Site icon

ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૭૭

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

The purpose of Bhagavata and its mahatmya. – 77

The purpose of Bhagavata and its mahatmya. – 77

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

એકાદશીએ અન્ન ન ખવાય. એકાદશીના દિવસે ઉપવાસ કરવો એ ધર્મ છે, પણ આપણા શાસ્ત્રો કહે છે, તે આપણે
માનતા નથી. દાકતર કહે ટાઇફોઈડ થયો છે, એકવીશ દિવસ અનાજ નહિ લેવાય. દાકતર કહે, ત્યારે તેનું માનીને ઉપવાસ કરીએ
છીએ.

Join Our WhatsApp Community

પાપીના મનમાં કલિ આવે તેમ, જે શાસ્ત્રની મર્યાદા તોડે તેના ઘરમાં કલિ આવે.
આચારવિચાર શુદ્ધ હોય તો કલિ તમારામાં પ્રવેશી શકે નહીં. વ્યવહારમાં શુદ્ધિ જોઈએ. સત્યપૂર્વક વ્યવહાર ન કરે અને
ફકત દર પૂનમે સત્યનારાણની પૂજા-કથા કરે, તો તેનાથી શું અર્થ સરે? અસત્ય બોલનારની પૂજા, ભગવાન સ્વીકારતા નથી.
એક દિવસ આશ્ર્ચર્યકારક બનાવ બન્યો. પરીક્ષિત દિગ્વિજય કરી રહ્યા છે. ફરતા ફરતા સરસ્વતી નદીના કીનારે
આવ્યા. ત્યાં ગાય-બળદને એક કાળો પુરુષ લાકડીથી મારતો હતો. ધર્મ એ બળદનું સ્વરૂપ છે. ગાય એ પૃથ્વીનું સ્વરૂપ છે!
ગાયની આંખોમાંથી આંસુઓ વહી રહ્યાં છે. ધર્મરૂપ બળદ તેને દુ:ખનું કારણ પૂછે છે. પૃથ્વી કહે છે. શ્રીકૃષ્ણે આ પૃથ્વી ઉપરથી
લીલા સંકેલી લીધી એટલે, આ સંસાર પાપમય કળિયુગની કુદૃષ્ટિનો શિકાર બની ગયો છે.
ધર્મની મર્યાદાનું બરાબર પાલન કરશો, તો જ્ઞાન આપોઆપ પ્રગટ થશે. ધર્મ ઉપર આરૂઢ રહેશો તો જ્ઞાનગંગા આવશે.
શિવજી નંદી ઉપર આરૂઢ છે. ધર્મ ઉપર આરૂઢ છે એટલે માથે જ્ઞાનગંગા છે.
ધર્મના ચાર અંગો મુખ્ય છે:-(૧) સત્ય (૨) તપ (૩) પવિત્રતા અને (૪) દયા. એ ચારેનો સરવાળો ધર્મ. ધર્મ ત્રણ પગ
ઉપર ટક્યો હતો તે યુગનું નામ પડચું ત્રેતાયુગ. ધર્મ બે પગ ઉપર ટકી રહ્યો તે યુગનું નામ પડયું દ્વાપર. અને એક પગ ઉપર ધર્મ
રહ્યો, તે યુગનું નામ પડયું કળિયુગ.

ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૭૬

સત્ય:-સત્ય એજ પરમાત્મા છે. સત્ય પરમાત્માથી ભિન્ન નથી. જયાં સત્ય છે, ત્યાં જ પરમાત્મા છે. અસત્ય બોલે છે,
તેના પુણ્યનો ક્ષય થાય છે. સત્ય દ્વારા નરનારાયણ પાસે જઈ શકે છે. મીતભાષી હોય તે સત્યવાદી બની શકે છે.
તપ:-તપ કરો. સર્વ પ્રકારનું સુખ ભોગવશો નહિ, થોડી તપશ્ર્ચર્યા રોજ કરો. જે દરેક પ્રકારનું લૌકિક સુખ ભોગવે છે,
તેના ઉપર પરમાત્મા કૃપા કરતા નથી, દુ:ખ સહન કરી પરમાત્માની આરાધના
કરો, એ તપ. દુ:ખ સહન કરી જે પ્રભુભજન કરે તે શ્રેષ્ઠ. લૂલી માંગે તે બધું લૂલીને આપશો નહિ, થોડું સહન કરો, ઈન્દ્રિયોનો
સ્વામી આત્મા છે. ઈન્દ્રિય માંગે તે તેને આપે તો તે ઈન્દ્રિયનો ગુલામ બને છે. વિધિપૂર્વક ઉપવાસ કરવાથી પાપ બળે છે.
ભગવાનને માટે દુ:ખ સહન કરવું. કષ્ટ ભોગવવું એ તપ. વાણી વર્તનમાં સંયમ અને તપ જોઈએ.
પવિત્રતા:-કળિયુગમાં પવિત્રતા રહી નથી. બહારથી બધા પવિત્ર લાગે છે. પણ અંદરથી શુદ્ધિ નથી. કપડાંને પડેલો
ડાઘ જશે. કાળજાને પડેલો ડાઘો જશે નહીં. જીવાત્મા બધું છોડીને જાય છે, પણ મનને સાથે લઇને જાય છે. પૂર્વજન્મનું શરીર રહ્યું
નથી પણ મન રહ્યું છે. લોકો અનાજ, વસ્ત્ર, અથાણા ન બગડે તેની અતિશય કાળજી રાખે છે. પણ મર્યા પછી જે સાથે આવવાનું
છે, તે મનની કાળજી નથી રાખતા. મરણ પછી જે સાથે આવવાનું છે, તેની કાળજી રાખો. જેવી રીતે કપડાંને સ્વચ્છ રાખો છો,
તેમ મનને સ્વચ્છ રાખો. સંસાર-વ્યવહારના કાર્ય કરતાં કરતાં, માતા જેમ બાળકને સાચવે છે, તેમ વ્યવહારમાં કાર્ય કરતાં
ઈશ્વરનું અનુસંધાન રાખો. કાળજી રાખો. મારું મન બગડે નહિ.
દયા:-ધર્મનું ચોથું અંગ છે દયા. શ્રુતિ એમ કહે છે, કેવળ પોતા માટે રાંધીને ખાય છે તે અન્ન ખાતો નથી, પાપ ખાય છે.
ધર્મના ચાર ચરણોમાં સત્ય સર્વોપરી છે. મહાભારતમાં સત્યદેવ રાજાની કથા આવે છે. લક્ષ્મી ચંચળ છે. અમુક પેઢીએ
તો તે જવાની જ.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૨
Exit mobile version