Site icon News Continuous Bureau | Mumbai

Bike Offers: ઘરે લઈ જાવ સૌથી સસ્તી બાઈક! બાઇક કે સ્કૂટર ખરીદવા પર મેળવો 5000 રૂપિયાનું કેશબેક, સસ્તી લોન અને ઘણુ બધુ.. જાણો બાઈકની સંપુર્ણ ઓફર વિગતવાર અહીં..

Bike Offers: આ મહિને નવી બાઇકની ખરીદી પર શાનદાર ઑફર્સ ઉપલબ્ધ છે. જો તમે ફાઇનાન્સ પ્લાન સાથે બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે ચોક્કસપણે આ ઑફરનો લાભ લઈ શકો છો. અને સૌથી અગત્યનું, ગ્રાહકોને ડાઉન પેમેન્ટ અને કેશબેક જેવા લાભો પણ મળશે.

Bike Offers: Bring home a new bike for Rs 4000; You will also get cashback up to Rs 5000, know the details

Bike Offers: Bring home a new bike for Rs 4000; You will also get cashback up to Rs 5000, know the details

News Continuous Bureau | Mumbai 

Bike Offers: ભારતમાં રોજિંદા ઉપયોગ માટે બાઈક અને સ્કૂટરનો(scooter) વ્યાપક ઉપયોગ થાય છે. ટુ-વ્હીલર એ વર્તમાન સમયમાં ખૂબ જ જરૂરીયાત બની ગઈ છે. હવે ભારત વિશ્વના સૌથી મોટા બાઇક માર્કેટ તરીકે જાણીતું છે. જો તમે પણ નવી બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ એક સારી તક છે. સુપ્રસિદ્ધ ટુ-વ્હીલર કંપની હોન્ડા એક શાનદાર ઓફર લઈને આવી છે, જેના હેઠળ લોન પર બાઇક અથવા સ્કૂટર લેવું ખૂબ જ સરળ બની ગયું છે. જાપાનીઝ(Japan) કંપની ખૂબ જ ઓછા ડાઉન પેમેન્ટ સાથે બાઇક અને સ્કૂટર ઓફર કરી રહી છે. આવો જાણીએ કઈ બાઇક છે.

Join Our WhatsApp Channel

હોન્ડાએ હાલમાં જ Honda sp 160 લોન્ચ કરી છે. કંપની ભારતમાં(India) તેનું બજાર વધુ મજબૂત કરવા માંગે છે. કંપની ભારતમાં ટુ-વ્હીલર કંપનીઓ સાથે સ્પર્ધા કરવા વેચાણ વધારવા માંગે છે. તે જ સમયે, આ મહિને ઓછી ડાઉન પેમેન્ટ અને કેશબેક કંપનીને વધુ વેચાણનો લાભ આપી શકે છે. ચાલો આ ઑફર્સની વિગતો જોઈએ.

હોન્ડા બાઇક-સ્કૂટર ઓફર-

હોન્ડા(Honda) ઓગસ્ટ 2023 માટે આકર્ષક ઑફર્સ લઈને આવી છે. ગ્રાહકો 31 ઓગસ્ટ સુધી આ ઑફર્સનો લાભ લઈ શકશે. ઓફર વિશે વાત કરીએ તો, ગ્રાહકો માત્ર રૂ.3,999માં નવી બાઇક અથવા સ્કૂટર ઘરે લઇ જઇ શકે છે. કંપની ખૂબ જ સરળ ફાઇનાન્સ સુવિધા પણ આપી રહી છે. ટુ-વ્હીલર માટે લોનના દર 9.99 ટકાથી શરૂ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Nitin Gadkari : ભવિષ્યમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં થશે મોટા ફેરફારો …. ઈથેનોલ પર ચાલતા નવા વાહનો ટૂંક સમયમાં રજૂ થશે…. મંત્રી નીતિન ગડકરી તરફથી મોટી માહિતી…

રૂ.5000 સુધીનું કેશબેક-

કંપની હાઇપોથેકેશન વિના બાઇક અને સ્કૂટર ખરીદવાની તક આપી રહી છે. આ સિવાય નવા ટુ-વ્હીલરની ખરીદી પર 5,000 રૂપિયા સુધીનું કેશબેક પણ છે. જો કે, આ તમામ લાભ નિયમો અને શરતો સાથે આવશે. મહત્ત્વની વાત એ છે કે, એક જ સમયે બે ઑફર્સનો લાભ લઈ શકાતો નથી. જાપાની મોટરસાઇકલ કંપની ભારતીય બજારમાં Honda CB200X, Honda SP 125, Honda Shine 125, Honda Unicorn જેવી બાઇક વેચે છે. આ સિવાય હોન્ડા એક્ટિવા અને હોન્ડા ડીયો જેવા સ્કૂટર પણ જાપાનીઝ કંપનીની યાદીમાં સામેલ છે. જો બજેટની અછત હોય તો ફાઇનાન્સ આપીને બાઇક કે સ્કૂટર ખરીદી શકાય છે.

 

Meta Night Shutdown રાત્રે નહિ ચાલે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક! મેટાના આ નવા નિયમે યુઝર્સને ચોંકાવ્યા
WhatsApp New Feature હવે તમારી ખાનગી ચેટ કોઈ નહીં વાંચી શકે! વોટ્સઅપ પર આવી ગયું આ નવું ફીચર
iPhone 18 Pro launch timeline બદલાઈ જશે આઇફોન વાપરવાની મજા સપ્ટેમ્બરમાં એન્ટ્રી કરશે iPhone 18 Pro સીરિઝ, જાણો કઈ નવી ટેક્નોલોજી આવશે?
Deepinder Goyal Temple Device ટેક જગતમાં નવો ક્રાંતિકારી બદલાવ મગજની ગતિવિધિઓ ટ્રેક કરનાર ગેજેટ ‘Temple’ ટૂંક સમયમાં લોન્ચ થશે, દીપિંદર ગોયલે કરી પુષ્ટિ.
Exit mobile version