Site icon

Laptop Care : શું લેપટોપનો ઉપયોગ કરતી વખતે બેટરી ઝડપથી ઉતરી જાય છે? તરત જ સેટિંગ્સમાં આ ફેરફારો કરો.. દૂર થઈ જશે મુશ્કેલ

Laptop Care :​ આજકલ ઓફિસ અને સ્કૂલ-કોલેજમાં લેપટોપનો ઉપયોગ વધી ગયો છે. વધારે કામ કરવાને કારણે ઘણી વાર લો બેટરીની સમસ્યા આવે છે. જેને કારણે વારંવાર ચાર્જિગ પોઈન્ટ શોધીને લેપટોપ બેટરી ચાર્જ કરવી પડે છે. જો તમારે આ સમસ્યામાંથી મુક્ત થવુ હોય તો સેટિંગ્સમાં આ ફેરફારો કરો…

How To Increase Your Laptop Battery Life Know Simple Settings

How To Increase Your Laptop Battery Life Know Simple Settings

News Continuous Bureau | Mumbai

Laptop Care :​ આપણે બધા આજકાલ લેપટોપનો ઘણો ઉપયોગ કરીએ છીએ. ઓફિસનું કામ હોય કે ગેમિંગ માટે, લેપટોપ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપકરણ બની ગયું છે. આજકાલ આપણે લેપટોપ પર ખૂબ નિર્ભર છીએ, તેથી જો લેપટોપ અચાનક બંધ થઈ જાય, તો તે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી, જો આટલા વપરાશ દરમિયાન લેપટોપનું બેટરી બેકઅપ ખરાબ થઈ જાય, તો ઘણી સમસ્યાઓ આવી શકે છે. તો જો તમે પણ લેપટોપના બેટરી બેકઅપથી પરેશાન છો, તો આજે અમે એવી જ કેટલીક ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને લેપટોપના બેટરી બેકઅપને સુધારવામાં મદદ કરી શકે છે.

Join Our WhatsApp Community

Laptop Care :​ બેકગ્રાઉન્ડ એપ્લિકેશન્સ બેટરીને ડ્રેઇન કરે છે

ઘણી વખત આપણે લેપટોપ પર બેકગ્રાઉન્ડ એપ્સ ચાલુ રાખીએ છીએ. તેનાથી લેપટોપની બેટરી વધુ ઝડપથી ઉતરી જાય છે. આ સમયે, જો તમારા લેપટોપ પર બેકગ્રાઉન્ડ એપ્સ ચાલી રહી હોય, તો તેને બંધ કરો.
આ એપ્સને બંધ કરવા માટે તમારે ટાસ્કબાર પર રાઈટ ક્લિક કરવું પડશે. પછી ટાસ્ક મેનેજર પર જાઓ. આ પછી, તમે જે એપ્લિકેશનને બંધ કરવા માંગો છો તેના પર રાઇટ ક્લિક કરો. પછી End Task પર ક્લિક કરો.

Laptop Care :​ સ્ટાર્ટઅપ એપ્લિકેશન્સને અક્ષમ કરો

લેપટોપમાં સ્ટાર્ટઅપ એપ્લીકેશન પણ બેટરી પર ઘણું દબાણ લાવે છે. આ સાથે, સિસ્ટમનો બુસ્ટ ટાઈમ પણ વધે છે. તો આ એપ્સને ડિસેબલ કરવા માટે તમારે ટાસ્ક મેનેજર પાસે જવું પડશે. પછી સ્ટાર્ટઅપ એપ્સ પર ટેપ કરો અને એપ પર રાઇટ ક્લિક કરો, પછી એપને ડિસેબલ કરો.

આ સમાચાર પણ વાંચો: 3 idiots : શું રેંચો, રાજુ અને ફરહાન ફરી સ્ક્રીન પર મચાવશે ધમાલ? 3 ઈડિયટ્સ ની સિક્વલનું મોટું અપડેટ આવ્યું સામે

Laptop Care :​ ડિસ્પ્લેની બ્રાઇટનેસ પર પણ ધ્યાન આપો

લેપટોપ ડિસ્પ્લેની બ્રાઈટનેસ પર ધ્યાન આપો, કારણ કે જો ડિસ્પ્લે પરની બ્રાઈટનેસ વધારે હશે તો લેપટોપની બેટરીનો વધુ ઉપયોગ થશે. આ માટે તમારે વિન્ડોઝ કી અને A દબાવવું પડશે. પછી એક્શન સેન્ટર પર આપવામાં આવેલ સ્લાઇડર વડે બ્રાઇટનેસને એડજસ્ટ કરો.

Laptop Care :​ બ્લૂટૂથ અને Wi-Fi બંધ કરો

જો જરૂરી ન હોય, તો તમારે બ્લૂટૂથ અને Wi-Fi બંધ કરવાની જરૂર પડી શકે છે. આના કારણે લેપટોપ પર ઘણી બધી બેટરી ડ્રેઇન થાય છે. તેને એક્શન સેન્ટરમાંથી પણ અક્ષમ કરી શકાય છે.

Laptop Care :​ બેટરી સેવર પણ મદદ કરશે

જો લેપટોપની બેટરી ઓછી છે અને તેને ચાર્જ કરવાની કોઈ રીત નથી તો તમારે લેપટોપનો બેટરી સેવર ઓપ્શન ઓન કરવો પડશે. આમ કરવાથી તમે બેટરીનો થોડો ઘણો ઉપયોગ કરી શકો છો.

Croma Republic Day Sale 2026: ક્રોમાનો સૌથી મોટો ધડાકો! iPhone 17 ની કિંમત જાણીને તમે પણ ખરીદવા દોડશો; iPhone 15 અને Samsung S-Series પર મળી રહી છે સીધી ₹25,000 સુધીની બચત.
NASA: સ્પેસ સ્ટેશનના ઈતિહાસમાં પ્રથમવાર: એક અવકાશયાત્રીની તબિયત બગડતા 4 સભ્યોને અધવચ્ચેથી પૃથ્વી પર પાછા તેડાવ્યા
Gmail: કરી રહ્યું છે તમારી જાસૂસી? પ્રાઈવસી બચાવવા માટે તરત બંધ કરો આ 2 સેટિંગ્સ, નહીંતર AI વાંચી લેશે તમારા અંગત ઈમેલ
Aadhaar App: આધાર નો નવો અવતાર: નંબર શેર કર્યા વગર જ થશે વેરિફિકેશન, આધાર એપના આ ‘જોરદાર’ ફીચર વિશે જાણી લો.
Exit mobile version