Site icon

Disney+ Hotstar : કરોડો યુઝર્સને ઝટકો! Netflix ના રસ્તે હવે Disney+ Hotstar, કરી શકે છે આ નિર્ણય..

Disney+ Hotstar : Netflixની જેમ Hotstar પણ પાસવર્ડ શેરિંગ માટે નવી પોલિસી લાવી શકે છે. જેના પછી પ્રીમિયમ યુઝર્સ એક એકાઉન્ટમાંથી માત્ર 4 ડિવાઈસ પર લોગઈન કરી શકશે. ડિઝની + હોટસ્ટારનો આ નિર્ણય પાસવર્ડ શેરિંગની સમસ્યાના ઉકેલ માટે લેવામાં આવી રહ્યો છે.

Disney+ Hotstar : After Netflix, now Disney+ Hotstar to limit password sharing in India

Disney+ Hotstar : After Netflix, now Disney+ Hotstar to limit password sharing in India

News Continuous Bureau | Mumbai

Disney+ Hotstar : Netflix પછી, અન્ય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના વપરાશકર્તાઓ માટે પાસવર્ડ શેર કરવા મુશ્કેલ બની ગયા છે. અહેવાલો અનુસાર, ડિઝની + હોટસ્ટાર ટૂંક સમયમાં તેના પ્રીમિયમ વપરાશકર્તાઓ વચ્ચે પાસવર્ડ શેરિંગની મર્યાદાને લઈને નવો નિર્ણય લઈ શકે છે. નવા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપની નવી પોલિસી લાગુ કરવા પર કામ કરી રહી છે, જેના પછી પ્રીમિયમ યુઝર્સ એક એકાઉન્ટમાંથી માત્ર 4 ડિવાઈસ પર લોગઈન કરી શકશે. તમને જણાવી દઈએ કે ડિઝની + હોટસ્ટારનો આ નિર્ણય પાસવર્ડ શેરિંગની સમસ્યાના ઉકેલ માટે લેવામાં આવી રહ્યો છે.

Join Our WhatsApp Community

પાસવર્ડ શેરિંગ માટે સમાન નીતિ લાગુ

મીડિયા રિપોર્ટ અનુસાર, ડિઝની પણ હવે નેટફ્લિક્સનો માર્ગ અપનાવી રહી છે. અગાઉ મે મહિનામાં, ડિઝનીના હરીફ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે 100 થી વધુ દેશોમાં પાસવર્ડ શેરિંગ માટે સમાન નીતિ લાગુ કરી હતી. નેટફ્લિક્સે સબ્સ્ક્રાઇબર્સને કહ્યું કે હવે યુઝર્સે તેમના ઘરની બહાર પાસવર્ડ શેર કરવા માટે વધારાના પૈસા ચૂકવવા પડશે.

આ સમાચાર પણ વાંચો : Ballia News: પુનઃ મિલન.. આશરે 10 વર્ષ બાદ અચાનક મળ્યો ગુમ થયેલો પતિ, પત્ની ચોધાર આંસૂએ રડી પડી, જુઓ વિડિયો..

હોટસ્ટારની પોલિસીનું આંતરિક પરીક્ષણ

અમને જણાવી દઈએ કે હાલમાં ભારતમાં પ્રીમિયમ ડિઝની + હોટસ્ટાર એકાઉન્ટ 10 ઉપકરણો સુધી લોગ ઈન કરી શકાય છે. જોકે, હવે વેબસાઈટે ચાર ઉપકરણોની મર્યાદા નક્કી કરી છે. કંપનીએ આંતરિક રીતે આ નીતિનું પરીક્ષણ કર્યું છે અને તે આગામી થોડા અઠવાડિયામાં તમામ વપરાશકર્તાઓ માટે લાગુ કરી શકાય છે. કંપની નવી નીતિ સાથે પ્રીમિયમ એકાઉન્ટ્સને ચાર ઉપકરણો સુધી મર્યાદિત કરવા માંગે છે.

હોટસ્ટાર સૌથી આગળ

નોંધનીય છે કે Disney, Netflix, Amazon અને JioCinemaએ ભારતમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. મીડિયા પાર્ટનર્સ એશિયા અનુસાર, ભારતનું સ્ટ્રીમિંગ માર્કેટ 2027 સુધીમાં વધીને $7 બિલિયનનું ઉદ્યોગ બનવાની ધારણા છે. ડેટા દર્શાવે છે કે હોટસ્ટાર હાલમાં મહત્તમ વપરાશકર્તાઓની દ્રષ્ટિએ સૌથી આગળ છે અને હાલમાં લગભગ 50 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે.

રિસર્ચ ફર્મ મીડિયા પાર્ટનર્સ એશિયાએ જાહેર કર્યું છે કે ડિઝની હોટસ્ટાર જાન્યુઆરી 2022 અને માર્ચ 2023 વચ્ચે ભારતના સ્ટ્રીમિંગ માર્કેટમાં નંબર વન રહી. તેણે કુલ 38 ટકા વ્યુઅરશિપ કબજે કરી હતી.

Driverless Cars: ડ્રાઇવરલેસ કાર તૈયાર: ભારતીય વિદ્યાર્થીઓની મોટી સિદ્ધિ, ટેસ્લાને પડકાર.
WhatsApp Feature: વોટ્સએપમાં આવી રહ્યું છે ફેસબુક જેવું દમદાર ફીચર, બદલાશે પ્રોફાઇલનો લૂક, દરેક યુઝરને આવશે પસંદ
WhatsApp Security: ફ્રોડ મેસેજની હવે ખેર નહીં! WhatsApp અને Messengerમાં આવી રહ્યું છે આ ખાસ ‘ફ્રોડ એલર્ટ’ ફીચર
Digital Fraud: ડિજિટલ ફ્રોડ પર AIની લગામ: 1 વર્ષમાં ₹36,014 કરોડના ફ્રોડ બાદ બેંકોએ અપનાવી નવી ટેક્નોલોજી
Exit mobile version