પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
ત્યારે ભાગવતમાં ધ્રુવજી કહે છે ભગવાનની કથાશ્રવણનો કથાનંદ બ્રહ્માનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે.
આ વિરોધાભાસ કેમ?આમાં શું સાચું? મહાપુરૂષોએ પોતાની રીતે સમાધાન કર્યું છે, કે બ્રહ્માનંદ સર્વથી શ્રેષ્ઠ છે.પરંતુ તેમાં એક દોષ છે.તે એકભોગ્ય છે. તે એકને જ મળે છે. જેની બ્રહ્માકારવૃત્તિ થઇ છે તેને જ બ્રહ્માનંદ મળે છે. તેથી તે ગૌણછે. ત્યારે કથા કીર્તનનો આનંદ અનેક ભોગ્ય છે.ભજનાનંદ સર્વભોગ્ય હોવાથી સર્વને એક સાથે આનંદ આપે છે.તેથી કથાનંદ બ્રહ્માનંદ કરતાંપણ શ્રેષ્ઠ બતાવ્યો છે.તત્વદ્રષ્ટિએ બ્રહ્માનંદ શ્રેષ્ઠ છે.
બ્રહ્માનંદએકલપેટો, એકને જ આનંદ આપે છે. યોગીઓ સમાધિમાં જે જેઆનંદ પ્રાપ્ત કરે છે, તે આનંદ યોગીની સેવા કરનારને પણ મળતો નથી. સમાધિમાંરહેલા યોગીઓ એકલા તરે છે. સત્સંગી તરેછે અને તારે છે.જ્યારે કથાશ્રવણ સર્વને એકી સાથે આનંદ આપે છે. તે અનેક ભોગ્ય છે. તેથી કથા શ્રવણ કથાનંદ શ્રેષ્ઠ.
કેટલાક ટીકાકારો કહે છે કે, બ્રહ્માનંદ કરતાં કોઈ આનંદ શ્રેષ્ઠ ન હોઈ શકે, પરંતુ સત્સંગનો મહિમા વઘારવા માટે આ પ્રમાણે ભાગવતમાં કહ્યુંછે.
પ્રભુએ કહ્યું, હું તારા ઉપર પ્રસન્ન થયો છું.તુંકાંઈક માંગ. નરસિંહ મહેતા ઉપર શંકરદાદા પ્રસન્ન થયા અને કહ્યુંવરદાન માંગ.નરસિંહ મહેતાએ કહ્યું મહારાજ, શુંમાંગવુંતે મને સમજ પડતી નથી. તમને પ્રિય હોય તે આપજો. શિવજીએ કહ્યું, મને તો રાસલીલા પ્રિય છે. ચાલ, તને તેનાં દર્શન કરાવું. શિવજીએ મહેતાજીને રાસલીલાનાં દર્શન કરાવ્યાં.
પ્રભુએ ધ્રુવને આજ્ઞા કરી,તું અમુકવર્ષો સુધી પૃથ્વીનું ધર્મપૂર્વક રાજ્ય કરજે, પછી હુંતને મારા ધામમાં લઈ જઈશ. ધ્રુવ બીક બતાવે છેઃ-મને મારો પૂર્વ જન્મ યાદ આવે છે. એક રાણીને જોવાથી મારું મન બગડેલુંઅને મને આ જન્મ મળ્યો.રાજા થઇ, લગ્ન કરી રાણીઓમાંફસાઈ જઈશ. સાવધ રહી શકીશ નહીં. મારે રાજા થવું નથી.
પ્રભુ કહે છે:-એવું થશે નહિચિંતા ન કરીશ, તારી ઈચ્છા ભલે ન હોય, પણ તું રાજા થાય એ જોવાની મારી ઈચ્છા છે. આ માયા તારો સ્પર્શ કરી શકશે નહિ. બેટા મારો નિયમ છે કે, જે મારી પાછળ પડેછે, તેની પાછળ હું પડુંછું. તને સાચવીશ.
