Site icon

અદભુત.. ગૂગલ એન્જિનિયરે બનાવ્યું જીવનની ફિલોસોફી સંબંધિત ચેટબૉટ, ભગવદ્ ગીતાથી રોજિંદી સમસ્યાઓના મળશે જવાબ.. જાણો કેવી રીતે

એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે વિકસિત ચેટબોટ ચેટ જીપીટી (ChatGPT) આજકાલ ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે. દરમિયાન સર્ચ ઈન્જીન ગૂગલના એક એન્જિનિયરે ગીતા જીપીટી નામનો ચેટબૉટ (Gita GPT) લોન્ચ કર્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ચેટબોટની મદદથી યૂઝર્સ તેમની દરરોજની સમસ્યાઓ વિશે ભગવદ્ ગીતાથી સલાહ-સૂચન મેળવી શકશે. ગીતાના આધારે તમારા પ્રશ્નોના જવાબ આપશે.

GitaGpt Discover the Wisdom of Bhagavad Gita with Gita GPT AI

અદભુત.. ગૂગલ એન્જિનિયરે બનાવ્યું જીવનની ફિલોસોફી સંબંધિત ચેટબૉટ, ભગવદ્ ગીતાથી રોજિંદી સમસ્યાઓના મળશે જવાબ.. જાણો કેવી રીતે

News Continuous Bureau | Mumbai

એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે વિકસિત ચેટબોટ ચેટ જીપીટી (ChatGPT) આજકાલ ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે. દરમિયાન સર્ચ ઈન્જીન ગૂગલના એક એન્જિનિયરે ગીતા જીપીટી નામનો ચેટબૉટ (Gita GPT) લોન્ચ કર્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ચેટબોટની મદદથી યૂઝર્સ તેમની દરરોજની સમસ્યાઓ વિશે ભગવદ્ ગીતાથી સલાહ-સૂચન મેળવી શકશે. ગીતાના આધારે તમારા પ્રશ્નોના જવાબ આપશે.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ બેંગલુરુ સ્થિત Google સોફ્ટવેર એન્જિનિયર સુકુરુ સાઈ વિનીથે ગીતા GPT ચેટબૉટ વિકસાવ્યું છે, જે ભગવદ ગીતાથી પ્રેરિત છે. તે GPT-3 પર આધારિત પ્રોગ્રામ છે. વિનીતે ટ્વિટર પર આ વિશે એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં તેમણે લખ્યું છે કે જ્યારે તમે ભગવદ ગીતા અથવા ભગવાન કૃષ્ણ સાથે વાત કરશો ત્યારે શું થશે? ભગવાન કૃષ્ણનું પવિત્ર ગીત હવે તમારા હાથમાં છે. 21મી સદીમાં આપનું સ્વાગત છે.

આ સમાચાર પણ વાંચો : ત્રિપુરા ચૂંટણી: PM મોદી આજે કરશે આ રાજ્યની મુલાકાત, અંબાસા અને ગોમતીમાં વિજય સંકલ્પ રેલીને સંબોધશે

જો તમે આ ચેટબોટ પર જાઓ અને રોજિંદી સમસ્યાઓ વિશે પ્રશ્નો પૂછો, તો આ ટેક્નોલોજી તમને ભગવદ ગીતાના આધારે જવાબો આપે છે. ગીતા GPT ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ GPT-3 દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. તમારી સમસ્યાઓનો જવાબ સીધો ભગવદ ગીતામાંથી મળશે. માત્ર મોટી ટેક કંપનીઓ જ નહીં પણ સ્ટાર્ટ-અપ્સ અને ડેવલપર્સ પણ આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે અને AI ચેટબોટ્સ વિકસાવવા માટે વિચારી રહ્યા છે.

ભગવદ્ ગીતા એ મહાભારતના યુદ્ધ દરમ્યાન અર્જુન અને તેના સારથી શ્રી કૃષ્ણ વચ્ચેના સંવાદ પર આધારિત પુસ્તક છે. ગીતામાં જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિ યોગ અને રાજયોગની વિસ્તૃત ચર્ચા કરી છે. ગીતામાં ભગવાને મનુષ્યને કામ કરવા પ્રેરિત કરતી વખતે તેનું મહત્વ સમજાવ્યું છે. ગીતામાં માનવજીવનનો સાર સમજાવવામાં આવ્યો છે. તેમાં 18 અધ્યાય અને 700 શ્લોક છે.

આ સમાચાર પણ વાંચો :  જ્યાં સુધી પાકિસ્તાન ભારતની આ શરતોનું પાલન નહીં કરે, ત્યાં સુધી નહીં થાય વાતચીત!

Croma Republic Day Sale 2026: ક્રોમાનો સૌથી મોટો ધડાકો! iPhone 17 ની કિંમત જાણીને તમે પણ ખરીદવા દોડશો; iPhone 15 અને Samsung S-Series પર મળી રહી છે સીધી ₹25,000 સુધીની બચત.
NASA: સ્પેસ સ્ટેશનના ઈતિહાસમાં પ્રથમવાર: એક અવકાશયાત્રીની તબિયત બગડતા 4 સભ્યોને અધવચ્ચેથી પૃથ્વી પર પાછા તેડાવ્યા
Gmail: કરી રહ્યું છે તમારી જાસૂસી? પ્રાઈવસી બચાવવા માટે તરત બંધ કરો આ 2 સેટિંગ્સ, નહીંતર AI વાંચી લેશે તમારા અંગત ઈમેલ
Aadhaar App: આધાર નો નવો અવતાર: નંબર શેર કર્યા વગર જ થશે વેરિફિકેશન, આધાર એપના આ ‘જોરદાર’ ફીચર વિશે જાણી લો.
Exit mobile version