Site icon

Air Conditioner: જો તમે AC નો ઉપયોગ કરો છો તો આ મહત્વની બાબતોનું રાખો ધ્યાન, નહીં તો AC બગડી શકે છે..

Air Conditioner: હાલમાં ગરમી એટલી વધી ગઈ છે કે એસી દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. ઘર હોય કે ઓફિસ એસીનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે.

Air Conditionerr If you use AC then keep these important things in mind, otherwise the AC may get damaged...

Air Conditionerr If you use AC then keep these important things in mind, otherwise the AC may get damaged...

News Continuous Bureau | Mumbai

Air Conditioner: દેશમાં હાલ ઉનાળો શરૂ થઈ ગયો છે. લોકો આ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આવી વધતી ગરમીમાં ઘરો તથા ઓફિસમાં હવે એસીનો ઉપયોગ શરુ થઈ ગયો છે.. પરંતુ આ AC નો ઉપયોગ કરતી વખતે થોડી કાળજી લેવી ખુબ જરૂરી છે. અન્યથા આ મોંઘા એસી ઝડપથી ખરાબ થવાની શક્યતા વધી જાય છે. 

Join Our WhatsApp Community

હાલમાં ગરમી એટલી વધી ગઈ છે કે એસી દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. ઘર હોય કે ઓફિસ એસીનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે.

Air Conditioner: જો તમે AC નો ઉપયોગ કરો છો તો તમારે સમય સમય પર તેની સર્વિસ કરાવવી જોઈએ.

પરંતુ એસીનો ઉપયોગ કર્યા પછી જે વીજળીનું બિલ આવે છે તે ઘણા લોકો માટે ચિંતાનો વિષય બની જાય છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ અપેક્ષા રાખે છે કે AC વધુ લાંબો અને સારી સ્થિતિમાં ચાલે. દરમિયાન, જાણો કેટલીક એવી ભૂલો જે તમારા મોંઘા ACને બગાડી શકે છે. વીજળીનું બિલ ( Electricity bill ) પણ વધારી શકે છે.

-જો તમે AC નો ઉપયોગ કરો છો તો તમારે સમય સમય પર તેની સર્વિસ ( AC Service ) કરાવવી જોઈએ. જો કોઈ ખામી હોય તો તેને તરત જ રીપેર કરાવવી જોઈએ. જો તમે દરેક સીઝન માટે AC નો ઉપયોગ કરતા પહેલા રિપેરિંગ અથવા સર્વિસ કરાવતા નથી, તો સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  PM Narendra Modi : પ્રધાનમંત્રીએ આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય પરિષદના છઠ્ઠા સંસ્કરણને સંબોધન કર્યું

ઉનાળાની સિઝનની ( Summer ) શરૂઆતમાં એસી ગેસનું પણ ધ્યાન રાખવું પડે છે. જો તમે સિઝનની શરૂઆતમાં AC રિપેર ન કરાવો તો ACમાં ગેસ લીકેજની ( gas leakage ) સમસ્યા થઈ શકે છે. જો આ સમસ્યા ઉદભવે છે, તો તમારો ખર્ચો વધી શકે છે.

-સ્પ્લિટ એસીની તુલનામાં વિન્ડો એસીમાં ગેસ લીકેજની સમસ્યા વધુ જોવા મળે છે. તેને ઠીક કરવા માટે, વેલ્ડીંગ પણ જરૂરી છે. ACમાં ગેસ લીકેજની સમસ્યા વધારે પ્રમાણમાં કાર્બન જમા થવાને કારણે થાય છે. તેથી તેની હંમેશા સર્વિસ કરવી જોઈએ. તમારે દર વર્ષે ACનું ફિલ્ટર બદલવું જોઈએ, જેથી આવી કોઈ મોટી સમસ્યા ઊભી ન થાય.

-એસી લગાવતી વખતે આઉટડોર યુનિટ પર ગરમી ન પડે તેનું ધ્યાન રાખો. આ ઠંડક ઘટાડે છે. ખૂબ ઓછા તાપમાને AC ન ચલાવો. જેના કારણે AC માટે વધુ વીજળી વપરાય છે. તેનાથી વીજળીનું બિલ પણ વધે છે. ઘર માટે નવું AC ખરીદતી વખતે હંમેશા તેની સાઈઝ અને ક્ષમતા પર ધ્યાન આપો. તમારા રૂમના સાઈઝ અનુસાર એસી નક્કી કરો.

 

Flipkart Sale: ફ્લિપકાર્ટ સેલમાં થશે ડિસ્કાઉન્ટ નો વરસાદ, આ ફોન પર મળશે ભારે છૂટ, જાણો શું છે ઓફર
IoT Technology: ગુજરાતની FSL ખાતે IOT ટેકનોલોજી થી હિટ એન્ડ રન કેસોમાં દેશવ્યાપી શોધખોળ
Apple: એપલ પ્રેમીઓ માટે સારા સમાચાર, આ તારીખે લોન્ચ થશે આઇફોન 17 સીરીઝ
Submerged city: પાણીમાં ડૂબેલું આ શહેર વૈજ્ઞાનિકોએ શોધ્યું; 8,500 વર્ષ જૂના સ્થળ પરથી મળી અનેક વસ્તુઓ
Exit mobile version