્રાસ આપી શકે નહિ.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૮
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૬
Exit mobile version