Site icon News Continuous Bureau | Mumbai

ગોદરેજનું AC લોન્ચ, ઉનાળામાં ઠંડી અને શિયાળામાં ગરમ હવા, જાણો કિંમત

ગોદરેજ હોટ એન્ડ કોલ્ડ એસી ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તમે ઠંડીમાં પણ આ AC નો ઉપયોગ કરી શકો છો. કંપનીના આ એસીમાં 5-ઇન-1 કન્વર્ટિબલ ટેક્નોલોજીનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સિવાય યુઝરને 5 અલગ-અલગ લેવલ પર કૂલિંગ સેટ કરવાનો ઓપ્શન પણ મળે છે.

Godrej launches Hot and Cold AC at Rs 65,900

ગોદરેજનું AC લોન્ચ, ઉનાળામાં ઠંડી અને શિયાળામાં ગરમ હવા, જાણો કિંમત

ગોદરેજ એપ્લાયન્સીસે ભારતમાં ગોદરેજ હોટ એન્ડ કોલ્ડ એર કંડિશનર્સ લોન્ચ કર્યા છે. ગોદરેજનું આ ઓલ-વેધર એસી 1.5 ટન કેપેસિટી સાથે આવે છે. તેને 3-સ્ટાર એનર્જી એફિશિયન્સી રેટિંગ આપવામાં આવ્યું છે. આમાં 5-ઇન-1 કન્વર્ટિબલ ટેક્નોલોજીનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. આની મદદથી યુઝર્સ 5 અલગ-અલગ કૂલિંગ લેવલ પસંદ કરી શકે છે.

ગોદરેજ હોટ અને કોલ્ડ એસીની કિંમત અને સેલ

ગોદરેજ હોટ એન્ડ કોલ્ડ એસી 65,900 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. તે સમગ્ર ભારતમાં તમામ અગ્રણી સ્ટોર્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે આ AC ટૂંક સમયમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ગોદરેજ AC 1 વર્ષની કંપ્રેહેંસિવ વોરંટી સાથે આવે છે. જ્યારે આ AC 5 વર્ષની PCB વોરંટી અને 10 વર્ષની કોમ્પ્રેસર વોરંટી સાથે આવે છે.

Join Our WhatsApp Channel

ગોદરેજ હોટ અને કોલ્ડ એસી ફીચર્સ

નામ સૂચવે છે તેમ ગોદરેજ હોટ અને કોલ્ડ એસી ઠંડી અને ગરમ બંને હવા આપે છે. આ કારણે તે તમામ હવામાન પરિસ્થિતિઓમાં ઉપયોગ કરી શકાય છે. કંપનીના જણાવ્યા અનુસાર, AC 50 ડિગ્રી જેટલું ઊંચું અને -7 ડિગ્રી જેટલું ઓછું તાપમાન સંભાળી શકે છે.

આ સમાચાર પણ વાંચો: ના હોય… આટલા ટકા વૃદ્ધોને વધારે ખર્ચનો સતાવી રહ્યો છે ડર, 35% મેડિકલ ઇમરજન્સીનો ખર્ચ ઉઠાવવા અક્ષમ.. રિપોર્ટમાં થયો ખુલાસો

ગોદરેજના આ એસીમાં ટ્વિન રોટરી ઇન્વર્ટર કોમ્પ્રેસર આપવામાં આવ્યું છે. આ રેફ્રિજન્ટ ફ્લો એફિશિયન્ટ રાખે છે. તેમાં ક્વિક ડિફ્રોસ્ટ ટેક્નોલોજી પણ આપવામાં આવી છે. આ ડિફ્રોસ્ટ સર્કલને ઘટાડે છે. 5-ઇન-1 કન્વર્ટિબલ ટેક્નોલોજી સાથે, યુઝર્સને 5 અલગ-અલગ કૂલિંગ લેવલ મળે છે.

આની મદદથી, તમે જરૂરિયાત મુજબ કૂલિંગ અથવા હીટિંગ સેટ કરી શકો છો. આમાં, રૂમમાં હાજર લોકોની સંખ્યા અને પર્સનલ ટેમ્પરેચરની પસંદગી પણ સેટ કરી શકાય છે. અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં નેનો કોટેડ એન્ટી વાયરલ ફિલ્ટર આપવામાં આવ્યું છે. આ અંગે કંપનીનો દાવો છે કે તે હવામાંથી 99.9% વાયરલ પાર્ટિકલ્સને દૂર કરે છે અને કઝ્યુમરને સિક્યોરિટી આપે છે.

તેમાં 100 ટકા કોપર કોઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું છે કે આ AC ઇકો-ફ્રેન્ડલી R32 રેફ્રિજન્ટ સાથે આવે છે. જેના કારણે ઓઝોનને નુકસાન થતું નથી.

આ સમાચાર પણ વાંચો: નેટફ્લિક્સે BoAt સાથે મળીને ઇયરબડ્સ સહિત અનેક ઓડિયો પ્રોડક્ટ્સ કરી લોન્ચ, જાણો વિશેષતા
iPhone Duo Screen Crack Issue લાખો રૂપિયા ખર્ચ્યા છતાં આઈફોન ડ્યુઓની સ્ક્રીનમાં તિરાડો પડી ગઈ! એપલના નવા ડિવાઇસમાં શું થઈ ગઈ મોટી ભૂલ? જાણો સંપૂર્ણ વિગત
AI Bubble Concerns શું છે AI બબલ? અબજો ડોલરનું આંધળું રોકાણ, જમીની વાસ્તવિકતા અને ભવિષ્યની મોટી કટોકટી
Instagram New Creator Features રીલ્સ બનાવનારાઓ માટે જેકપોટ! ઇન્સ્ટાગ્રામના આ ૩ નવા ફીચર્સથી કમાણી બમણી થશે યુટ્યુબ પડ્યું ચિંતામાં…
Microsoft Voluntary Separation Offer AI ખાઈ ગયું નોકરીઓ? માઇક્રોસોફ્ટનો વોલન્ટરી એક્ઝિટ પ્રોગ્રામ… કર્મચારીઓ આ તારીખ સુધી સ્વેચ્છાએ છોડી શકશે કંપની
Exit mobile version