Site icon News Continuous Bureau | Mumbai

Brain Chip Technology Race ચીને એલન મસ્કને આપ્યો મોટો ઝટકો દુનિયાની પ્રથમ કોમર્શિયલ બ્રેનચિપ ‘NEO’ લોન્ચ

Brain Chip Technology Race ન્યુરાલિંક (Neuralink) ને પાછળ છોડી ચીને મેળવી મોટી સફળતા, લખવાગ્રસ્ત દર્દીઓ માટે સાબિત થશે આશીર્વાદરૂપ

Brain Chip Technology Race  ચીને એલન મસ્કને આપ્યો મોટો ઝટકો દુનિયાની પ્રથમ કોમર્શિયલ બ્રેનચિપ 'NEO' લોન્ચ

Brain Chip Technology Race ચીને એલન મસ્કને આપ્યો મોટો ઝટકો દુનિયાની પ્રથમ કોમર્શિયલ બ્રેનચિપ 'NEO' લોન્ચ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Brain Chip Technology Race ટેકનોલોજીની દુનિયામાં ચીને એક મોટી બાજી મારી છે. બ્રેનકોમ્પ્યુટર ઈન્ટરફેસ (BCI) ટેકનોલોજીની રેસમાં ચીને એલન મસ્કની ‘ન્યુરાલિંક’ (Neuralink) ને પાછળ છોડી દીધી છે. ચીને વિશ્વની પ્રથમ કોમર્શિયલ બ્રેનચિપ ‘NEO’ ને સત્તાવાર મંજૂરી આપી દીધી છે, જે લકવાગ્રસ્ત દર્દીઓની સારવારમાં ક્રાંતિકારી સાબિત થઈ શકે છે.

Brain Chip Technology Race – શું છે ચીનની આ નવી ‘NEO’ ચિપ?

ચીનની ત્સિંગહુઆ યુનિવર્સિટી (Tsinghua University) અને ‘ન્યુરાસેલ મેડિકલ ટેકનોલોજી’ ના સંશોધકો દ્વારા સંયુક્ત રીતે ‘NEO’ નામની આ અત્યાધુનિક બ્રેન-ચિપ વિકસાવવામાં આવી છે. આ ચિપ સિક્કા જેવડી નાની છે અને તેને સર્જરી દ્વારા મગજમાં બેસાડવામાં આવે છે. ચીનના નેશનલ મેડિકલ પ્રોડક્ટ્સ એડમિનિસ્ટ્રેશન (NMPA) એ આ ઉપકરણને ઉચ્ચસ્તરીય ક્લાસ-III મેડિકલ સર્ટિફિકેટ આપી દીધું છે. ખાસ વાત એ છે કે આ ચિપને હવે ચીનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા સિસ્ટમમાં પણ સામેલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જે તેની વ્યાવસાયિક સફળતાનો મોટો પુરાવો છે.

Brain Chip Technology Race – મસ્ક અને ચીનની ટેકનોલોજી વચ્ચેનો તફાવત

ટેકનોલોજીના નિષ્ણાતોના મતે, ચીનની આ સફળતા પાછળનું મુખ્ય કારણ તેની ઓછી આક્રમક (Less invasive) ડિઝાઇન છે. એલન મસ્કની ન્યુરાલિંક ચિપ (N1) માં ઇલેક્ટ્રોડ્સને સીધા મગજના ‘સેરેબ્રલ કોર્ટેક્સ’ (Cerebral Cortex) માં દાખલ કરવા પડે છે, જેમાં આંતરિક રક્તસ્રાવ કે મગજને ઈજા થવાનું જોખમ રહેલું છે. તેની સામે, ચીનની ‘NEO’ ચિપ મગજ અને ખોપરીની વચ્ચે રહેલી રક્ષણાત્મક પટલી (Dura mater) પર આઠ સેન્સર્સ મૂકે છે. આ પદ્ધતિ ઓછી જોખમી છે અને તે દર્દીના મગજના સંકેતોને પકડીને તેને ડિજિટલ કમાન્ડ્સમાં રૂપાંતરિત કરે છે, જેનો ઉપયોગ રોબોટિક ગ્લવ્સ કે કોમ્પ્યુટર ચલાવવા માટે થઈ શકે છે.

Brain Chip Technology Race – ભવિષ્યની મોટી સંભાવનાઓ

હાલમાં ‘NEO’ ચિપનો ઉદ્દેશ્ય કરોડરજ્જુની ઈજા કે લકવા (Paralysis) થી પીડાતા દર્દીઓને તેમની હિલચાલ પાછી મેળવવામાં મદદ કરવાનો છે. આ ચિપની મદદથી દર્દીઓ માત્ર પોતાના વિચારો દ્વારા મશીનોને નિયંત્રિત કરી શકે છે. ચીન હવે આ ટેકનોલોજીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સાથે જોડવાની દિશામાં કામ કરી રહ્યું છે. જ્યારે એલન મસ્કની ન્યુરાલિંક હજુ પણ અમેરિકામાં નિયમનકારી મંજૂરીઓ મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે અને મર્યાદિત સંખ્યામાં દર્દીઓ પર પરીક્ષણ કરી રહી છે, ત્યારે ચીને વ્યાવસાયિક સ્તરે તેનું લોન્ચિંગ કરીને ટેક-વોરમાં મોટી સરસાઈ મેળવી લીધી છે.

👉 આ સમાચાર વાચો:
UBT political crisis Shiv Sena UBT political crisis ઉદ્ધવ ઠાકરેનું ‘શક્તિ પ્રદર્શન’ સાંસદો સાથેની મહત્વની બેઠક, પાર્ટીમાં ફૂટની શક્યતાઓ પર ચર્ચા

iPhone Duo Screen Crack Issue લાખો રૂપિયા ખર્ચ્યા છતાં આઈફોન ડ્યુઓની સ્ક્રીનમાં તિરાડો પડી ગઈ! એપલના નવા ડિવાઇસમાં શું થઈ ગઈ મોટી ભૂલ? જાણો સંપૂર્ણ વિગત
AI Bubble Concerns શું છે AI બબલ? અબજો ડોલરનું આંધળું રોકાણ, જમીની વાસ્તવિકતા અને ભવિષ્યની મોટી કટોકટી
Instagram New Creator Features રીલ્સ બનાવનારાઓ માટે જેકપોટ! ઇન્સ્ટાગ્રામના આ ૩ નવા ફીચર્સથી કમાણી બમણી થશે યુટ્યુબ પડ્યું ચિંતામાં…
Microsoft Voluntary Separation Offer AI ખાઈ ગયું નોકરીઓ? માઇક્રોસોફ્ટનો વોલન્ટરી એક્ઝિટ પ્રોગ્રામ… કર્મચારીઓ આ તારીખ સુધી સ્વેચ્છાએ છોડી શકશે કંપની
Exit mobile version