Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૬૧

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

The purpose of Bhagavata and its mahatmya. – Part – 161

The purpose of Bhagavata and its mahatmya. – Part – 161

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

હરણબાળે ગંડકી નદીમાં સ્નાન કર્યુંછે. ઝાડનાં સૂકાયેલાં પાદડાં ખાય છે. ખડ તોડીને ખાતા નથી, કારણ તેના ઉપર જંતુ હોય છે. હિંસા થાય તો નવુંપ્રારબ્ધ ઊભુંથાય.હરણશરીરમાં પણ તેઓ એકાદશીનુંવ્રત કરતા.પ્રાચીનકાળમાં ભારતમાં પશુઓ પણ એકાદશી કરતા.આજકાલ મોટા ભાગના મનુષ્યો એકાદશી કરતા નથી.

Join Our WhatsApp Community

તે પછી ભરતજીએ હરણશરીરનો ત્યાગ કર્યો છે. બ્રાહ્મણના ઘરે ભરતજીનો જન્મ થયો છે.

માનવજીવન અતિવિલાસી થયુંછે. પ્રજામાં સંયમ, સદાચાર, ભગવદ્ભક્તિ વધે તો સંતો જન્મ લે.વિલાસી માતાપિતાને ત્યાં કોઈ સંત જન્મે નહીં. સંત જન્મ લેવા પાત્રને શોધે છે. પવિત્ર બ્રાહ્મણના ઘરે ભરતનો જન્મ થયો છે. ભરતજીનો આ છેલ્લો જન્મ છે. પૂર્વજન્મનુંજ્ઞાન છે કે હરણમાં મન ફસાયુંતેથી પશુનો જન્મ મળ્યો હતો.પૂર્વજન્મમાં હરણ સાથે વાતો કરતો હતો તેથી પશુનો જન્મ થયો. હવે આ જન્મમાં મારે કોઈની સાથે બોલવુંનથી. એક વાર મારી મોટી ભૂલ થઈ.હવે હું સાવધાન રહીશ.

બાળપણથી જ ભરતજીને ભક્તિનો રંગ છે. શાસ્ત્રમાં છેલ્લા જન્મના કેટલાંક લક્ષણો બતાવ્યાં છે. બાલ્યાવસ્થાથી જેને ભક્તિનો રંગ લાગે તો, માનવું કે એ તેનો છેલ્લો જન્મ છે. જેની બુદ્ધિમાંથી કામ ગયો હોય તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. જ્યાં સુધી બુદ્ધિમાં કામ છે, તેણે માનવુંકે ફરીથી જન્મ લેવાનો છે.પ્રત્યેક વસ્તુ જોતાં, જેને ભગવદ્ભાવ જાગે તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે. જેની દ્રષ્ટિ જ્યાં જાય ત્યાં ભગવાન દેખાય, તો માનવુંકે આ તેનો છેલ્લો જન્મ છે. જે હ્રદયથી અતિ દીન છે તો માનવુકે, આ તેનો છેલ્લો જન્મ છે. જેની બુદ્ધિમાંથી અભિમાન ગયુંછે, તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે.

જડ ભરતજીનો આ છેલ્લો જન્મ હતો. એક હસતો હસતો જેલમાં જાય છે.એક રડતો રડતો જેલમાં જાય છે.સાધારણ જીવ વાસનાને આધીન થઈને સંસારમાં આવે છે.સંતો ભગવદ્ ઈચ્છાથી ભગવત કાર્ય કરવાસંસારમાં આવે છે.

