Site icon

Financial Year End: ટેક્સ બચાવવાની છેલ્લી તક! આજે જ પૂર્ણ કરો આ ૬ મહત્વના નાણાકીય કામ, ભૂલ કરી તો પસ્તાવાનો વારો આવશે

Financial Year End: 31 માર્ચ 2026ની ડેડલાઇન પહેલા એડવાન્સ ટેક્સ, ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ અને PPF જેવા કામો પૂર્ણ કરવા અનિવાર્ય.

Financial Year End Complete these 6 essential tasks today to avoid heavy taxes and penalties.

Financial Year End Complete these 6 essential tasks today to avoid heavy taxes and penalties.

News Continuous Bureau | Mumbai

 નાણાકીય વર્ષ 2025-26 આજે એટલે કે 31 માર્ચ, 2026 ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. તમારી આર્થિક સુખાકારી અને ટેક્સ બચાવવા માટે કેટલીક સમયમર્યાદા વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. જો તમે બાકી રહેલા નાણાકીય કાર્યો આજે પૂર્ણ નહીં કરો, તો ભવિષ્યમાં તમારે ટેક્સ, વ્યાજ અથવા પેનલ્ટી ના સ્વરૂપમાં મોટું નુકસાન વેઠવું પડી શકે છે. તેથી, સમજદારી એમાં જ છે કે તમે આ કામો આજે જ પતાવી લો.

Join Our WhatsApp Community

એડવાન્સ ટેક્સની ગણતરી અને ચુકવણી

જો તમારી કુલ ટેક્સ જવાબદારી 10,000 રૂપિયાથી વધુ થતી હોય, તો તમારે વર્ષ દરમિયાન એડવાન્સ ટેક્સ ભરવો ફરજિયાત છે. ઘણા લોકો આ બાબતને નજરઅંદાજ કરે છે, પરંતુ તેમ કરવું મોંઘું પડી શકે છે. જો તમે સમયસર એડવાન્સ ટેક્સ જમા નથી કરાવ્યો, તો તમારે વ્યાજ ચૂકવવું પડી શકે છે. 31 માર્ચ સુધીમાં ટેક્સનો મોટો હિસ્સો જમા ન કરાવવા બદલ વધારાનું વ્યાજ પણ લાગી શકે છે. તેથી તરત જ ટેક્સ કેલ્ક્યુલેશન કરો અને બાકી રકમ ભરી દો.

આ સમાચાર પણ વાંચો : Ramayana Teaser Update: ‘રામાયણ’ના ટીઝરની લંબાઈ જાહેર: રણબીર કપૂરની ‘રામ’ તરીકેની ઝલકને CBFC એ આપી લીલી ઝંડી, જાણો ક્યારે થશે રિલીઝ

ટેક્સ સેવિંગ રોકાણ માટે છેલ્લી તક

જો તમે જૂની ટેક્સ વ્યવસ્થામાં છો, તો તમારી પાસે ટેક્સ બચાવવાની આ છેલ્લી તક છે. તમે PPF, ELSS, લાઈફ ઈન્સ્યોરન્સ, NSC અને ટેક્સ સેવિંગ FD જેવી યોજનાઓમાં રોકાણ કરીને ટેક્સમાં મોટી છૂટ મેળવી શકો છો. આ ઉપરાંત, NPS માં વધારાનું રોકાણ કરવાથી પણ અલગથી લાભ મળે છે. હેલ્થ ઈન્સ્યોરન્સ નું પ્રીમિયમ ભરવા પર પણ ટેક્સમાં રાહત મળે છે. આ તમામ વિકલ્પોનો લાભ લેવા માટે આજનો દિવસ અંતિમ છે.

PPF, સુકન્યા ખાતું અને અન્ય મહત્વની વિગતો

ઘણા લોકો PPF અથવા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવે છે, પરંતુ દર વર્ષે તેમાં ન્યૂનતમ રકમ જમા કરાવવાનું ભૂલી જાય છે. જો તમે ન્યૂનતમ રકમ જમા નહીં કરો તો તમારું ખાતું નિષ્ક્રિય થઈ શકે છે. તેને ફરીથી ચાલુ કરાવવા માટે પેનલ્ટી ભરવી પડશે. આ સિવાય, જો તમે વર્ષ દરમિયાન નોકરી બદલી હોય, તો નવા એમ્પ્લોયરને જૂના પગારની વિગતો આપવી જરૂરી છે જેથી ITR ભરતી વખતે ટેક્સની ગણતરી સાચી થઈ શકે. વળી, જો તમે બિઝનેસમેન હોવ તો MSME પેમેન્ટ સમયસર ક્લિયર કરો, અન્યથા ટેક્સમાં તે ખર્ચનો લાભ નહીં મળે.

 

Government’s Digital Strike:સોશિયલ મીડિયા પર સરકારનો કડક સકંજો! નવા IT નિયમો જાહેર, ટેક કંપનીઓની જોહુકમી પર લાગશે બ્રેક.
Iran Drone Attack: ગ્લોબલ ઓઈલ માર્કેટમાં ભૂકંપ: દુબઈ પોર્ટ પર ટેન્કર પર હુમલો થતા તેલના ભાવ વધવાની આશંકા, ઈરાન-કુવૈત વચ્ચે તણાવ આસમાને
US Iran Peace Talks: ટ્રમ્પનો ઈરાન અંગે મોટો ધડાકો: ‘નવા નેતાઓ સાથે વાતચીત ચાલુ, જલ્દી આવશે ગુડ ન્યૂઝ’
US Iran Conflict: ત્રીજા વિશ્વયુદ્ધની દસ્તક? ભારત આવતા વિમાન પર અમેરિકાનો હુમલો, ઈરાને આપી કડક ચેતવણી- “આ એક ‘વોર ક્રાઈમ’ છે!”
Exit mobile version