Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૬૫

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

The purpose of Bhagavata and its mahatmya. – Part – 165

The purpose of Bhagavata and its mahatmya. – Part – 165

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

તમે તમારા મનને સજા કરશો તો યમરાજ તમને સજા કરશે નહિ. જીભ જૂઠું બોલે તો તે દિવસે તેણે ઉપવાસ કરવો.જે દિવસે પાપ થાય તે દિવસે માળા વધારે ફેરવવી.

Join Our WhatsApp Community

રાજન્!તુંમને પૂછે છે કે તું કોણ છે?

અહંપુરાભરતોનામ રાજાવિમુક્તદૃષ્ટશ્રુતસઙ્ગબન્ધ:।

આરાધનંભગવતઈહમાનોમૃગોડભવંમૃગસઙ્ગદ્ધતાર્થ:।।ભા.સ્કં.પ.અ.૧૨.શ્ર્લો.૧૪.

હુંપહેલાં ભરતખંડનો ભરત નામનો રાજા હતો, મારી ભૂલ થઈકે મેંહરણનો સંગ કર્યો તેથી હરણ થયો.માટે હવે ભગવાનની ભક્તિ કરવા સર્વસ્વનો ત્યાગ કરી વનમાં આવ્યો. હવે તમે તમારી જાતને પૂછો કે, ‘હું’ કોણ છું?

તુંશુદ્ધ આત્મા છે. જાગ્રત, સ્વપ્ન, અને સુષુપ્તિ એ ત્રણે, અવસ્થાઓનો સાક્ષી આત્મા છે.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૬૪

રાજન્! જ્ઞાનીઓ જગતને સત્ય માનતા નથી. જ્ઞાનીઓ સંસારને મનકલ્પિત માને છે.

જગત સ્વપ્ન જેવુંછે. તેમ છતાં ખોટું સ્વપ્ન જેમ રડાવે છે, તેમ આ ખોટું જગત પણ મનુષ્યનેજીવને રડાવે છે.

દાખલા તરીકે એક મનુષ્ય સૂતેલો છે, તેને સ્વપ્ન આવ્યું.સ્વપ્નમાં તેણે જોયું કે એક વિકરાળ વાઘે તેના પર હુમલો કર્યો. વાઘ આવ્યો, જાણી તે મનુષ્ય ગભરાયો. વાઘ મને ખાઈ જશે એમ માની તે ચીસો પાડવા લાગ્યો અને રડવા લાગ્યો. તરત તે જાગી ગયો. તેને સમજાયુંકે તેસ્વપ્ન હતુંસ્વપ્નના વાઘથી કંઈ બીવાની જરૂર નથી.

પરંતુ સ્વપ્ન ખોટુંછે તે સમજાય ક્યારે?જાગીએ ત્યારે, જાગ્યો કોણ?સર્વવિષયોમાંથી જેનુંમન હઠી ગયું, છૂટી ગયુંતે અને તેથી તો તુલસીદાસજીએ કહ્યુંછે:-

જાનિયેતબહિજીવજગજાગા ।જબ સબ બિષય વિલાસ વિરાગા ।।

રાજન્!તેથી તો કહુંછુંકે આ બધા મનના ખેલ છે, મનને શુદ્ધ કરવા સંતોનો સમાગમ કરો. મહાપુરુષોની સેવાથી બ્રહ્મપ્રાપ્તિ થાય છે.

રહૂગણૈતત્તપસાનયાતિન ચેજયયાનિર્વપણાદ્ગૃહાદ્વા।

નચ્છન્દસાનૈવજલાગ્નિસૂર્યૈર્વિનામહત્પાદરજોડભિષેકમ્।।   ભા.સ્કં.પ.અ.૧૨.શ્ર્લો.૧૨.

રાજન્!સત્સંગ વગર જ્ઞાન મળતું નથી. સ્વરૂપનું પરિપૂર્ણ જ્ઞાન એ એક જ સત્ય વસ્તુ છે. એક બ્રહ્મજ સત્ય છે. બ્રહ્મ સત્યસ્વરૂપ, ભેદથી રહિત પરિપૂર્ણઆત્મસ્વરૂપ છે. પંડિતો તેને ભગવાન, વાસુદેવ, કૃષ્ણ એ નામોથી પણ વર્ણવે છે,બાકી જગત તો મિથ્યા છે.

