Site icon

Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૩૪

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavata Gita - Purpose of Bhagavata and its Mahatma. – 134

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

બહુ સરળ થઈએ તો, જગતમાં લોકો દુર્બળ માને છે. નારદજીએ જ્યારે કહ્યું કે તમારા ગણોને પણ માર પડયો છે.ત્યારે શિવજીને થોડો ક્રોધ થયો.જટામાંથી વીરભદ્ર પ્રગટ થયા છે. વીરભદ્રને શંકરે કહ્યું:-દક્ષ પ્રજાપતિનાં યજ્ઞનોયજમાન સહિત તું નાશ કરજે.વીરભદ્ર આવ્યા છે. મોટોસંહાર કર્યો છે. યજ્ઞભૂમિ સ્મશાનભૂમિ બની ગઈ. યજ્ઞનો વિધ્વંસ થયો.દક્ષને પકડી મસ્તક અલગ કર્યું.દેવો ગભરાયા અને બ્રહ્માજીને શરણે ગયા. બ્રહ્માજીએ ઠપકો આપ્યો.જે યજ્ઞમાં શિવજીની પૂજા ન હતી ત્યાં ગયા જ કેમ? બ્રહ્માએ કહ્યું:-જાઓશિવજીની ક્ષમા માગો.દેવો કહે કે અમારી એકલા જવાની હિંમત થતી નથી. આપ અમારી સાથે ચાલો.

Join Our WhatsApp Community

શંકર ભગવાનની કૃપા વગર સિદ્ધિ મળતી નથી.કૈલાસની તળેટીમાં સિદ્ધ મહાત્માઓના અખાડા છે.

દેવો બધા કૈલાસમાં આવે છે અને બધા સદાશિવને પ્રણામ કરે છે. પછી બ્રહ્માજી હસતાં હસતાં કહેછે.યજ્ઞને ઉત્પન્ન કરનાર આપ છો. વિધ્વંસ કરનાર આપ છો. યજ્ઞ પરિપૂર્ણથાય તેવુંકરો. તમે પણત્યાંપધારો, શિવજી ભોળા છે.શિવજી સરળ છે. યજ્ઞમંડપમાં રૂધિરની નદીઓ વહેતી જોઈ, વીરભદ્રને ઠપકો આપે છે. મેંતને શાંતિથી કામ લેવાનું કહ્યુંહતું.વીરભદ્ર માફી માંગે છે. દક્ષના ધડ ઉપર બકારાનુંમાથું ચોંટાડવામાં આવે છે. શિવજીની નિંદા કરનાર બીજા જન્મમાંબકરો થાય છે.બકરો અતિ કામી હોય છે.

અજનો બીજો અર્થ થાય છે પરબ્રહ્મ, દક્ષના ધડ ઉપર અજનું મુખ મૂકવામાં આવ્યુ એટલે કે દક્ષને પછી પરબ્રહ્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ, અજ મસ્તક એટલે બ્રહ્મદ્રષ્ટિ.

દક્ષ પ્રજાપતિ જાગ્યો છે.શિવ સ્તુતિ કરવા લાગ્યો.દક્ષ પ્રજાપતિએ શિવનું પૂજન કર્યુંછે દક્ષે કહ્યું:-મારી પુત્રી સતીનાં દર્શન કરાવો.

Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૩૩

શિવજીએ સતીને પૂછ્યું, તમારે બહાર આવવુંછે? જગદંબા માતાજીએ ના પાડી. શિવપૂજન કર્યું,એટલે શ્રીકૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે.શિવ અને મારામાં ભેદ રાખે તે નરકગામી બને છે.આ સિદ્ધાંતનુંઅનેકવાર ભાગવતમાં વર્ણન કર્યુંછે.