સંસારની દ્દષ્ટિએ પર મનનું, પર ધનનું આકર્ષણ કરનારો ચતુર ગણાય.પરંતુ એ કળા સાધારણ સ્ત્રીમાં પણ હોય છે. સંસારની દ્દષ્ટિએ સંત જડ છે. પરંતુ ચેતન આનંદમય પ્રભુને ભૂલી સંસારસુખમાં ફસાયેલો મનુષ્ય જ ખરેખર જડ છે. પ્રભુપ્રેમમાં મસ્ત બનેલા, દેહભાન ભૂલેલા, મહાપુરુષને જડ કેમ કહેવાય? પણ સંસારની ઊલટી રીત હોવાથી સંસારના લોકોએ તેઓનું જડભરત નામ રાખ્યું.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૬૦

લોકો ભરતજીને મૂર્ખ માને છે. ભરતજી વિચારે છે કે લોકો મૂર્ખ માને તો શું ખોટું છે? પૂર્વજન્મમાં જ્ઞાન બતાવવા ગયો અનેદુ:ખી થયો.જ્ઞાન એ બીજાને ઉપદેશ આપવા માટે નથી. તે ઈશ્વરનું આરાધન કરવા માટે છે.

જ્ઞાન એ ભોગ માટે નથી. જ્ઞાન ભગવાન માટે છે.

શંકરચાર્યેકહ્યું છે:-વિદુષામ યચ્ચવૈદુષ્યમ ભૂક્તયે ન તુ મુક્તયે ।

જ્ઞાન પૈસા માટે નથી,પ્રતિષ્ઠા મેળવવા માટે નથીપણ પરમાત્માને મેળવવા માટે છે. જ્ઞાનનુંફળ પૈસા, પ્રતિષ્ઠા નથી, પણ પરમેશ્વર છે.જ્ઞાન પરમાત્મા સાથે એક થવા માટે છે.

જડભરતે વિચાર કર્યો કે પૂર્વજન્મમાં પશુ સાથે વાત કરી તેથી પશુનો અવતાર મળ્યો હતો. તેથી આ જન્મમાં હવે હુંકોઈની સાથે વાત જ નહિં કરું. હવે વાત કરીશ કે બોલીશ તો કેવળ એક પરમાત્માની સાથે જ. વાણી અને પાણીનો દુરુપયોગ કરે છે તે ઇશ્વરનો અપરાધી છે. તેને અંતકાળમાં વાણી દગો આપે છે.

મીરાંબાઇએ પણ નિશ્ચય કરેલો કે વાત કરીશ કે બોલીશ તો ફકત મારા એક ગિરધર ગોપાલ-શ્રીકૃષ્ણ સાથે જ. હું તો બસ એક મારા ગિરધર ગોપાલને જ રીઝવીશ.દુનિયાના લોકોને કે સગાંને રિઝવવાથી શો લાભ?રામ નામ મેરે મન બસિયો, રામ રસિયો રિઝાવુંરે માય.

જડભરત કોઈની સાથે વાત કરતા ન હતા. વધારે બોલવાથી સ્નેહ થાય. ઈશ્ર્વરની સૃષ્ટિમાં પ્રભુએ એક, એક કામ માટે બે, બે ઇન્દ્રિયો આપી છે. એક આંખથી જોઈ શકાય છતાં બે આંખ આપી છે. પરંતુ જીભને બે કામ કરવાનાં છે:- બોલવુંઅને ખાવું, માટે જીભ ઉપર વધારે સંયમ રાખવાની જરૂર છે.

બીજા સાથે વાત કરું-પ્રેમ કરું તો વાસના ઉત્પન્ન થાય ને! વેર અને વાસનાથી નવુંપ્રારબ્ધ ઉત્પન્ન થાય છે. અને તેથી ફરીથી જન્મ લેવો પડે છે.

જડભરત દરેક રીતે મનને કાબૂમાં રાખે છે. તમારા મનને તમારે જ કાબૂમાં રાખવુંપડશે. તમારા મનને બીજો કોણ કાબૂમાં રાખવા આવવાનો હતો?

રામદાસ સ્વામી કહી ગયા છે કે બહુ ભટકવાથી શાંતિ મળતી નથી.

જડભરતના પિતા જડભરતને ભણાવવા લાગ્યા, ભણીગણી મારો પુત્ર પંડિત થશે. પરંતુ આની પંડિતાઈ કોઈ બીજા પ્રકારની હતી. તેનામાં સાચી પંડિતાઈ હતી. સાચી ચતુરાઈ કઈ?

 

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૨
Exit mobile version