રાજર્ષિને દિવ્ય તત્ત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો અને પછી ભવાટવીનુંવર્ણન કર્યું. સંસારમાં એકલા ભટકશો નહિ.સંસારરૂપીજંગલમાંથી બહાર કાઢે એવા કોઈ સંતનો, સદ્ગુરુનો આશ્રય લેશો તો તેમાંથી બહાર નીકળાશે.

માયાના કારણે જીવ સુખની લાલચમાં, આ સંસારરૂપી જંગલમાં ભટકે છે, પણ તેને સાચુંસુખ મળતુંનથી.

જે જીવનો સરદાર (બુદ્ધિ) યોગ્ય નથી, તેને છ લૂંટારાઓ (છ ઈન્દ્રિયો) લૂંટે છે. તેનુંધર્મરૂપી ધન લૂંટી લે છે.

આ પ્રમાદી જીવસંઘના મનુષ્યને ઘેટાનાં ટોળામાંથી ઘેટાને જેમ વરુ ખેંચી જાય છે તેમ શિયાળવાંઓ (સ્ત્રી પુત્રો) ખેંચી જાય છે.

આ જંગલ (સંસાર) વેલા તથા જાળાંઓ (ગૃહસ્થાશ્રમ)થી ગીચ છે. ડાંસ મચ્છરોથી (કામ્ય કર્મોથી) આ જીવસંઘ પીડા પામે છે.

જીવસંઘ તે જંગલમાં ગંધર્વ નગરને (મિથ્યા શરીરાદિને સત્ય માનવા તે) અને પિશાચને (સોનાને) જુએ છે. કોઈ વખતે ધૂળથી ભરાયેલી આંખોવાળો (રજોગુણથી વ્યાપ્તદૃષ્ટિવાળો) અને વંટોળિયાથી ઊડેલી ધૂળને લીધે (વંટોળિયાની જેમ ભર્માવતી સ્ત્રીથી) દિશાઓને (દેવોને) પણ તે જાણતો નથી.

તે જીવસંઘ ભૂખથી વ્યાકુળ છે, ત્યારે અપવિત્ર વૃક્ષોનો (અધાર્મિક મનુષ્યોનો) આશ્રય કરે છે. અને તૃષાથી પીડાય છે ત્યારે ઝાંઝવાના જળ (નિષ્ફળ વિષયો) તરફ દોડે છે. કોઈ વખત જળ વગરની નદીઓ (દુઃખ દાયી માર્ગ ) તરફ દોડે છે. કોઈ વખત લૂટારા છે. અર્થાત્ રાજાઓ તેના પ્રાણને (ધનને) હરિ લે છે.

ચાલતાં ચાલતાં તેના પગ કાંટા અને કાંકરાથી (અનેક પ્રકારના સંકટોથી) વીંધાઈ જાય છે.

            આ સંઘના મનુષ્યોને કોઇ વાર સાપ (નિદ્રા) કરડે છે. તેથી મુડદા જેવો તે થાય છે.કોઈવાર તેઓએ હિંસક પ્રાણીઓ (દુર્જનો) કરડે છે. કોઇ વખત અંધ બની (વિવેકભ્રષ્ટ બની) તે અંધારિયા કૂવામાં (મોહમાં)પડી, દુઃખથી પીડાય છે.

વળી તે જીવસંધ એ જંગલમાં લતાની શાખાઓનો આશ્રય કરી (સ્ત્રીઓની કોમળ ભુજાઓનો આશ્રય કરી) ત્યાં અસ્પષ્ટ મધુર મધુર શબ્દ કરતાં પક્ષીઓને (સ્ત્રીઓના ખોળામાં ખેલતાં નાનાં બાળકોને) ઈચ્છે છે. સિંહના ટોળામાંથી (કાળચક્રથી થતા. જન્મમરણથી) તે ત્રાસ પામે છે.

વૃક્ષો નીચે (ઘરબારમાં) તે રમવા ઈચ્છે છે, કોઇ વાર પર્વતની ગુફાઓમાં (રોગાદિ દુઃખોમાં) જઈત્યાં રહેલા હાથીથી (મૃત્યુથી) તે ભયભીત થાય છે.

જીવાત્મા કોઈ વખત સુખી અને કોઇ વખત દુઃખી થાય છે. જીવ ભગવાનનાચરણનો આશ્રય લે છે, તો કૃતાર્થ થાય છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૨
Exit mobile version