Site icon

23 કરોડથી વધુ ટ્વિટર યુઝર્સનો ડેટા લીક, જાણો હેકર્સે મહત્વની વિગતો ક્યાં પોસ્ટ કરી

એક અજાણ્યા યુઝરે હેકર ફોરમ પર ટ્વિટર સંબંધિત મોટી માત્રામાં ડેટા પબ્લીસ કર્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમાં ટ્વિટરના 230 મિલિયનથી વધુ યુઝર્સના ઇમેઇલ સરનામાં અને સ્ક્રીન નામ જેવી મૂળભૂત માહિતી શામેલ છે. જેમાં અગ્રણી રાજકારણીઓ, પત્રકારો અને બેંકર્સ વગેરેના નામ અને ઈમેલ એડ્રેસ આપવામાં આવ્યા છે.

Data from 235 million Twitter users reportedly exposed by hacker Elon Musk

23 કરોડથી વધુ ટ્વિટર યુઝર્સનો ડેટા લીક, જાણો હેકર્સે મહત્વની વિગતો ક્યાં પોસ્ટ કરી

News Continuous Bureau | Mumbai

ટ્વિટરના ડેટાબેઝમાં મોટો સેંધ સામે આવી છે. એક અજાણ્યા યુઝરે હેકર ફોરમ પર ટ્વિટર સંબંધિત મોટી માત્રામાં ડેટા પબ્લીસ કર્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમાં ટ્વિટરના 230 મિલિયનથી વધુ યુઝર્સના ઇમેઇલ સરનામાં અને સ્ક્રીન નામ જેવી મૂળભૂત માહિતી શામેલ છે. પોસ્ટ કરવામાં આવેલા આ ડેટામાં અગ્રણી રાજકારણીઓ, પત્રકારો અને બેંકર્સ વગેરેના નામ અને ઈમેલ એડ્રેસ આપવામાં આવ્યા છે. નિષ્ણાતોએ જણાવ્યું કે ટ્વિટરના સોફ્ટવેરમાં ખામીને કારણે આ ડેટા ચોરવામાં આવ્યો છે. જોકે, બાદમાં આ ખામી દૂર કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

ટ્વિટરની સમસ્યાઓ વધી રહી છે

કંપની તરફથી મળેલા ડેટા અનુસાર જુલાઈ સુધી ટ્વિટરના રોજના એક્ટિવ યુઝર્સની સંખ્યા 237.8 મિલિયન હતી. નિષ્ણાતો માને છે કે ડેટાબેઝની તારીખ 2021 અથવા એલોન મસ્કે કંપની ખરીદી તે પહેલાની છે. આ હોવા છતાં, તે કેટલાક યુઝર્સ માટે જોખમ છે. વળી, આ ઘટના ટ્વિટર માટે સુરક્ષા સંબંધિત અન્ય માથાનો દુખાવો સાબિત થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :   લિથિયમની કિંમતમાં ઘટડો થતા હવે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો થઈ શકશે, લિથિયમની કિંમત 25% સુધી ઘટી શકે

શું Twitter જૂના સોફ્ટવેર પર કામ કરે છે?

સપ્ટેમ્બરમાં, ટ્વિટરના ભૂતપૂર્વ સુરક્ષા વડા પીટર મુજ ઝાટકોએ કાયદા ઘડનારાઓ અને નિયમનકારોને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જૂના સોફ્ટવેર પર ચાલી રહ્યું છે. 2020 માં, ફ્લોરિડાના એક કિશોર પર જો બિડેન, એલોન મસ્ક અને કેન્યે વેસ્ટ સહિતના હાઇ-પ્રોફાઇલ ટ્વિટર એકાઉન્ટ્સ તોડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

ગયા મહિને પણ ડેટા લીક થયો હતો

આ પહેલા ગયા મહિને ટ્વિટરના લગભગ 400 મિલિયન યુઝર્સનો ડેટા લીક થયો હતો. આ ડેટા ડાર્ક વેબ પર વેચાણ માટે મૂકવામાં આવ્યો છે. ડેટા અસલી હોવાના પુરાવા તરીકે હેકરે યુઝર્સના નામ, ઈમેલ, ફોલોઅર્સની સંખ્યા અને કેટલાક યુઝર્સના ફોન નંબર પણ આપ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  ઉદ્ધવ ઠાકરે જૂથને વધુ એક ઝટકો, સંજય રાઉત ડેમેજ કંટ્રોલ કરે તે પહેલા જ આ જિલ્લાના 50 પદાધિકારીઓ શિંદે જૂથમાં જોડાયા

 

India-Nepal Trade: અમેરિકન ટેરિફ ની વચ્ચે ભારત પર ‘ડબલ સ્ટ્રાઇક’! નેપાળ ની આંતરિક પરિસ્થિતિ છે જવાબદાર
Flipkart Sale: ફ્લિપકાર્ટ સેલમાં થશે ડિસ્કાઉન્ટ નો વરસાદ, આ ફોન પર મળશે ભારે છૂટ, જાણો શું છે ઓફર
Nepal Government: નેપાળ સરકારનો યુ-ટર્ન: વ્યાપક વિરોધ અને હિંસા બાદ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવતા આપ્યું આવું કારણ
Nepal: નેપાળની ડૂબતી અર્થવ્યવસ્થા અને વધતા દેવાનો ફાયદો ઉઠાવી રહ્યું છે ચીન? જાણો ભારત માટે શું છે પડકારો
Exit mobile version