Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૫૮

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

The purpose of Bhagavata and its mahatmya. – Part – 158

The purpose of Bhagavata and its mahatmya. – Part – 158

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

ભરતજી પ્રાર્થના કરે છે:-મારી બુદ્ધિ, મારું મન અવળે માર્ગે જાય નહિ. ભગવાનના તેજોમય સ્વરૂપનુંહુંચિંતન કરુંછું.

Join Our WhatsApp Community

અર્થ અને જ્ઞાન સાથે જપ કરો.

શુકદેવજી વર્ણન કરે છેઃ-રાજન! તે પછી ભરતજી દ્વારકાધીશની માનસી સેવા કરે છે. પહેલા પ્રત્યક્ષ સેવા ખૂબ કરેલી. એટલે હવે માનસી સેવા કરે છે.માનસી સેવા સહેલી નથી.

શરીરથી વધારે પાપ થતુંનથી.વધારે પાપ થાય છે મનથી, એટલે માનસી ધ્યાન.માનસી સેવા શ્રેષ્ઠ છે. મનથી ઈશ્વરમાં તન્મય થવું એ માનસી સેવા.

માનસી સેવા:-એક વખત એક વાણિયો ગુંસાઈજી પાસે ગયો. જઈને કહ્યું, બાપજી!સેવા કરવા હુંખુશી છું. પણ કાંઈ ખર્ચ કર્યા વગર, દેવસેવા થાય તેવું મને બતાવો, એક પૈસાનો ખર્ચ ન થાય તેવી સેવાબતાવો.

ગુંસાઈજીએ તેમને માનસી સેવા બતાવી અને કહ્યું:-તુંમાનસી સેવા કરજે એટલે એક પણ પૈસાનો ખર્ચ થશે નહિ. ફક્ત મનથી બધુંધારવાનું. હુંભગવાનને સ્નાન કરાવુંછું.વસ્ત્ર પહેરાવુંછું.પૂજા કરું છું.ભોગ ધરાવુંછું. ભગવાન આરોગે છે, વગેરે મનથી ધારવાનું.

ગુંસાઈજીએ પૂછ્યું:-તને ક્યુંસ્વરૂપ ગમે છે?

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૫૭

વાણિયો કહે:-મને બાલકૃષ્ણલાલનુંસ્વરૂપ ગમે છે.

ગુસાઈજી કહે:-સવારમાં એવી ભાવના કરવાની કે ઠાકોરજી માટે યમુનાજીમાંથી જળ લઈ આવુછું. ઘરે આવ્યા પછી એવો ભાવ જાગે કે ઠાકોરજી શયન કરે છે. યશોદાજી જેવી ભાવના રાખી બાળસ્વરૂપની સેવા કરો. બાલસેવામાં વાત્સલ્યભાવ મુખ્ય છે. સેવામાં ગાયના દૂધ અને માખણ લાવ્યા પછી લાલાને મંગલગીત ગાઈને ઉઠાડવાનો.

જાગોબંસીવાલેલલનાજાગો,મોરેપ્યારે ।

રજનીબીતી ભોર ભયોહૈ ઘરઘરખુલેકિંવારે ।

ગોપીદહીંમથતસુનિયતહૈ કંગન કેઝણકારે।

ઉઠોલાલજીભોરભયોહૈસુર નરટાઢેદ્વારે।

ગ્વાલબાલ સબ કરત કુલાહલ જય જય શબ્દઉચારે।

માખનરોટીહાથમેંલિનીગઉવનકેરખવારે ।

મીરાંકેપ્રભુગિરધરનાગરશરણઆયેકોતારે ।

જાગોબંસીવાલેજાગો,મોરેલાલન।

યશોદાજી લાલાને મનાવતાંલાલા!આટલું માખણ ખાઈ જા.તારી ચોટલીદાઉજી કરતાં જલદી મોટી થઈ જશે.

ગરમ જળથી લાલાને માંગલિક સ્નાન કરાવજે.પછી ઠાકોરજીનો શ્રૃંગાર કરવો. કનૈયાને પૂછવું, આજે કયું પીતાંબર પહેરાવું? કનૈયો કહે તે પીતાંબર પહેરાવવું.શ્રૃંગારમાં તન્મયતા થાય તો બ્રહ્માનંદ જેવો આનંદ મળે છે.

કનૈયાને નૈવેદ્ય ધરવું.પછી ભાવના કરો કે લાલો આરોગે છે. તે પછી આરતી ઉતારવી. તે પછી ક્ષમાપ્રાર્થના કરવી.

ગુંસાંઈજીના કહેવા પ્રમાણે વાણિયો શ્રીકૃષ્ણના બાલસ્વરૂપની માનસી સેવા કરવા લાગ્યો. રોજ પ્રેમથી માનસી સેવા કરે છે. એવો તન્મય થયો છે કે બધી વસ્તુઓ પ્રત્યક્ષ દેખાય છે. માનસી સેવામાંમનની ધારા તૂટવી જોઈએ નહિ. કોઈ લૌકિક વિચાર આવે તો સમજવુંકે માનસી સેવાનો ભંગ થયો.બાર વર્ષ માનસી સેવા કરી. એક દિવસ કટોરામાં દૂધ લઈ આવ્યો છે.દૂધમાં ખાંડ નાંખી.વાણિયાને લાગ્યુંકે લાલાના દૂધમાં આજે ખાંડ વધારે પડી ગઈ છે. વાણિયાથી કેમ સહન થાય? સ્વભાવ કંજૂસ તે જાય કયાં?પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે. વાણિયાએ વિચાર્યું,દૂધમાંથી વધારાની ખાંડ કાઢી લઉં તો બીજા ઉપયોગમાં લાગશે.ત્યાં કટોરો ન હતો. ત્યાં દૂધ ન હતું.ખાંડ ન હતી.પણ માનસી સેવામાં એટલો તન્મય થયો હતો કે બધું પ્રત્યક્ષ દેખાય છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૧
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૬૦
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૮
Exit mobile version