Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૫૬

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

The purpose of Bhagavata and its mahatmya. – Part – 156

The purpose of Bhagavata and its mahatmya. – Part – 156

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

 

Join Our WhatsApp Community

જ્ઞાનીઓ પણ ઇન્દ્રિયોથી ડરે છે.તેઓ ઈન્દ્રિયો ઉપર વિશ્વાસ રાખતા નથી. મનનો વિશ્વાસ તો કદીપણ ન કરવો. બોલવાની ઇચ્છા જ ન થાય એટલે ઋષભદેવજી પોતાના મોઢામાં પથ્થરો રાખતા.

જુવાનીમાં વૈરાગ્ય ન આવે, સંસારના વિષય તરફ સૂગ ન આવે, તો પ્રભુભક્તિ પ્રાપ્ત ન થાય. વિષયોમાં વૈરાગ્ય ન આવે ત્યાં સુધી ભક્તિનો આરંભ થતો નથી.

આંખને શક્તિ આપે છે મન, મનને શક્તિ આપે છે બુદ્ધિ અને બુદ્ધિને શકિત આપે છે પરમાત્મા. આંખની સાથે મન નથી હોતુંતો, વસ્તુ દેખાતી નથી.

ઋષભદેવજી કર્ણાટકમાં આવ્યા. દાવાગ્નિમાં બુદ્ધિપૂર્વક પ્રવેશ કર્યો.દેહ બળેછે, આત્માને કંઈ થતું નથી. આવી આત્મનિષ્ઠા, એ પરમહંસો માટે છે.ઋષભદેવજીનું ચરિત્ર સામાન્ય મનુષ્ય માટે અનુકરણીય નથી.

ઋષભદેવનાં પુત્રોમાં, સૌથી શ્રેષ્ઠ હતા ભરત. જેમના નામ ઉપરથી આ દેશનું નામ ભરતખંડ પડયુંછે. ઋષભદેવજી પછી તેમના પુત્ર ભરત ગાદી ઉપર બેઠા. ભરતજીની કથા વર્તમાન કાળમાં વિશેષ ઉપયોગી છે. ભરતજી મહાભગવત હતા. તેમના સંગથી સર્વને ભગવતભાવ જાગતો. તેમના સંગમાં આવેલાને ભક્તિનો રંગ લાગતો હતો.

ભરતજીએ વ્યવહારની મર્યાદા કોઇ દિવસ છોડી નથી. ભરતજી મહાવૈષ્ણવ હતા, તો પણ યજ્ઞ કરતા. અગ્નિ ઠાકોરજીનુંમુખ છે. એક એક દેવને ઇષ્ટદેવનું સ્વરૂપ ગણી, ઈતર દેવોમાં શ્રીકૃષ્ણનો અંશ માની પૂજા કરતા.ભરતજી અનેક યજ્ઞો કરી, તેનુંપુણ્ય શ્રીકૃષ્ણના ચરણમાં અર્પણ કરતા. કર્મનુંફળ પરમાત્માને અર્પણ કરશો તો આનંદ થશે. કર્મનુંફળ પ્રભુને અર્પણ કરવાથી તેનું અભિમાન રહેતું નથી. ઇશ્વરની સાથે ખૂબ પ્રેમ કરો. તો જ કરેલા કર્મનું પુણ્ય પરમાત્માને અર્પણ કરી શકો.પત્ની મહેનત બધી કરે છે પણ, તેનુંફળ આપે છે પતિને.

કર્મ કરો પણ તે કર્મનુંફળ ભોગવવાની ઈચ્છા ન રાખો.કર્મનુંફળ ભોગવવાની ઈચ્છા રાખશે તો કર્મનું અલ્પ ફળ મળશે.અર્પણ કરશો તો અનંત ફળ મળશે, સકામ કર્મની ભાગવતમાં અનેકસ્થળોએનિંદા કરી છે. સકામ કર્મમાં કાંઈક ભૂલ થાય તો, તેની ક્ષમા મળતી નથી. ભરત નિષ્કામ ભાવથી કર્મ કરતા અને તેનું પુણ્ય શ્રીકૃષ્ણને અર્પણ કરતા.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૫૫

સત્કર્મની સમાપ્તિમાં બોલવાનુંહોય છે. અનેન કર્મણા ભગવાન્પરમેશ્ર્વર: પ્રીયતામનમમ ન મમ ।બોલે છે ઘણા, પણ તેનો અર્થ સમજતા નથી. કર્મ શ્રીકૃષ્ણાર્પણ કરવાની ભાવનાથી ભરતજી યજ્ઞ કરે છે.

એક દિવસ ભરતજીને જુવાનીમાં વૈરાગ્ય થયો. જુવાનીમાં જેને વૈરાગ્ય આવે અને સંયમ કરી ભજન વધારે તો તેને વૃદ્ધાવસ્થામાં ભગવાનની પ્રાપ્તિ થાય છે. વૃદ્ધાવસ્થામાં શરીરમાં શક્તિ ન હોય ત્યારે તમે ભક્તિ કરી શકશો નહિ. તપશ્ચર્યા યૌવનમાં થાય છે. વૃદ્ધાવસ્થામાં તપશ્ચર્યા કરવાથી આવતો જન્મ સુધરશે. શરીર દુર્બળ થાય, પછી બ્રહ્મચર્ય પાળે તેનો કાંઇ અર્થ નથી.રામચંદ્રજી જુવાનીમાં વનમાં ગયા હતા. વનવાસ વખતે રામજીની ઉમર ૨૭ વર્ષની હતી અને સીતાજી ૧૮ વર્ષનાં હતાં. રામજીએ યુવાનીમાં રાવણને માર્યો હતો. તમે પણ યુવાનીમાં રાવણને-કામને મારો.

વૃદ્ધાવસ્થામાં વૈરાગ્ય આવે તે, સાચો વૈરાગ્ય નથી. વૈરાગ્યની પરીક્ષા યુવાનીમાં થાય છે. જેની પાસે કાંઇ નથી, તે ત્યાગ કરે તેનો કાંઈ અર્થ નથી. જુવાનીમાં સંપત્તિ છે, સુખ છે, છતાં વિષયમાં મન ન જાય તેવૈરાગ્ય.

ભરતજીને ઘરમાં ગમ્યું નહીં. રાજવૈભવ, સુખસંપત્તિ, સ્ત્રીપુત્રાદિક આ બધું છે પરંતુ, આંખ બંધ થાય ત્યારે આમાંનુંકાંઇ નથી. જન્મ પહેલાં જીવના કોઈ સગા ન હતા. મરણ પછી કોઇ સગા રહેવાના નથી. પ્રારંભમાં અને અંતમાં કોઈ ન હતા, આ વચ્ચે માયા ભરમાવે છે.

ભરતજી વિચારે છે કે સંસારનું સુખ મેં અનેક વર્ષભોગવ્યું. હવે વિવેકથી તેનો ત્યાગ કરીશ. જુવાનીમાં તેમણે બુદ્ધિપૂર્વક ત્યાગ કર્યો.વિષયો જબરજસ્તીથી છોડીએ તો દુઃખ થાય છે. બુદ્ધિપૂર્વક વિષયોનો ત્યાગ કરો તો, તે શાંતિ આપે છે. વિષયો આપણને છોડીને જાય તો તે અશાંતિ આપે છે. વિષયોને આપણે છોડીએ તો શાંતિ મળે છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૨
Exit mobile version