Site icon

Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૪૦

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavata Gita : Purpose of Bhagavata and its Mahatma. – 140

Bhagavata Gita : Purpose of Bhagavata and its Mahatma. – 140

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

ધ્રુવ કહે છે:- વનમાં એકલો જતાં મને બીક લાગે છે.

Join Our WhatsApp Community

સુનીતિ કહે છે:-તુંએકલો નથી. મારા નારાયણ તારી સાથે છે. જીવ અનુભવ કરતો નથી કે મારી સાથે ઈશ્વર છે. જીવમાત્રના સાચા મિત્રનારાયણ છે. ભગવાન વિચાર કરતા નથી કે આ તવંગર છે કે ગરીબ છે. જ્ઞાની છે કે અભણ છે. મોટો છે કે નાનો છે. ભગવાન એક જ વિચાર કરે છે, તેનેમારા માટે પ્રેમ છે કે નહિ. પરમાત્માને પ્રેમથી પોકારો એટલે તે દોડતા આવે છે.

એકાંતમાં પ્રભુને તમારા દુ:ખની કથા કહેજો.પ્રભુને મનાવજો, ભગવાન!આ પાપની આદત છૂટતી નથી.કૃપા કરો.પ્રભુને આ પ્રમાણે પ્રાર્થના કરશો તો પ્રભુ જરૂરથી સાંભળશે.

ધ્રુવ પૂછે છે:-મા!મારા જેવા બાળકને ભગવાન મળશે?

સુનીતિ ધ્રુવને સમજાવે છે:-હા બેટા, ભગવાન તને જરૂર મળશે. ભગવાનનુંખૂબ ભજન કરજે. ભગવાન ભાવને જુએ છે. પ્રેમથી જે ઈશ્વરને પોકારે, તેની સમક્ષ પરમાત્મા પ્રકટ થાય છે.

આતુરતા વગર ભગવાન મળતા નથી.આરતી પણ આર્ત બનીને ઉતારો.

ઉપનિષદમાં ઈશ્વરે કહ્યુંછે:-આ જીવ મારો પુત્ર છે. અમૃતસ્યપુત્રા:જીવને મારી ગોદમાં લેવા હુંતૈયાર છું.પણ તે મારી પાસે આવતો નથી.

શ્રીનાથજીનો ઊંચો કરેલો હાથ જોઈ એક વૈષ્ણવે તેઓને પૂછ્યું, હે શ્રીનાથજી બાબા!આપે એક હાથઊંચો કેમ રાખ્યો છે?

શ્રીનાથજીએ કહ્યું:-મારાં બાળકો બધાં મને ભૂલી ગયાં છે. હું તેઓને ઊંચો હાથ કરીને રોજબોલાવું છું.પણ તેઓ મારી પાસે આવતાં નથી.

સુનીતિએ વિચાર કર્યો, બાળક મને તો વંદન કરે છે, પણ ઓરમાન માને સદ્ભાવથી વંદન કરે તો તેનુંકલ્યાણ થાય. કોઈ પ્રત્યે દ્વેષ રાખી ઈશ્ર્વર આરાધના કરવા ન જવાય. તેવી આરાધના સફળ ન થાય. સુરુચિ માટે મનમાં અરુચિ રાખીને જાય, કુભાવ રાખીને જાય તો તે નારાયણનું ધ્યાન નહિ કરે,સુરુચિનુંધ્યાન કરશે.

