પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
નારાયણ જિન નામ લિયા, તિન ઔરકા નામ લિયા ન લિયા,
અમૃત પાન કિયા ઘટ ભીતર, ગંગાજળ ફિર પિયા ન પિયા.
નરકનાં વર્ણન સાંભળી પરીક્ષિત રાજા બોલ્યા:-મહારાજ! આવાં નરકમાં જવું ન પડે તેનો કાંઈ ઉપાય બતાવશો. આપે
પ્રવૃત્તિધર્મ, નિવૃત્તિ ધર્મની કથા સંભળાવી, પણ આ નરકલોકનાં વર્ણન સાંભળી મને બીક લાગે છે. કોઇ દિવસ નરકમાં જવાનો
પ્રસંગ ન આવે તેવો ઉપાય બતાવો.
શુકદેવજી વર્ણન કરે છેઃ- રાજન્! એકેએક પાપનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવેલું છે. જો પાપનું વિધિપૂર્વક પ્રાયશ્ચિત
કરવામાં આવે તો, પાપનો નાશ થાય છે. પ્રાયશ્ચિત કર્યા પછી ફરીથી પાપ ન થવું જોઇએ. નહિતર પ્રાયશ્ચિત કરવાનો કાંઈ અર્થ
નથી. દુ:ખ સહન કરી ઇશ્વરનું ભજન કરે તો પાપ બારે છે.
રાજા એ પૂછ્યું:-વિધિપૂર્વક પ્રાયશ્ચિત કર્યા પછી પણ પાપ કરવાની ઈચ્છા થાય છે. આનો ઉપાય શો? પાપ ના
પ્રાયશ્ચિત થી પાપનો નાશ થાય છે. પણ પાપની વાસના નો નાશ થતો નથી. પાપની વાસના પ્રાયશ્ચિત થી નષ્ટ થતી નથી,
તેનો શો ઉપાય? એવો ઉપાય બતાવો કે પાપ કરવાની વાસના જ ન રહે. પાપ ના પ્રાયશ્ચિત થી પાપ બારે છે. પણ પાપ કરવાની
વાસના જતી નથી. તે કેમ જાય?
શુકદેવજી સાવધાન કરે છે:-રાજન્! મનના ઉપર જરાય વિશ્વાસ ન રાખો. મન દગાખોર છે. તેને અંકુશમાં રાખો. એક
વાર મનને છૂટ આપશો તો, ફરીથી પા૫ કરવા તૈયાર થશે. પાપ વાસના અજ્ઞાન માંથી જાગે છે અજ્ઞાન નું મૂળ અહંકાર છે.
શ્રીકૃષ્ણ ભગવાન ને જે પ્રાણ અર્પણ કરે છે, તેને પાપ કરવાની ઈચ્છા થતી નથી. તેનો અહંકાર નષ્ટ થાય છે.
તપ, (મનની તથા ઇન્દ્રિયો ની એકાગ્રતા રૂપ તપ) બ્રહ્મચર્ય, શમ(મનના નિયમ રૂપ શમ) દમ (બાહ્ય ઈન્દ્રિયોના
નિયમ રૂપ દમ), મનની સ્થિરતા, દાન, સત્ય, શૌચ, યમ, નિયમ વડે પાપની વાસના નો નાશ થાય છે.
પરંતુ હે પરીક્ષિત,
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૬૬
યથા કૃષ્ણાર્પિતપ્રાણસ્તત્પૂરુષનિષેવયા ।।
પાપી પુરુષની જેવી શુદ્ધિ ભગવાનને આત્મસમર્પણ કરવાથી અને એના ભક્તોની સેવા કરવાથી થાય છે. તેવી શુદ્ધિ
તપશ્ચર્યા આદિ દ્વારા થતી નથી.
પાપી મનુષ્ય ભક્તિથી જેવો પવિત્ર થાય છે તેવો શમ, દમ, તપ વગેરેથી થતો નથી. પરમાત્માથી જે વિમુખ છે તે પાપ
કરે છે. પરમાત્માનું જે સ્મરણ કરે છે તેના હાથે પાપ થતું નથી.
રાજન્! તમારા પ્રાણ ભગવાન ને અર્પણ કરો. એટલે પાપની વાસના નષ્ટ થશે. ભગવાન નારાયણને જે પોતાના પ્રાણ
અર્પણ કરે છે. પ્રતિ શ્વાસ નારાયણ ના મંત્રનો જ૫ કરે, તો પછી પાપ તેને અડકશે નહિ. શ્રીકૃષ્ણ ને પોતાના પ્રાણ જે અર્પણ કરે
તેને પાપ કરવાની ઈચ્છા જ થતી નથી. પ્રાણ અર્પણ કરવા એટલે પ્રાણે, પ્રાણે, શ્વાસે, શ્વાસે (પ્રતિ શ્વાસ) ઈશ્વરના નામનો
જપ કરવો, ઈશ્વરનું અનુસંધાન દરેક કાર્યમાં રાખવું, સતત પ્રતિ શ્વાસ ભાગવત સ્મરણ રાખે તે મનુષ્ય પાપ કરી શકતો નથી,
પાપમાં પ્રવૃત્ત થઈ શકતો નથી. ગીતાજી માં કહ્યું છે કે મામનુસ્મર યુદ્ધ ચ । ગી.અ.૮.શ્ર્લો.૭. પહેલાં ભગવાનનું સ્મરણ, ત્યાર
બાદ સંસાર ના કાર્ય.
પરમાત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી વાસના નો વિનાશ થતો નથી. વાસના અજ્ઞાન માંથી જન્મે છે. ઈશ્વરના સ્વરૂપ નું
જ્ઞાન થાય અને જગત કેવું છે, તે સમજે, તો વાસના નો વિનાશ થાય, ઈશ્વર આનંદ રૂપ છે અને સંસાર દુઃખ રૂપ છે, તેવો
અનુભવ થયા પછી વાસના નો વિનાશ થાય છે.
વાસના નું મૂળ અજ્ઞાન છે. અજ્ઞાન નો નાશ જ્ઞાનથી થાય છે. એ જ્ઞાન ને સતત ટકાવી રાખવા પ્રાણને કૃષ્ણાર્પણ કરો.
અજ્ઞાન નો નાશ ન થાય ત્યાં સુધી વાસના નો નાશ થતો નથી. વાસના નો નાશ ન થાય ત્યાં સુધી પાપ અટક તું નથી.
જ્ઞાની કેવળ ઇન્દ્રિયોને વિષયમાં જતી રોકવાનો પ્રયત્ન કરે છે, પણ વાસના નો વિનાશ થતો નથી. ઇન્દ્રિયોને રોકવા
થી નહીં, પરંતુ પ્રભુ પ્રત્યે વાળવા થી વાસના નો વિનાશ થાય છે. ઇન્દ્રિયોને ને પરમાત્મા તરફ વાળો તોજ, વાસના નો પૂર્ણ
વિનાશ થાય. એક, એક ઇન્દ્રિયોને પરમાત્મા તરફ વાળો તો જ વાસના નો વિનાશ થશે. મનને પવિત્ર કરવું હોય તો આંખને
ભગવત સ્વરૂપમાં સ્થિર કરો.
