Site icon

ભારતમાં HPના સૌથી પાવરફુલ ગેમિંગ લેપટોપની એન્ટ્રી, કિંમત જાણીને તમને થશે આશ્ચર્ય

HPના નવા લેપટોપમાં 2560×1440 પિક્સેલ રિઝોલ્યુશન સાથે 17.3-ઇંચ ક્વાડ HD+ IPS LCD ડિસ્પ્લે છે. ડિસ્પ્લે 300 nits પીક બ્રાઈટનેસ અને 240Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે.

News Continuous Bureau | Mumbai

જો તમે ગેમિંગના શોખીન છો તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. HP એ તેનું પ્રીમિયમ ગેમિંગ લેપટોપ HP OMEN 17 ભારતમાં લોન્ચ કર્યું છે. દેશનું આ પહેલું આવું લેપટોપ છે જેને NVIDIA GeForce RTX 4080 GPU આપવામાં આવ્યું છે, જે પ્રોફેશનલ ગેમર્સ માટે ખાસ છે. તે જ સમયે, લેપટોપ 13th Gen Intel Core i9 પ્રોસેસરથી સજ્જ છે. ચાલો જાણીએ લેપટોપના ફીચર્સ અને તેની કિંમત વિશે.

Join Our WhatsApp Community

લેપટોપ ડ્યુઅલ-માઈક્રોફોન સેટઅપથી સજ્જ

HPના નવા લેપટોપમાં 2560×1440 પિક્સેલ રિઝોલ્યુશન સાથે 17.3-ઇંચ ક્વાડ HD+ IPS LCD ડિસ્પ્લે છે. ડિસ્પ્લે 300 nits પીક બ્રાઈટનેસ અને 240Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. 13th Gen Intel Core i9 પ્રોસેસરથી સજ્જ 24-કોર CPU સાથેના લેપટોપમાં 32GB DDR5 રેમ અને 1TB SSD ઇન્ટરનલ સ્ટોરેજ છે. આ ઉપરાંત, લેપટોપમાં વિડિઓ કૉલ્સ માટે ડ્યુઅલ-માઈક્રોફોન સેટઅપ સાથે HD વાઈડ વિઝન 720p કેમેરા છે.

આ સમાચાર પણ વાંચો : રેસિપી / ત્રિકોણ સમોસા ખાઈને કંટાળી ગયા છો, તો ટ્રાય કરો આ પોટલી સમોસા

લેપટોપની કિંમત

બીજી બાજુ, લેપટોપ 330W ચાર્જિંગ સાથે 83Wh લિ-આયન પોલિમર બેટરી દ્વારા ઓપરેટેડ છે. આ ઉપરાંત, લેપટોપમાં સ્પિડી ઇન્ટરનેટ સ્પીડ માટે કનેક્ટિવિટી માટે WiFi 6E, Thunderbolt 4 Type-C પોર્ટ, 3 USB Type-A પોર્ટ, HDMI પોર્ટ, એક Mini DisplayPort પોર્ટ અને RJ-45 પોર્ટ પણ છે. ભારતમાં આ નવા HP લેપટોપની કિંમત 2,69,990 રૂપિયા છે, જેને તમે Omen પ્લેગ્રાઉન્ડ સ્ટોર્સ, HP વર્લ્ડ સ્ટોર્સ અને HP ઓનલાઈન સ્ટોર પરથી ખરીદી શકો છો. 

Croma Republic Day Sale 2026: ક્રોમાનો સૌથી મોટો ધડાકો! iPhone 17 ની કિંમત જાણીને તમે પણ ખરીદવા દોડશો; iPhone 15 અને Samsung S-Series પર મળી રહી છે સીધી ₹25,000 સુધીની બચત.
NASA: સ્પેસ સ્ટેશનના ઈતિહાસમાં પ્રથમવાર: એક અવકાશયાત્રીની તબિયત બગડતા 4 સભ્યોને અધવચ્ચેથી પૃથ્વી પર પાછા તેડાવ્યા
Gmail: કરી રહ્યું છે તમારી જાસૂસી? પ્રાઈવસી બચાવવા માટે તરત બંધ કરો આ 2 સેટિંગ્સ, નહીંતર AI વાંચી લેશે તમારા અંગત ઈમેલ
Aadhaar App: આધાર નો નવો અવતાર: નંબર શેર કર્યા વગર જ થશે વેરિફિકેશન, આધાર એપના આ ‘જોરદાર’ ફીચર વિશે જાણી લો.
Exit mobile version