Site icon

ફટકો / 1 જુલાઈથી ટૂ-વ્હીલર થઈ શકે છે મોંઘા, ભાવ વધારવાના મૂડમાં કંપનીઓ

જો તમે ટુ-વ્હીલર ખરીદવાની બનાવી રહ્યા હોવ તો જૂનમાં જ ખરીદી લો. કારણ કે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે 1 જુલાઈથી ટુ-વ્હીલરની કિંમતમાં વધારો થઈ શકે છે

Hit / Two-wheelers may become expensive from July 1, companies in mood to hike prices

Hit / Two-wheelers may become expensive from July 1, companies in mood to hike prices

News Continuous Bureau | Mumbai

Vehicle rates increase: જો તમે ટુ-વ્હીલર (Two Wheeler) ખરીદવાની બનાવી રહ્યા હોવ તો જૂનમાં જ ખરીદી લો. કારણ કે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે 1 જુલાઈથી ટુ-વ્હીલરની કિંમતમાં વધારો થઈ શકે છે. જાણકારી મુજબ, મોટરસાઇકલ અને સ્કૂટરની કિંમતમાં 3000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવી શકે છે. મોટર કોર્પના અધિકારીઓએ જણાવ્યું કે, કાચા માલના ભાવમાં વધારાને જોતા જુલાઇથી ટુ-વ્હીલર સ્કૂટર અને બાઇક બંનેની કિંમતોમાં વધારો થવાની ધારણા છે.

Join Our WhatsApp Community

કાચા માલના ભાવમાં વધારાનું આ છે કારણ

ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કાચા માલના ઊંચા ભાવને કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે, જેના કારણે વાહનોની કિંમતોમાં વધારો થવાનો છે. જોકે, અત્યાર સુધી કોઈપણ કંપનીએ સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત કરી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, વધેલી કિંમતો 1 જુલાઈ પહેલા જાહેર કરવામાં આવશે. જેથી ગ્રાહકોને કોઈ મૂંઝવણ ન થાય. આપને જણાવી દઈએ કે, વધારાની ચોક્કસ રકમ ચોક્કસ મોડલ અને બજાર પર નિર્ભર રહેશે.

સુઝુકીએ પણ આશંકા વ્યક્ત કરી

આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે પણ સુઝુકીએ તેના વાહનોના ભાવમાં 3000 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. આ વખતે પણ સુઝુકીના અધિકારીઓ કહી રહ્યા છે કે, ફરી એકવાર કિંમત વધારવી પડશે. સુઝુકીએ જણાવ્યું છે કે, તે ઈનપુટ કોસ્ટમાં થયેલા વધારાની ભરપાઈ કરવા માટે મહિના દરમિયાન કિંમતોમાં વધારો કરશે. કાર ઉત્પાદકોએ તેમના વાહનોની કિંમતો વધારવા પાછળ દલીલ કરી હતી કે, કાચા માલની કિંમતમાં વધારાને કારણે ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થયો છે. જેના કારણે ટુ વ્હીલરના ભાવમાં ફરી એકવાર વધારો કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે, હાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોંઘવારીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે વાહનોમાં ભાવ વધારો સામાન્ય લોકોને મોટી અસર કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો:  નાના જંતુના ડંખની વિચિત્ર અસર; માંસાહારી માણસ શાકાહારી બન્યો


Apple iPhone Pocket: Appleનો નવો ‘નખરો’: iPhone રાખવા માટે રજૂ કર્યું મોંઘું પોકેટ! કિંમત સાંભળીને યુઝર્સના હોશ ઉડી જશે
WhatsApp Username: WhatsApp યુઝર્સ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર; જલ્દી આવશે ‘આ’ નવી સુવિધા
New Aadhaar App: નવીન આધાર ઍપમાં હવે ચહેરો પણ સ્કૅન થશે, તમારી ઓળખ ડિજિટલી પૂરવાર થશે
Spider web: સંશોધકો પણ ચોંકી ગયા! અહીં મળ્યું દુનિયાનું સૌથી મોટું કરોળિયાનું જાળું, અંદરનું રહસ્ય જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!
Exit mobile version