હરિમાં અને હરમાં દક્ષે જે ભેદ રાખેલો તે હવે દૂર થયો. એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં હરિહર અભેદ બતાવ્યા છે. સત્ત્વગુણનો રંગ ધોળો છે. તમોગુણનો રંગ કાળો છે. વિષ્ણુ ભગવાન સત્વગુણના માલિક છે. એટલે હોવા જોઈએ શ્વેત. તેમ છતાં તેમનો વર્ણ શ્યામ છે. આમ કેમ થયું?શિવજી ગોરા અને વિષ્ણુ કાળા. એકનાથજી મહારાજ લખે છે કે શિવજી આખો દિવસ નારાયણનુંધ્યાન કરે છે, એટલે નારાયણનો રંગ આવ્યો શિવજીમાં. નારાયણ શિવજીનુંધ્યાન સતત કરે છે તેથી શિવજીનો રંગ આવ્યો વિષ્ણુમાં. એટલે તેઓ થયા શ્યામ.આ પ્રમાણે પરસ્પર એકબીજાનું ધ્યાન કરે છે. તે ધ્યાનમાં એવો ગુણ છે કે જેનું ધ્યાન કરે તેના જેવો વર્ણ થાય.આથી બંન્ને અભેદ છે. હરિહર એક છે. શિવકૃપા વગર સિદ્ધિ મળતી નથી. બ્રહ્મવિદ્યા મળતી નથી.

નિવૃત્તિધર્મનાઆચાર્ય છે શિવજી અને પ્રવૃત્તિધર્મનાં આચાર્ય છે શ્રીકૃષ્ણ. સર્વ પ્રકારની પ્રવૃત્તિ હોવા છતાં પ્રવૃત્તિમાં જરાય ન લેપાય એ આદર્શ જગતને બતાવ્યો છે શ્રીકૃષ્ણે.

દક્ષયજ્ઞમાં આપણે જોયું કે અનન્ય ભક્તિનો અર્થ એવો નથી કે એક જ દેવને માને અને બીજા દેવને ન માને.અનન્ય ભક્તિનો અર્થ એ છે કે અનેકમાં એક જ દેવને નિહાળો.પ્રભુ સર્વવ્યાપક છે. જે સર્વમાં પ્રભુના દર્શન કરે, તે જ ઉત્તમ વૈષ્ણવ છે.

પોતાના એક ઈષ્ટદેવમાં પરિપૂર્ણ ભાવ રાખવો અને બીજા દેવોને પોતાના ઈષ્ટદેવના અંશરૂપ માની વંદન કરવાં.પત્ની અનન્યભાવ પતિમાં રાખે અને બીજા સગાંઓમાં સામાન્ય પ્રેમ રાખે છે. કેટલાક વૈષ્ણવો કહે છે કે અમે શિવજીની પૂજા કરીએ તો અમને અન્યાશ્રયનો દોષ લાગે છે. આ ભૂલ છે.

બધા દેવો એક જ છે, તેમાં ભેદબુદ્ધિ ન રાખવી, વધારે શું કહું?શિવ અને પાર્વતીનાં લગ્ન કરવામાં આવેલા ત્યારે પણ ગણપતિનું પૂજન કરવામાં આવેલું. ગણપતિ બ્રહ્મરૂપ છે. તે તો નિત્ય છે પણ પાર્વતીને ત્યાં તેમનો અવતાર થયો છે.આ બધાને માનો.પણ બાલકૃષ્ણની સેવા ન કરો તો નહીં ચાલે.બાલકૃષ્ણ પ્રેમનું દાન કરે છે. પરમાત્મા શ્રીકૃષ્ણ પ્રેમનુંદાન કરે છે. અને તે પ્રેમ વિના જ્ઞાન પણ શુષ્ક છે. પ્રેમ વિનાજ્ઞાનની શોભા નથી.દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો પણ તેમાં તેણે ભેદબુદ્ધિ રાખી, તેણે શિવજીની પૂજા ન કરી,તેથી તેના યજ્ઞમાં વિઘ્ન આવ્યું.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૨
Exit mobile version