Site icon News Continuous Bureau | Mumbai

Apple Security Warning: Apple પ્રોડક્ટ્સ પર હેકર્સની નજર! ભારત સરકારની ‘ક્રિટિકલ’ વોર્નિંગ; તમારા ફોન અને લેપટોપને સુરક્ષિત રાખવા અપનાવો આ રીત.

સરકારી એજન્સી CERT-In એ એપલના સોફ્ટવેરમાં શોધી મોટી ખામીઓ, ડિવાઇસનો એક્સેસ મેળવી ડેટા ચોરી શકે છે હેકર્સ.

Apple Security Warning Apple પ્રોડક્ટ્સ પર હેકર્સની નજર! ભારત સરકારની ‘ક્રિટિકલ’

Apple Security Warning Apple પ્રોડક્ટ્સ પર હેકર્સની નજર! ભારત સરકારની ‘ક્રિટિકલ’

News Continuous Bureau | Mumbai
Apple Security Warning ભારત સરકારની નોડલ સાયબર સુરક્ષા એજન્સી ‘કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ’ (CERT-In) એ સ્માર્ટફોન, ટેબ્લેટ અને કોમ્પ્યુટર યુઝર્સ માટે એક મહત્વની એડવાઇઝરી જાહેર કરી છે. આ ચેતવણી ખાસ કરીને એપલના ડિવાઇસ વાપરતા યુઝર્સ માટે છે. એજન્સીના જણાવ્યા અનુસાર, એપલના વિવિધ ઓપરેટિંગ સિસ્ટમમાં ગંભીર ખામીઓ જોવા મળી છે, જેનો ફાયદો ઉઠાવીને હેકર્સ તમારા ડિવાઇસ પર સંપૂર્ણ કબજો જમાવી શકે છે.

કયા ડિવાઇસ અને વર્ઝન પર છે સૌથી વધુ જોખમ?

સરકારી એજન્સી મુજબ, આ ખામીઓની અસર એપલના નીચે મુજબના ઓપરેટિંગ સિસ્ટમ પર જોવા મળી છે:
macOS: જૂના વર્ઝન ૧૩.૫, ૧૪.૨ અને ૧૪.૩.
iOS અને iPadOS: ૧૫.૮.૭ થી જૂના તમામ વર્ઝન, આ ઉપરાંત ૧૬.૭.૫, ૧૬.૭.૧૫ અને ૧૭.૩ વર્ઝન.
જો તમે તમારા આઈફોન કે આઈપેડમાં હજુ પણ આ જૂના વર્ઝન વાપરી રહ્યા છો, તો હેકર્સ રિમોટલી તમારા ડિવાઇસમાં ઘૂસીને ખાનગી ડેટાની ચોરી કરી શકે છે અથવા માલવેર ઇન્સ્ટોલ કરી શકે છે.

Join Our WhatsApp Channel

શું હોય છે વલ્નરેબિલિટીઝ અને તે કેવી રીતે નડે છે?

વલ્નરેબિલિટીઝ એટલે સોફ્ટવેર કે કોમ્પ્યુટર સિસ્ટમમાં રહેલી એવી નબળાઈ કે ખામી, જેનો ઉપયોગ સાયબર ગુનેગારો દરવાજાની જેમ કરે છે. CERT-In ના રિપોર્ટ મુજબ, હેકર્સ આ નબળાઈનો ઉપયોગ કરીને યુઝરની જાણ બહાર ડિવાઇસનો એક્સેસ મેળવી શકે છે. ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ જાહેર થયેલી આ એડવાઇઝરીમાં સ્પષ્ટ જણાવાયું છે કે આ ખામીઓ સુરક્ષાની દ્રષ્ટિએ ‘હાઈ રિસ્ક’ શ્રેણીમાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Ketu Nakshatra Transit 2026: માર્ચના અંતમાં કેતુનો મોટો ધડાકો! નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના શરૂ થશે ‘અચ્છે દિન’; કિસ્મતનો સાથ મળતા થશે ધનવર્ષા.

બચાવનો એકમાત્ર રસ્તો: તરત જ કરો સોફ્ટવેર અપડેટ

CERT-In એ તમામ એપલ યુઝર્સને સલાહ આપી છે કે તેઓ પોતાના ડિવાઇસને કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ (OS) સાથે તરત જ અપડેટ કરી લે.
કેવી રીતે અપડેટ કરશો: આઈફોન કે આઈપેડ યુઝર્સે સેટિંગ્સ (Settings) માં જઈને જનરલ (General) અને ત્યારબાદ સોફ્ટવેર અપડેટ (Software Update) માં જઈને લેટેસ્ટ વર્ઝન ચેક કરવું જોઈએ.
મહત્વ: ડિવાઇસને હંમેશા લેટેસ્ટ સિક્યુરિટી પેચ સાથે અપ ટુ ડેટ રાખવાથી આવા સાયબર હુમલાઓનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.

Anthropic Claude Hacks ChatGPT AI એ જ કરી દીધો AI પર એટેક! એન્થ્રોપિકના Claude ની મદદથી હેક થઈ ગયું ChatGPT, સામે આવ્યા મોટા સિક્યોરિટી લૂપહોલ્સ
AI Intelligence Evolution માણસ જ્યાં અટક્યો ત્યાંથી AI શરૂ થશે! બુદ્ધિના નવા સ્વરૂપો શોધવા માટે તૈયાર થઈ રહી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
Tata Inks Deals With Global Firms સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬ ટાટા ગ્રૂપે ૧૬ વિદેશી કંપનીઓ સાથે કરી ઐતિહાસિક ડીલ, હવે ભારત બનાવશે વિશ્વની સૌથી એડવાન્સ્ડ માઇક્રોચિપ
Made In India iPhone 18 Pro Series Launch ‘મેડ ઇન ઇન્ડિયા’ iPhone 18 Pro સિરીઝની વૈશ્વિક બજારમાં ધમાકેદાર એન્ટ્રી ટાટા અને ફોક્સકોને બદલી દુનિયાની સપ્લાય ચેઈન
Exit mobile version