Site icon

Appleએ ભારતમાં લોન્ચ કર્યા MacBook Pro અને Mac Mini, જાણો કિંમત અને ફિચર્સ

Apple ભારતમાં તેની નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. કંપનીએ 14-ઇંચ અને 16-ઇંચ સ્ક્રીન સાઇઝ સાથે MacBook Pro લોન્ચ કર્યો છે, જે M2 Pro અને M2 Max ચિપસેટ ઓપ્શનમાં આવે છે. આ સિવાય કંપનીએ M2 અને M2 Pro સાથે આવેલું Mac Mini પણ રજૂ કર્યું છે. આવો જાણીએ તેમની વિગતો.

Apple Introduces New MacBook Pros with M2 Pro and Max Chips

Appleએ ભારતમાં લોન્ચ કર્યા MacBook Pro અને Mac Mini, જાણો કિંમત અને ફિચર્સ

News Continuous Bureau | Mumbai

એપલે મંગળવારે પોતાની નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. ભારતીય બજારમાં, બ્રાન્ડે 14-ઇંચ અને 16-ઇંચની સ્ક્રીન સાઇઝ સાથે MacBook Pro લોન્ચ કર્યા છે, જે M2 Pro અને M2 Max ચિપસેટ્સ સાથે આવે છે. આ સાથે Appleએ Mac Mini પણ લોન્ચ કર્યું છે, જે M2 અને M2 Pro સાથે આવે છે.

Join Our WhatsApp Community

આ નવા પ્રોસેસર્સ છે, જે Apple પ્રૉડક્ટ્સની એફિશિયન્સી, પર્ફોમન્સ અને બેટરી લાઇફને વધારી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, M2 Pro અને M2 Max સાથે આવનાર નવું MacBook Pro મોડલ Intel આધારિત MacBook Pro કરતાં 6 ગણું સ્પિડી હશે. ચાલો જાણીએ ભારતીય બજારમાં આ પ્રૉડક્ટ્સની કિંમત.

કિંમત શું છે?

તમે 1,99,900 રૂપિયાની શરૂઆતની કિંમતે MacBook Proનું 14-ઇંચ વેરિઅન્ટ ખરીદી શકશો. આ વેરિઅન્ટ M2 Pro ચિપસેટ સાથે આવે છે. તે જ સમયે આ પ્રોસેસર સાથેના 16-ઇંચ વેરિઅન્ટની કિંમત 2,49,900 રૂપિયા છે. જ્યારે તમે M2 Max ચિપસેટ અને 14-ઇંચ સ્ક્રીન સાઇઝ સાથે MacBook Proને રૂ. 3,09,900માં ખરીદી શકો છો.

આ સમાચાર પણ વાંચો: ભારતીય સેનામાં મહિલાઓનો દબદબો! 108 મહિલા અધિકારીઓનું કર્નલ રેન્ક પર પ્રમોશન

તેના 16-ઇંચ સ્ક્રીન સાઇઝ વેરિઅન્ટની કિંમત 3,49,900 રૂપિયા છે. લેપટોપ સ્પેસ ગ્રે અને સિલ્વર કલરમાં આવે છે. તમે તેને Appleના ઓફિશિયલ સ્ટોરમાંથી ખરીદી શકો છો. જ્યારે M2 ચિપવાળા Mac Miniની કિંમત 59,900 રૂપિયા છે, જ્યારે M2 Pro પ્રોસેસરવાળા વેરિઅન્ટની કિંમત 1,29,900 રૂપિયા છે. આ ડિવાઇસ 24 જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે.

MacBook Proમાં શું ખાસ છે?

Appleએ MacBook Proને બે ચિપસેટ, બે સ્ક્રીન સાઈઝ અને બે કલર ઓપ્શનમાં લોન્ચ કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આમાં કસ્ટમરને 22 કલાક સુધીની બેટરી લાઈફ મળશે. નવા MacBook Proમાં Wi-Fi 6E સપોર્ટ કરવામાં આવશે. બંને મોડલમાં લિક્વિડ રેટિના એક્સડીઆર ડિસ્પ્લે આપવામાં આવી છે.

લેપટોપ 1080p ફેસટાઇમ HD કેમેરા, 6 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ અને સ્ટુડિયો ક્વોલિટી માઈક સાથે આવે છે. ડિવાઇસ macOS Ventura પર કામ કરે છે, જે ડેસ્ક વ્યૂ, સેન્ટર સ્ટેજ, સ્ટુડિયો લાઇટ જેવા તમામ ફિચર્સ સાથે આવે છે.

આ સમાચાર પણ વાંચો:  કેનેડા સરકાર તેમના નાગરિકોના સ્વાસ્થ્યમાં સુધાર લાવવા આલ્કોહોલ નિયંત્રણ નિયમ પર ભાર મુકી રહી છે

Apple iPhone Pocket: Appleનો નવો ‘નખરો’: iPhone રાખવા માટે રજૂ કર્યું મોંઘું પોકેટ! કિંમત સાંભળીને યુઝર્સના હોશ ઉડી જશે
WhatsApp Username: WhatsApp યુઝર્સ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર; જલ્દી આવશે ‘આ’ નવી સુવિધા
New Aadhaar App: નવીન આધાર ઍપમાં હવે ચહેરો પણ સ્કૅન થશે, તમારી ઓળખ ડિજિટલી પૂરવાર થશે
Spider web: સંશોધકો પણ ચોંકી ગયા! અહીં મળ્યું દુનિયાનું સૌથી મોટું કરોળિયાનું જાળું, અંદરનું રહસ્ય જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!
Exit mobile version