Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૬૬

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

The purpose of Bhagavata and its mahatmya. – Part – 166

The purpose of Bhagavata and its mahatmya. – Part – 166

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

ટૂકમાં, આ સંસારમાર્ગદારુણ, દુર્ગમ અને ભયંકર છે. વિષયોમાં મનને આસકત કર્યા વગર શ્રીહરિની સેવાથી, તીક્ષ્ણ બનેલી જ્ઞાનરૂપ તલવાર લઈ, આસંસાર માર્ગને દ્દઢેન છિત્ત્વા.

Join Our WhatsApp Community

ભરતજીએ પ્રથમ શિક્ષા અને પછી દીક્ષા આપેલી છે.ભાગવતાશ્રય કરનારનોઆશ્રય કરે તે કૃતાર્થ થાય છે. ભરતજી પ્રભુનુંધ્યાન કરતાં શરીરનો ત્યાગ કરે છે.

તે પછી ભરતવંશી રાજાઓનુંવર્ણન કરે છે.તે પછી આવે છે, ભારતવર્ષના ઉપાસ્ય દેવો અને ઉપાસક ભક્તોનુંવર્ણન.

ભગવાન નરસિંહના ભકતો આ મંત્ર જપે છે.

ૐ નમો ભગવતે નરસિંહાયનમસ્તેજસ્તેજસે

આવિરાવિર્ભવવજ્રનખવજ્રદંષ્ટ્રકર્માશયાન્

રન્ધયરન્ધયતમોગ્રસગ્રસ ૐસ્વાહા।

અભયમભયમાત્મનિભૂયિષ્ઠાૐક્ષ્રૌમ્।।ભા.સ્કં.પ.અ.૧૮.શ્ર્લો.૮.

ૐકારસ્વરૂપ ભગવાન શ્રી નૃસિંહ દેવને નમસ્કાર કરું છું. તમે અગ્નિ આદિ તેજનાપણ તેજ છો.તમને નમસ્કાર છે, હે વજ્રનખ, હે વજ્ર જેવી દાઢોવાળા, તમે અમારીપાસે પ્રગટ થાઓ પ્રગટ થાઓ. અને અમારી કર્મવાસનાઓને બાળી નાંખો, બાળી નાંખો. અમારા અજ્ઞાનરૂપી અંધકારને નષ્ટ કરો, નષ્ટ કરો.અમારા અંતકરણમાં અભયદાન દેતાં પ્રકાશિત થાઓ.

આ છે નૃસિંહ ભગવાનનો મંત્ર.શ્રીધરસ્વામીને આ મંત્રનો જપ કરતાં કરતાં વૈરાગ્ય થયો હતો.

માનવશરીરની નિંદા ભાગવતમાં સર્વત્ર કરેલી છે.માનવશરીરની સ્તુતિ માત્ર પાંચમા સ્કંધમાં જ છે.અને તે પણ દેવોએ કરેલી છે.

માનવશરીર મુકુંદની સેવા કરવા માટે છે. માનવ ધારે તો નરનો નારાયણ થઇ શકે છે.

એતદેવ હિદેવા ગાયન્તિ:–

અહો અમીષાં કિમકારિ શોભનં પ્રસન્ન એષાં સ્વિદુત સ્વયં હરિ: ।

યૈર્જન્મ લબ્ધં નૃષુ ભારતાજિરે મુકુન્દસેવૌપયિકં સ્પૃહા હિન: ।।ભા.સ્કં.પ.અ.૧ ૯.શ્ર્લો.૨૧.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૬૫

મનુષ્ય જન્મ સર્વ પુરુષાર્થોનું સાધન છે. એમ કહી દેવો આ ભારતવર્ષમાં જન્મ પામેલા મનુષ્યોનો આ પ્રમાણે મહિમા ગાય છે:-અહો ભારતવર્ષના મનુષ્યોએકયા પુણ્ય કર્યા હશે?અથવા શ્રી હરિ પોતે શું તેઓના ઉપર પ્રસન્ન થયા હશે કે જેઓએ આ ભારતવર્ષમાં ભગવાનની સેવાને યોગ્ય મનુષ્ય જન્મ પ્રાપ્તકર્યો છે,કે જે મનુષ્ય જન્મ શ્રીહરિની સેવા માટે ઉપયોગી હોય.જે માટેઅમે પણ ઝંખના કરીએ છીએ. એ સૌભાગ્યને માટે તો અમે પણ હંમેશા ઈચ્છાવાળા રહીએ છીએ.

તે પછી આવે છે ભૌગોલિક વર્ણન, પૃથ્વીના સાતખંડોનુંવર્ણન કરે છે.સપ્તદ્વીપ અને સાત સમુદ્રનુંવર્ણન કર્યું.

ભરતખંડના માલિક દેવ નારાયણ છે. ભરતખંડ કર્મભૂમિ છે. બીજા ખંડો ભોગભૂમિ છે. ભરતખંડમાં જન્મ લેવાની દેવોને ઇચ્છા થાય છે. શરીરની ભાગવતમાં નિંદા પણ કરેલી છે અને સ્તુતિ પણ કરેલી છે.આ માનવશરીરથી ભગવદ્સેવા, મુકુંદસેવા થાય છે.

સપ્ત પાતાળનુંપ્રતિપાદન કર્યુંછે.એની નીચે શેષ નારાયણ છે.

રાજાએ પૂછ્યું:-નરકલોક ક્યાં છે? શુકદેવજી કહે છે, રાજન્! દક્ષિણ દિશામાં આ નરકલોક છે. અનેક પ્રકારના નરકો છે. ચોરી કરે છે તે તામિસ્રનામના નરકમાં જાય છે. જે વ્યભિચારી છે તે અર્ધતામિસ્ર નરકમાં પડે છે.જેટલાં પાપ તેટલાં નરક છે. કયા પાપથી કયા નરકમાં પડે છે, તેનું વિગતવાર વર્ણન કર્યું. આ પ્રમાણે સેંકડો અને હજારો નરકો યમલોકમાં છે એમ બતાવી, સ્કંધ પૂરો કર્યો.

 

ઈતિ પંચમ સ્કંધ: સમાપ્ત:

શ્રીમન્ન  નારાયણ   નારાયણ  નારાયણ

લક્ષ્મી  નારાયણ  નારાયણ  નારાયણ

બદ્રિ    નારાયણ   નારાયણ   નારાયણ

સૂર્ય     નારાયણ    નારાયણ  નારાયણ

નર      નારાયણ    નારાયણ  નારાયણ

વરાહ     નારાયણ    નારાયણ નારાયણ

વામન   નારાયણ    નારાયણ  નારાયણ

સ્વામી   નારાયણ    નારાયણ  નારાયણ

કલ્કિ    નારાયણ    નારાયણ  નારાયણ

 

।। શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ।।

`

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૫
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૪
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૩
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૨
Exit mobile version