Site icon

ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૭

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

The purpose of Bhagavata and its mahatmya. – 17

The purpose of Bhagavata and its mahatmya. – 17

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

સૂતજી સાવધાન કરે છે. હે રાજન્! નારદજી આજે શ્રોતા થઇ બેઠા છે સનકાદિ આસન ઉપર બિરાજયા એટલે જય
જયકાર શબ્દ થવા લાગ્યો.
આ ભાગવતની કથા અતિ દિવ્ય છે. આ કથા જે પ્રેમથી શ્રવણ કરશે તેના કાનમાંથી પરમાત્મા હ્રદયમાં આવશે. નેત્ર
અને શ્રોત્રને જે પવિત્ર રાખે છે તેના હ્રદયમાં પરમાત્મા આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણ કાનમાંથી, આંખમાંથી મનમાં આવે છે. વારંવાર શ્રીકૃષ્ણ કથા સાંભળે છે તેના કાનમાંથી શ્રીકૃષ્ણ
હ્રદયમાં પધારે છે.
કાનમાંથી પાપ મનમાં આવે છે. કાનને કથા શ્રવણ કરાવશો, તમે ભગવાનની કથા સાંભળશો, તો મન ભગવાનમાં
સ્થિર થશે. કાનમાંથી ભગવાન હ્રદયમાં આવશે.
આંખ અને કાન એ ભગવાનને હ્રદયમાં દાખલ કરવાના-દેહના બે દરવાજા છે.સાધન છે.
ઘણા આંખથી પ્રભુનાં સ્વરૂપને મનમાં ઉતારે છે. ઘણા કાનથી શ્રવણ કરી ભગવાનને હ્રદયમાં ઉતારે છે. આથી આંખ
અને કાન બંને પવિત્ર રાખો. ત્યાં શ્રીકૃષ્ણને પધરાવો. દરેક સત્કર્મના આરંભમાં શાંતિપાઠ કરવામાં આવે છે. તેનો મંત્ર છે ૐ ભદ્રં
કર્ણેભિ: શ્રુણુયામ દેવા: । હે દેવ, કાન વડે અમે કલ્યાણમય વચનો સાંભળીએ.
કાન અને આંખ પવિત્ર થાય પછી સત્કાર્યનો આરંભ થાય તેથી ગોર મહારાજ આંખે, કાને પાણી અડાડવાનું કહે છે.
શુદ્ધ ઇન્દ્રિયમાં જ પરમાત્માનો પ્રકાશ શાય છે, આથી ઇન્દ્રિયોને શુદ્ધ કરો, અને શુદ્ધ રાખો. મન શુદ્ધ રાખો. કાળ
બગડયો નથી, કાળજુ બગડયું છે.
મુનિઓ કહે છે:-આ ભાગવત ગ્રંથમાં અઢાર હજાર શ્લોકો છે. અઢારની સંખ્યા પરિપૂર્ણ છે. રામકૃષ્ણ પરિપૂર્ણ છે, તેથી
નવમીને દિવસે પ્રગટ થયા છે. શ્રીકૃષ્ણ નવમીએ ગોકુળ આવ્યા ત્યારે નંદમહોત્સવ કરવામાં આવે છે. રામજીની બાર કળા,

Join Our WhatsApp Community

શ્રીકૃષ્ણની સોળ કળા, એવા ભેદ રાખશો નહિ.
ભાગવતમાં મુખ્ય કથા છે નંદમહોત્સવની. તેના શ્લોક પણ અઢાર છે. ગીતાજીમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણોના શ્લોકો પણ
અઢાર છે. ભાગવત ઉપરની પ્રાચીન અને ઉત્તમ ટીકા છે શ્રીધર સ્વામીની. તેમણે કોઈ સંપ્રદાયનો દુરાગ્રહ રાખ્યા વિના ભાગવત
તત્ત્વનો વિચાર કર્યો છે. આ શ્રીધર ટીકા ઉપર બંશીધર મહારાજની ટીકા છે. તેમણે બતાવ્યું છે કે આપણા ઋષિમુનિઓએ
કોઈપણ જાતના સ્વાર્થ વગર આ ગ્રંથોની રચના કરી છે.

ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૬

ભાગવતનો મહિમા કોણ વર્ણવી શકે.
ભાગવત નારાયણનું સ્વરૂપ છે. ભગવાન જયારે ગોલોક પધાર્યા ત્યારે પોતાનું તેજસ્વરૂપ આ ગ્રંથમાં પધરાવ્યું. એવું
એકાદશ સ્કંધમાં લખ્યું છે. તેથી ભાગવત ભગવાનની સાક્ષાત્ શબ્દમયી મૂર્તિ છે. શ્રીકૃષ્ણની વાઙમય મૂર્તિ છે.
ઉદ્ધવજીએ જયારે પૂછેલું કે આપના સ્વધામ ગમન પછી આ પૃથ્વી ઉપર અધર્મ વધશે, ત્યારે ધર્મ કોને શરણે જશે?
ભગવાને ત્યારે કહ્યું કે મારા ભાગવતનો આશ્રય લેશે, તેના ઘરમાં કળિ આવશે નહિ.
ભાગવત ભગવાનનું નામસ્વરૂપ છે. નામસ્વરૂપથી મન શુદ્ધ થાય પછી સ્વરૂપ સેવાનો અધિકાર મળે છે. મનના મેલને
દૂર કરવાનું સાધન આ ભાગવતશાસ્ત્ર છે. મનને શુદ્ધ કરવાનું સાધન ભાગવત કથા છે. કથા સાંભળ્યા પછી પાપ કરવાનું ચાલુ
રાખશો તો યમદૂત તરફથી બે ફટકા વધારે પડશે.
ઈશ્વર સાથે પ્રેમ કરવાનું સાધન આ ભાગવત શાસ્ત્ર છે. મનુષ્ય પત્ની, ધન અને ભોજનમાં પ્રેમ કરે છે પણ પ્રભુમાં પ્રેમ
કરતો નથી. તેથી તે દુ:ખી છે.
રામાનુજાચાર્યના ચરિત્રમાં એક પ્રસંગ બન્યો છે. રંગદાસ કરીને એક શેઠ હતા. તે એક વેશ્યામાં અતિ આસકત હતા.
એક દિવસ રંગદાસ અને તે વેશ્યા રંગનાથના મંદિર પાસે થી જઇ રહ્યાં હતાં. શ્રીમંત રંગદાસ વેશ્યાને માથે છત્રી ધરીને ચાલે છે. તે
જ વખતે રામાનુજાચાર્ય મંદિરમાંથી બહાર નીકળે છે. તેમણે આ દ્રશ્ય જોયું. રામાનુજાચાર્ય આ જીવ ઈશ્વરનો છે અને ઈશ્વરનો તે
બને તેથી તેનો ઉદ્ધાર કરવા જાય છે. રસ્તે જઇને તેઓ રંગદાસને મળે છે રંગદાસને કહે છે, તમે આ વેશ્યા ઉપર જે પ્રેમ કરો છો તે
જોઈને મને આનંદ થાય છે. અસ્થિ, વિષ્ટાથી ભરેલી આ સ્ત્રીમાં જે પ્રેમ કરો છો તે સ્ત્રી કરતાં મારા રંગનાથ ઘણા સુંદર છે. આ
સ્ત્રીમાં જેવો પ્રેમ કરો છો એવો પ્રેમ મારા પ્રભુમાં કરો. પ્રેમ કરવા લાયક એક પરમાત્મા જ છે. એમ કહી તેઓએ રંગદાસને એક
થપ્પડ મારી. રંગદાસને સમાધિ લાગી, રંગનાથનાં દર્શન થયાં તે પછી કોઈ દિવસ રંગદાસે એ સ્ત્રીમાં પ્રેમ કર્યોં નહીં.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૨
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૧
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૦
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૩૯
Exit mobile version