Site icon

Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૩૮

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavata Gita : Purpose of Bhagavata and its Mahatma. – 138

Bhagavata Gita : Purpose of Bhagavata and its Mahatma. – 138

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

મનુષ્ય જો સુનીતિને આધીન બને તો સદાચારી અને સુરુચિને આધિન બને તો દુરાચારી બને છે.

Join Our WhatsApp Community

આ બે આનંદ તમારી પાસે મૂકયા છે-એક વિષયાનંદ અને બીજો બ્રહ્માનંદ અથવા ભજનાનંદ. બેમાંથી તમે કોને પસંદ કરશો? ભજનાનંદ જ પસંદ કરવા જેવો છે. પેહેલો ક્ષણિક સુખ આપે છે,પણ પરિણામમાં દુઃખ આપે છે. બીજો શરુઆતમાં એક ક્ષણ દુઃખઆપે પણ, પરિણામે સુખ આપે છે.

બે મિત્રો યાત્રા કરવા નીકળ્યા છે. એક મિત્રને એવી આદત પડી ગયેલી કે પલંગ વગર ઊંધ નહીં આવે.પલંગ સાથે તકિયો-ઓશીકું બધું જોઈએ. એટલે બધું સાથે લીધું.એક જગ્યાએ મજુર ન મળ્યો. મજુર વગર કોણ આ બધુંઉપાડે? ભાઈએ પલંગ વગેરે સામાન માથે ઊંચકયો. રસ્તામાં એક સજ્જન સામે મળ્યા. તેણે આ ભાઇની દશાજોઇને કહ્યું, આ બોજ ઊંચકયો છે તેથી તમને કેટલો ત્રાસ પડે છે. પલંગ વગેરે બોજ વગર યાત્રા કરો ને. પેલો મનુષ્ય જવાબ આપે છે કે ભલે બોજ ઊંચકવો પડે પણ-રાત્રે સૂવાની મજા આવે છે. રાત્રે આનંદ પડે છે.તેથી બધુંમાથે ઊંચકયુંછે. રાત્રે શું આનંદ આવવાનો હતો.

આ બીજાની કથા નથી.આ આપણી કથા છે. જીવાત્મા યાત્રા કરવા માટે નીકળ્યો છે.ક્ષણિક સુખ માટે મનુષ્ય આખો દિવસ ગદ્ધાવૈતરું કરે છે. મનુષ્ય એક ક્ષણિક સુખ માટે આખો દિવસ દુ:ખનો પહાડ માથે રાખે છે. ક્ષણિક સુખ માટે મનુષ્ય આખો દિવસ કેટલી ઉપાધિ, કેટલી ચિંતા માથે રાખે છે. વિષયસુખ ક્ષણિક છે. આ થઈવિષયાનંદની વાત. વિષયાનંદ તુચ્છ છે, ક્ષણિક છે.

ધ્રુવ અવિનાશી બ્રહ્માનંદનું, ભજનાનંદનું સ્વરુપ છે. જીવની પાસે બ્રહ્માનંદ જાય છે. તે વખતે સુરુચિ વિઘ્ન કરે છે. જીવ અને બ્રહ્મનુંમિલન થતું સુરુચિ અટકાવે છે. જે સુરુચિને આધીન તે કામાધીન.

ઉત્તાનપાદ રાજાને બે રાણીઓ અને બે બાળકો હતા.રાજા ઉત્તાનપાદને પોતાની સુનીતિ રાણી વહાલી નથી લાગતી પણ સુરુચિ વહાલી લાગે છે. આપણું પણ એવું જ છે.આપણને પણનીતિ ગમતી નથી, પણ ઇન્દ્રિયોઅને વાસનાને  બહેકાવનારી રુચિ ગમે છે.

એક દિવસ ઉત્તાનપાદ રાજા સિંહાસન ઉપર બેઠા હતા.સુરુચિ ત્યાં બેઠેલીહતી. રાજા ઉત્તમને ગોદમાં લઇને લાડ કરતાહતા. ધ્રુવે ઉત્તમને પિતાની ગોદમાં જોયા. તેને થયુંહું ત્યાં દોડતો દોડતો જઇશ તો બાપુ મને પણ ગોદમાં લેશે. ધ્રુવજી દોડતા દોડતા પિતા પાસે આવ્યા. કહ્યું, પિતાજી મને પણ ગોદમાં લો.

Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૩૭

બાળક એ બાળકૃષ્ણનુંસ્વરુપ છે.તેનું અપમાન કોઈ દિવસ ન કરશો.મોટા મોટા મહાત્માઓ બાળક સાથે રમતા હતા.રામદાસ સ્વામી નાનાં બાળકો સાથે રમે છે. શિષ્યોએ કહ્યું, તમે આ શુંકરો છો?સ્વામીએ કહ્યું:-વયેપોર, પોર તે થોર હોઉની ગેલે,વયે થોર, થોર તેચોરહોઉની ગેલે.

આ બાળકો સાથે રમવામાં મને આનંદ આવે છે. બાળકના મનમાં જેવું હોય તેવું બોલે છે અને જેવુંબોલે છે તેવુંકરે છે. મન, વાણી અને ક્રિયા એક હશે તો જ તમે ભગવાનની ભક્તિ બરાબર કરી શકશો.ત્યારે તમને આનંદ આવશે. બાળક નિર્દોષ હોય છે. ક્પટનો બોધ બાળકને આપવોનહીં.બાળકને નાનપણમાં સારા સંસ્કાર આપવા. બહુ લાડ કરવા નહીં.

ઉત્તાનપાદ રાજાને આનંદ થયો. મનમાં થયું,બાળકને ગોદમાં લઉં.ત્યાં સુરુચિ બેઠી હતી.તેને આ ગમ્યુંનહીં.

જ્યારે જ્યારે જીવ પાસે ભજનાનંદ આવે છે, ત્યારે ત્યારે સુરુચિ વિઘ્ન કરે છે. પુજા કરતા મનરસોડામાં જાય તો માનજો કે સુરુચિ આવી. પ્રભુભજન કરતાં મન વિષયોમાં જાય તો માનજો કે સુરુચિ આવીછે.

રાજા ધ્રુવને ગોદમાં લે તે સુરુચિને ઠીક લાગ્યું નહીં. સુરુચિએવિચાર્યું.રાજાને (જીવાત્માને) ધ્રુવ એટલે ભજનાનંદ મળશે તો તે વાસનાને આધીનથશે નહિ અને વાસનાને આધીન થશે નહિ તો મારુંકામ થશે નહિ.જીવને જયારે ભજનાનંદ મળે તારે સુરુચિવિઘ્ન કરવા આવે છે.તેણે રાજાને ધ્રુવને ગોદમાં લેવા ના પાડી. રાજા રાણીને આધીન હતો.રાજા સુરુચિને આધીન હતો.કામાંધ હતો.વિચાર્યુંઆ ધ્રુવને ગોદમાં લઇશ તો સુરૂચિ નારાજ થશે.બીજું ગમે તે થાય પણ મારી રાણી નારાજ ન થવી જોઈએ.અતિશયપણે સ્ત્રીને આધીન રહેવું એ પાપ છે.શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યુંછે કે જે સ્ત્રીને અતિશય આધીન હોય તેવી વ્યક્તિને જોવામાં પણ પાપ છે.આ રાજા હતો પણ રાણીનો ગુલામ હતો.લગભગ દરેકની આવી દશા હોય છે.સાહેબ અક્કડ ફરે છે, પણ બબલીની બા પાસે કાંઈ ચાલતું નથી.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૨
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૧
Exit mobile version