News Continuous Bureau | Mumbai
EV Car ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરનારાઓ માટે આ સૌથી મોટી અને રાહત આપનારી ખબર છે. હવે તમારે તમારી ઈવીને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન પર ઊભા રહેવાની જરૂર નથી. ફ્રાન્સમાં દુનિયાનો પહેલો એવો હાઈવે તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં તમારી કાર રસ્તા પર દોડતી વખતે જ વાયરલેસ રીતે ચાર્જ થશે. પેરિસ નજીકના A10 મોટરવે પર 1.5 કિલોમીટર લાંબો આ રસ્તો પ્રાયોગિક ધોરણે કાર્યરત કરવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટને ‘ચાર્જ એઝ યુ ડ્રાઇવ’ એવું નામ આપવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિક વાહનોના ભવિષ્ય માટે આ એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પડાવ માનવામાં આવે છે.
કેવી રીતે કામ કરશે આ ટેકનોલોજી?
અનેક સંસ્થાઓએ ભેગા મળીને આ યોજના વિકસાવી છે. ફ્રાન્સમાં A10 હાઈવે 1.5 કિલોમીટર લાંબો છે, જેમાં રસ્તાની અંદર કોઇલ લગાવવામાં આવ્યા છે. આ કોઇલ પરથી જ્યારે ઇલેક્ટ્રિક કાર પસાર થશે ત્યારે ચાર્જિંગ થશે. ટેસ્ટમાં આ પ્રયોગ સફળ થયો છે. તેની મહત્તમ શક્તિ 300 કિલોવોટથી વધુ છે અને સરેરાશ ઊર્જા ટ્રાન્સફર ક્ષમતા 200 કિલોવોટ જેટલી જોવા મળી છે.
વાહનોને ચાર્જિંગ સ્ટેશન પર ઊભા રહેવાની જરૂર નહીં
જ્યારે કોઈ પણ વાહન રસ્તાની નીચે લગાવેલા ઇલેક્ટ્રોમેગ્નેટિક કોઇલ પરથી પસાર થશે, ત્યારે ચુંબકીય ક્ષેત્રના માધ્યમથી વીજળી વાહન પર લાગેલા રિસીવર સુધી પહોંચશે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે વાહનોને ચાર્જિંગ માટે ચાર્જિંગ સ્ટેશન પર ઊભા રાખવાની કોઈ જરૂર નહીં પડે.
આ સમાચાર પણ વાંચો : Bihar Elections: એકનાથ શિંદેનો બિહારના મતદારોને સ્પષ્ટ સંદેશ “બિહારમાં ફરી જંગલરાજ ન ખપે!” વિપક્ષ પર આકરા પ્રહાર.
વીજળીના આદાન-પ્રદાનનું નિયંત્રણ
રસ્તાની નીચે લગાવેલા ટ્રાન્સમિટ કોઇલ અને રિસીવર કોઇલ વચ્ચે વીજળીના આદાન-પ્રદાનને સેન્સર અને સોફ્ટવેરના માધ્યમથી વાસ્તવિક સમયમાં નિયંત્રિત કરી શકાય છે. આ ટેકનોલોજી લાંબા અંતરની ઇલેક્ટ્રિક મુસાફરીને વધુ સરળ અને અસરકારક બનાવશે.