બેટા!તને રાજા થવાની ઈચ્છા નથી, પણ તને રાજા થયેલો જોવાની મારી ઈચ્છા છે.નાના બાળકને શણગારવાથી બાળકને આનંદ થતો નથી. પણ માને આનંદ થાય છે. જગતને મારે બતાવવુંછે કે જે મારો થાય છે તેને હું લૌકિક આનંદ આપુ છું, અને અલૌકિક આનંદ પણ આપું છું.મારા ભક્તને અલૌકિક સુખ સાથે હું લૌકિકસુખ પણ આપું છું.
શબરી કે મીરાં જેવો દૃઢ ભક્તિભાવ થાય તો ભગવાન કહે:-હું પાછળ રહીને, તને સાચવીશ.
Bhagavata Gita : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૪૩
ભગવાન જ્યાં સુધી જીવને ન સાચવે ત્યાં સુધી, જીવના કામનો નાશ થતો નથી.
જેહીંરાખેરઘુવીર, તે ઉબરે તેહી કાલ મહું
રામજીએ જેને સાચવ્યો તે, કામાંધ થતો નથી.ભગવાન જેને સાચવે તે કામને આધીન થતો નથી.
રાજાનો એક સેવક ફૂલ લેવા આવેલો.તેને ધ્રુવનાં દર્શન થયાં. મહારાજ ઉત્તાનપાદ અનુષ્ઠાનમાં બેઠા હતા. ત્યાં સેવકે આવી કહ્યું, મહારાજ!મહારાજ!ધ્રુવકુમાર આવ્યા છે. ઉત્તાનપાદ દોડયા છે.
જરા વિચાર કરો.છ માસ પહેલાં ધ્રુવજી પિતાને મળવા ગયા તો પિતાએ ગોદમાં લીધા ન હતા, અને છ મહિના પછી ભગવાનનાં દર્શન કર્યા પછી ધ્રુવજી આવ્યા ત્યારે તેમને મળવા રાજા દોડયા. ઈશ્વરની પાછળ જે પડે તેની પાછળ જગત પડે છે. પરમાત્મા જેને અપનાવે છે તેને શત્રુઓ પણ વંદન કરે છે. પ્રભુની પાછળ પડો, તો જગત તમારી પાછળ પડશે.
જેણે અપમાન કરેલું તે, ઉત્તાનપાદ આજે ધ્રુવનુંસ્વાગત કરવા દોડયા છે. વિચારે છેપાંચ વર્ષનો બાળક ભગવાનનાં દર્શન કરીને આવ્યો, હુંપંચાવન વર્ષનો થયો છતાં, સુરુચિમાં છું. ધિક્કાર છે મને.
મારો ધ્રુવ કયાં છે? કયાં છે? આંખમાંથી આનંદાશ્રુ નીકળે છે.
સેવકોએ કહ્યું:-મહારાજ!રાજકુમાર આપને વંદન કરે છે. ઉત્તાનપાદ કહે:-હુંવંદનને લાયક નથી.બાળકને ઉઠાવી છાતી સરસો ચાંપે છે.
શુકદેવજી વર્ણન કરે છે:-રાજન્, અતિશય આનંદ થયો છે, પરમાનંદ થયો છે.
ધ્રુવ માતાજીનાં દર્શન કરવા જાય છે. ધ્રુવજી વિચારે છે, માએ કહેલું કે મને વંદન ન કરે તો ચાલે.પણ તુંતારી ઓરમાન માને વંદન કરજે. ધ્રુવજી સુરુચિને વંદન કરે છે. સુરુચિનુંહ્રદય ભરાયુંછે. કેવો ડાહ્યો છે?
સુનીતિ તો એક અક્ષર બોલી શક્યાં નથી. હ્રદય ભરાયુંછે. સુનીતિને લાગ્યું કે હુંઆજે સાચી પુત્રવતી થઈ.મારો પુત્ર ભગવાનને પ્રાપ્ત કરી આવ્યો છે.