Site icon

મતદારો..! મતદાન કરતા પહેલા જાણી લો કે EVM કેવી રીતે કામ કરે છે? તેના શું ફાયદા છે

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર – એમ બે તબક્કામાં રાજ્યમાં મતદાન થવાનું છે અને તેનું પરિણામ 8 ડિસેમ્બરે આવશે. ત્યારે કોઈ પણ ચૂંટણી પહેલા સૌથી ચર્ચિત મુદ્દો હોય છે EVM હેકિંગનો, જેને લઈને દરેક પાર્ટી પરિણામ આવ્યા પછી એકબીજા પર પ્રહારો કરતી હોય છે કે મશીન સાથે છેડછાડ કરવામાં આવી છે. ત્યારે આજે જાણીએ કે શું છે EVM અને કેવી રીતે આ કામ કરે છે.

Join Our WhatsApp Community

EVM અથવા કહો કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ના બે ભાગ હોય છે. પ્રથમ ભાગ નિયંત્રણ તરીકે કામ કરે છે, જે મતદાન અધિકારી પાસે રહે છે. અને બીજો ભાગ વોટિંગ યુનિટ તરીકે કામ કરે છે, જે વોટિંગ કમ્પાર્ટમેન્ટની અંદર રાખવામાં આવે છે. આ બંને પાંચ-મીટર કેબલ દ્વારા જોડાયેલા હોય છે. જેણે પણ અત્યાર સુધીમાં ક્યારેય પણ વોટ કર્યો હશે તો તેને આ મશીન જોયું જરૂર હશે. જયારે કોઈ વોટ કરવા જાય ત્યારે શરૂઆતમાં, સૌથી પહેલા મતદાન અધિકારી મતદાન બટન દબાવે છે. ત્યારબાદ મતદાર તેને જે પક્ષને મત આપવો હોય તેના પ્રતીકની સામે વાદળી બટન દબાવીને પોતાનો મત આપે છે. જે પછી મશીન પોતાને લોક કરી નાખે છે. કદાચ મતદારોએ મત આપ્યા પછી એક બીપનો અવાજ પણ સાંભળ્યો હશે.

EVM મતદારને દરેક વિકલ્પ માટે એક બટન પ્રદાન કરે છે, જે કેબલ દ્વારા ઇલેક્ટ્રોનિક મતપેટી સાથે જોડાયેલ હોય છે. તેને નિયંત્રણમાં રાખવા માટે, સિલિકોનથી બનેલા ઓપરેટિંગ પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં એક વખત કોઈ મતદાર બટન દબાવી દે છે એ પછી એમાં એ બદલાવ કરી શકતો નથી. સાથે જ જો કોઈ મતદાર બે વાર બટન દબાવવાનો પ્રયાસ કરે છે, તો મત નોંધાતો નથી. EVMને માત્ર નવા બેલેટ નંબરથી જ ખોલી શકાય છે. આ રીતે, EVM એ સુનિશ્ચિત કરે છે કે એક વ્યક્તિને માત્ર એક જ વાર મત મળે.

આ સમાચાર પણ વાંચો: દુનિયાની સૌથી મોંઘી દવા મંજૂર, કિંમત વાંચીને ચોંકી જશો

તમને જણાવી દઈએ કે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, બેંગ્લુરુ અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, હૈદરાબાદ ઈવીએમ ચલાવતી બેટરીઓ બનાવે છે. ઈવીએમને 6 વોલ્ટની એક બેટરીથી ઓપરેટ કરવામાં આવે છે. ઈવીએમમાં ​​વધુમાં વધુ 64 ઉમેદવારોના નામ જ અંકિત કરી શકાય છે.

EVMના ફાયદાઓ –

EVMથી મતદાન કરવામાં ઓછો સમય લાગે છે. EVM મતોની ગણતરી અને પરિણામ જાહેર કરવામાં લાગતો સમય પણ ઘટાડે છે. EVM પેપર બચાવે છે, આ મશીનો બેટરીથી સંચાલિત છે અને વીજળી પર આધારિત નથી, જેનાથી સતત મતદાનની ખાતરી રહે છે. EVM એક મતવિસ્તારમાં માત્ર 64 ઉમેદવારોને જ સમાવી શકે છે. આ મશીનમાં મત 10 વર્ષ સુધી સંગ્રહિત કરી શકાય છે.

EVMના કાર્યક્રમને બદલી શકાતો નથી અને તેમાં એક સીલબંધ સિક્યોરિટી ચિપ હોય છે, તેથી કાર્યક્રમને નુકસાન પહોંચાડ્યા વિના મત સાથે ચેડાં કરી શકાતા નથી. આ છેડછાડ અટકાવે છે. આમાં એક વ્યક્તિ માત્ર એક જ મત આપી શકે છે, કારણ કે મશીન માત્ર એક જ વાર બટન દબાવવા પર મતની નોંધણી કરે છે. EVM દર મિનિટે 5 મતોને પ્રતિબંધિત કરે છે.

Mobile Number: મોબાઈલ નંબર તમારો છે, તો પણ આપવું પડશે ‘પ્રુફ’; જાણો શું છે સરકારનો આ નવો ઉપક્રમ
Flipkart Sale: ફ્લિપકાર્ટ સેલમાં થશે ડિસ્કાઉન્ટ નો વરસાદ, આ ફોન પર મળશે ભારે છૂટ, જાણો શું છે ઓફર
IoT Technology: ગુજરાતની FSL ખાતે IOT ટેકનોલોજી થી હિટ એન્ડ રન કેસોમાં દેશવ્યાપી શોધખોળ
Apple: એપલ પ્રેમીઓ માટે સારા સમાચાર, આ તારીખે લોન્ચ થશે આઇફોન 17 સીરીઝ
Exit mobile version