Site icon News Continuous Bureau | Mumbai

Drone Delivery: હવે ઓર્ડર આપો અને સીધા આકાશમાંથી તમારા દરવાજા પર સામાન પહોંચશે! બેંગલુરુમાં ડ્રોનથી ડિલિવરી શરૂ

Drone Delivery: બેંગલુરુમાં ડ્રોનથી ડિલિવરી શરૂ, ઇ-કોમર્સમાં મોટો ફેરફાર

Drone Delivery Now Order and Get Your Items Delivered Straight from the Sky to Your Doorstep! Drone Delivery Begins in Bengaluru

Drone Delivery Now Order and Get Your Items Delivered Straight from the Sky to Your Doorstep! Drone Delivery Begins in Bengaluru

News Continuous Bureau | Mumbai

Drone Delivery: સ્કાઈ એર ફર્મે જણાવ્યું છે કે ડ્રોન ડિલિવરીની શરૂઆતથી બેંગલુરુમાં ઇ-કોમર્સ અને ક્વિક કોમર્સમાં આવનારા દિવસોમાં ઘણો ફેરફાર થવાનો છે. ઓર્ડર આપ્યાના થોડાજ સમયમાં આકાશમાંથી સીધા તમારા દરવાજા પર સામાન પહોંચશે. એટલે કે, સામાન બુક કર્યા પછીના દસ મિનિટની અંદર તમારા ઘરે ડિલિવરી થઈ જશે. હા, આઈટી હબ તરીકે ઓળખાતા બેંગલુરુમાં હવે સામાનની સીધી ડિલિવરી ડ્રોનથી આ રીતે થશે અને હવે તેની શરૂઆત થઈ ગઈ છે. આ પછી બેંગલુરુમાં ઇ-કોમર્સ સંપૂર્ણપણે બદલાઈ જવાની છે.

Join Our WhatsApp Channel

 

હાઇપરલોકલ ડ્રોન ડિલિવરી નેટવર્ક

અહીં તેની શરૂઆત હાઇપરલોકલ ડ્રોન ડિલિવરી નેટવર્ક સ્કાઈ એર દ્વારા અલ્ટ્રા ફાસ્ટ સેવા સાથે થઈ છે, જેના કારણે ગુરુગ્રામ પછી આ દેશનું બીજું શહેર બની ગયું છે. બિઝનેસ સ્ટાન્ડર્ડની રિપોર્ટ મુજબ, સ્કાઈ એર ફર્મે જણાવ્યું છે કે ડ્રોન ડિલિવરીની શરૂઆતથી બેંગલુરુમાં ઇ-કોમર્સ અને ક્વિક કોમર્સમાં આવતા દિવસોમાં ઘણો ફેરફાર થવાનો છે.

આ સમાચાર પણ વાંચો: Mission SCOT: ભારતીય અવકાશ ક્ષેત્રે દિગંતારાની મહત્વની યાત્રા, મિશન SCOTની સફળતા પર પ્રધાનમંત્રીએ અભિનંદન આપ્યાં

સ્કાઈ ફર્મના ફાઉન્ડર અને સીઈઓ

સ્કાઈ ફર્મના ફાઉન્ડર અને સીઈઓ અંકિત કુમારનું કહેવું છે કે ડ્રોન ડિલિવરીથી દૂરદર ના વિસ્તારોમાં સામાન પહોંચાડવામાં માત્ર કામને જ ઝડપ નહીં મળે પરંતુ કુશળ ઇકોસિસ્ટમ અને ટકાઉ બનાવવામાં ઘણી મદદરૂપ થશે.

 

ઇ-કોમર્સ કંપનીઓ સાથે સહકાર

ગૌરવની વાત છે કે આ ફર્મ SRL ડાયગ્નોસ્ટિક અને અપોલો હૉસ્પિટલ સાથે તેમજ ફ્લિપકાર્ટ, સ્વિગી અને ટાટા1એમજી જેવી ઇ-કોમર્સ (e-commerce) કંપનીઓ સાથે મળીને કામ કરી રહી છે. ડ્રોન દ્વારા કંપનીએ અત્યાર સુધી 7500 કિલોનો સામાન પહોંચાડ્યો છે, જેમાં 11500 કિલોમીટરની અંતર સાથે 2150 ઉડાણો શામેલ છે.

Orkut Social Media Relaunch આઇકોનિક સોશિયલ નેટવર્ક Orkut ની વાપસીના સંકેત, ફાઉન્ડર ઓરકુટ બ્યુકોક્તેને સમર્થકો પાસે માંગી મદદ
WhatsApp AI Smart Replies હવે લાંબાલાંબા મેસેજ ટાઈપ કરવાની ઝંઝટમાંથી મુક્તિ! WhatsApp લાવ્યું જાદુઈ AI ટૂલ એક ક્લિકમાં તૈયાર થશે પરફેક્ટ રિપ્લાય
DeepSeek Narrows AI Gap આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં નવી હોડ સિલિકોન વેલીનું એકચક્રી શાસન ડગમગ્યું, ચીનનું DeepSeek વૈશ્વિક લીડ મેળવવાની નજીક
Airplane Crash Axe In Cockpit બચાવ માટે રાખેલું હથિયાર જ બન્યું જીવલેણ! જાણો પ્લેનમાં રાખવામાં આવતી ‘ક્રેશ એક્સ’ પાછળની અસલ કહાની
Exit mobile version