Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૭૫

પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

The purpose of Bhagavata and its mahatmya. – Part – 175

The purpose of Bhagavata and its mahatmya. – Part – 175

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.

લૌકિક સુખનો પ્રયત્ન સફળ ન થાય તો માનજો કે ઠાકોરજીએ કૃપા કરી છે. જે જીવના ઉપર પરમેશ્વર વધારે કૃપા કરે છે
તેને લૌકિક સુખ વધારે આપતા નથી. લૌકિક સુખ મળે તો જીવ ઇશ્વરથી વિમુખ થાય છે. શ્રીકૃષ્ણનું સેવા સ્મરણ લૌકિક સુખ
માટે કરશો નહીં. લૌકિક સુખમાં વિઘ્ન આવે તો સમજવું કે અલૌકિક સુખનું દાન પ્રભુ કરવાના છે, તેથી વિઘ્ન આવ્યું છે. જેના
ઉપર અસાધારણ કૃપા હોય છે તેનો લૌકિક સુખ માટેનો પ્રયત્ન ભગવાન સફળ થવા દેતા નથી. જે જીવ ઉપર ભગવાન સાધારણ
કૃપા કરે છે તેને ભગવાન લૌકિક સુખ આપે છે.
વૃત્રાસુર બોલ્યો: ઈન્દ્ર, તારી જીત થવાની છે. તને સ્વર્ગનું રાજ્ય મળવાનું છે. પણ હું તો મારા ઠાકોરજીના ધામમાં
જઈશ કે જ્યાંથી મારું પતન થવાનું નથી. તારું સ્વર્ગમાંથી પતન થશે પણ, મારું પતન થવાનું નથી. ભલે મને લૌકિક સુખ ન
મળે, પણ હું ભગવાનના ધામમાં જઈશ.
વૃત્રાસુર શ્રીહરિની સ્તુતિ કરે છે. વૃત્રાસુર સ્તુતિનાં વૈષ્ણવગ્રંથોએ ખૂબ વખાણ કરેલાં છે. સ્તુતિના ત્રીજા શ્લોકને ઘણાં
મહાત્માઓએ પોતાનો પ્રિય શ્ર્લોક માન્યો છે.
અહં હરે તવ પાદૈકમૂલદાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય: ।
મનઃ સ્મરેતાસુપતેર્ગુણાંસ્તે ગૃણીત વાક્ કર્મ કરોતુ કાય: ।।
ન નાકપૃષ્ઠં ન ચ પારમેષ્ઠયં ન સાર્વભોમં ન રસાધિપત્યમ્ ।

Join Our WhatsApp Community

ન યોગસિદ્ધીરપુનર્ભવં વા સમઞ્જસ ત્વા વિરહય્ય કાઙ્ ક્ષે ।।
અજાતપક્ષા ઈવ માતરં ખગા: સ્તન્યં યથા વત્સતરા: ક્ષુધાર્તા: ।
પ્રિયં પ્રિયેવ વ્યુષિતં વિષણ્ણા મનોડરવિન્દાક્ષ દિદૃક્ષતે ત્વામ્ ।।
મમોત્તમશ્લોકજનેષુ સખ્યં સંસારચક્રે ભ્રમત: સ્વકર્મભિ: ।
ત્વન્માયયાડડત્માત્મજદારગેહેષ્વાસક્તચિત્તસ્ય ન નાથ ભૂયાત્ ।।

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૭૪

મને આગલા જન્મમાં પણ પ્રાપ્ત થાય. પ્રાણવલ્લભ, મારું મન તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરતું રહે. મારી વાણી આપના
ગુણોનું જ ગાન કરે અને શરીર તમારી સેવામાં જ સંલગ્ન રહે.
આપને છોડીને હે ભગવાન! સ્વર્ગ, બ્રહ્મલોક, ભૂમંડળનું સામ્રાજ્ય, રસાતળનું એકછત્ર રાજ્ય, યોગની સિદ્ધિઓ-અરે
ત્યાં સુધી કે મોક્ષની પણ મને ઈચ્છા નથી. (જો તમારો વિરહ હોય, તમે ન હો તો આ બધાં શા કામનાં? તમારા સિવાય હું કશાની
ઈચ્છા કરતો નથી.)
પાંખો આવી ન હોય એવાં પક્ષીઓનાં બચ્ચાં જેવી રીતે પોતાની માતાની આતુરતાથી રાહ જુએ છે, ભૂખ્યાં વાછરડાંઓ
જેવી રીતે ધાવવા માટે પોતાની માતાઓની પ્રતીક્ષા કરે છે, પરદેશ ગયેલા સ્વામીની વિયોગીની પત્ની પોતાના પતિને મળવા જેવી
રીતે ઉત્કંઠિત રહે છે. તેવી જ રીતે હે કમલનયન, મારું મન પણ આપનાં દર્શન કરવા માટે તરફડિયાં મારી રહ્યું છે, (ભગવાનના
દર્શન કરવા માટે કેવી ઉત્કંટ આતુરતા થવી જોઈએ તે ત્રણ પ્રકારના દ્દષ્ટાંત આપી સમજાવ્યું છે.)
પ્રભો! હું મુક્તિ ઈચ્છતો નથી. મારાં કર્મોના ફળ સ્વરૂપ મારે વારંવાર જન્મમૃત્યુના ચક્કરમાં ભટકવું પડે તો તેની મને
પરવા નથી. પરંતુ હું જયાં જ્યાં જાઉં, જે જે યોનિમાં મારો જન્મ થાય, ત્યાં ત્યાં ભગવાનના લાડીલા ભક્તજનોની મને પ્રેમ મૈત્રી
મળી રહો. ભગવાન, હું ફકત એટલું જ ચાહું છું કે જે લોકો તમારી માયાથી શરીર, ઘર અને સ્ત્રીપુત્રાદિમાં આસકત થઈ રહ્યા છે,
તેવાઓની સાથે મારો કોઈ પણ પ્રકારનો કોઈ દિવસ સંબંધ ન થાય.
અહમ્ હરે તવ પાદૈકમૂલ । જીવ જ્યારે દીન થાય અને પ્રભુને શરણે જાય છે ત્યારે પ્રભુ તેને અપનાવે છે. વૃત્રાસુર દીન
થયો છે. વૃત્રાસુરમાં કેટલું દૈન્ય છે. તે કહે છે, ભગવત સેવા કરવા હું લાયક નથી. હું તો ભગવાનના દાસના દાસની સેવા કરીશ. હું
તો ભગવાનની સેવા કરનાર વૈષ્ણવોની સેવા કરીશ. વૃત્રાસુર એક એક ઇન્દ્રિયને ભક્તિરસનું દાન કરે છે. મારી વાણી કૃષ્ણકીર્તન
કરે, મારા કાન તમારી કથા સાંભળે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૯
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૮
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૭
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૬
Exit mobile version