સુનીતિ ધ્રુવને સમજાવે છે:-તુંમારો ડાહ્યો દીકરો છે. બેટા!તારું અપમાન થયું, તેં તારા પૂર્વ જન્મનાં કર્મનુંફળ મને લાગે છે. તેં તારી ઓરમાન માનું અગાઉ અપમાન કર્યું હશે એટલે આ જન્મમાં તેણે તારું અપમાન કર્યું. લાભહાનિ, સુખ-દુઃખ, માન-અપમાન આ બધાં પૂર્વ જન્મનાં કર્મોનુંફળ છે. જ્ઞાની હસતાં હસતાં સહન કરે છે. અજ્ઞાની રડતાં રડતાં સહન કરે છે. જેવુંવાવ્યુંહોય તેવુંમળવાનું છે. બેટા, મનમાં તુંકાંઈ રાખીશ નહીં. તારા પિતાને એ વહાલી લાગે છે. તું તારી ઓરમાન માને વંદન નહિ કરે? બેટા, તુંમને જેવી રીતે પગે લાગ્યો, તેવી રીતે તારા બાપુને વહાલી સુરુચિને પગે નહિ લાગે? તુંમને પગે ન લાગે તો પણ હુંતને આશીર્વાદ આપીશ.પણ ઓરમાન માને પગે લાગશે તો જ તે આશીર્વાદ આપશે. ઓરમાન માને વંદન કરીને વનમાં જઈશ તો ભગવાન જલ્દી પ્રસન્ન થશે. સર્વના આશીર્વાદ મેળવીને વનમાં જઈશ તો સર્વેશ્વર જલ્દી કૃપા કરશે.જે સુરુચિએ બાળકનુંઅપમાન કર્યું છે તેને સુનીતિ વંદન કરવા મોકલે છે. ધન્ય છે સુનીતિને.આ સુનીતિ છે.આવી સુનીતિ જેના ઘરમા હોય તેનાં ઘરમા કળિ જાય નહિ.

Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૩૯

પાંચ વર્ષનો બાળક ધ્રુવકુમાર ઓરમાન માતા સુરુચિને વંદન કરવા આવે છે. સુરુચિ અક્કડમાં

ગાદી ઉપર બેઠી છે. ધ્રુવજી તેને સાષ્ટાંગ વંદન કરે છે. સુરુચિએ પૂછયું તું મને કેમ વંદન કરે છે? ધ્રુવજી:-માં, હુંવનમાં જાઉં છું. તમારો આશીર્વાદ લેવા આવ્યો છું.

એક ક્ષણ તો સુરુચિનુંહ્રદય પીગળી ગયું. કેવો ડાહ્યો છે. મેંતેનું અપમાન કર્યું છતાં તે મને વંદન કરે છે. પણ તેનો સ્વભાવ દુષ્ટ હતો. સ્વભાવ જલદી સુધરતો નથી. વિચાર્યું, ધ્રુવ અત્રે રહેશે તો ઉત્તમના રાજ્યમાં ભાગ પડાવશે. બહુ સારું. વનમાં જા. મારા તને આશીર્વાદ છે.

બાળક વંદન કરે છે, તો પણ સુરુચિના દિલમાં કંઈ લાગણી થતી નથી. સ્વભાવને સુધારવો કઠણ છે. તેથી કહ્યુંછે:-કસ્તુરીકોક્યારોકર્યો કૈસરકી બની ખાદ,પાની દિયા ગુલાબકા, આખર પ્યાજકી પ્યાજ.

સત્કર્મનુંપુણ્ય અતિશય ન વધે ત્યાં સુધી સ્વભાવ સુધરશે નહિ.

શુકદેવજી વર્ણન કરે છેઃ-રાજન્!પાંચ વર્ષનો બાળક આજે વનમાં જાય છે.માએ આશીર્વાદ આપ્યા છે.

ભાગવતની મા બાળકને વનમાં તપશ્ચર્યા કરવા મોકલે છે-ધ્રુવની જેમ. ત્યારે આજની માતાઓ બાળકને સિનેમા જોવા મોકલે છે. સિનેમા જોવા પૈસા આપીને મોકલે છે, જા બેટા, તારુંકલ્યાણ થશે, સિનેમા જોવાથી શુંકલ્યાણ થવાનું હતું?સિનેમા જોવાથી આંખ બગડે, શરીર બગડે, મન બગડે અને અંતે જીવન બગડે છે. પૈસા ખર્ચીને અંધારામાંબેસવું તે અજ્ઞાન છે, આ હસવાની વાત નથી, રડવાનીવાત છે. સિનેમામાં બાળકને મોકલનાર માબાળકનીમાતા નથી પણ શત્રુ છે. ધન્ય છે માતા સુનીતિને, જે બાળકને સારા સંસ્કાર આપે છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૦
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૮
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૭
Exit mobile version