Site icon News Continuous Bureau | Mumbai

ISRO Income Tax:ટેક્સ ચોરો પર હવે આકાશમાંથી નજર: ISRO ના સેટેલાઈટ પકડશે ખેતીના નામે ‘કાળા ખેલ’

ISRO Income Tax:આવકવેરા વિભાગ અને ISRO વચ્ચે MoU; હાઈ-રેઝોલ્યુશન ઈમેજરી અને જિયો-મેપિંગ દ્વારા ખેતીના ખોટા દાવાઓનો થશે પર્દાફાશ, છેલ્લા ૩ વર્ષનો રેકોર્ડ તપાસાશે.

Income Tax Dept Joins Hands with ISRO: High-Resolution Satellites to Track Fake Agriculture Income and Curb Money Laundering

Income Tax Dept Joins Hands with ISRO: High-Resolution Satellites to Track Fake Agriculture Income and Curb Money Laundering

News Continuous Bureau | Mumbai
ISRO Income Tax: ભારતમાં ખેતીની આવક ટેક્સ ફ્રી હોવાનો લાભ ઉઠાવીને કરોડો રૂપિયાનું કાળું નાણું સફેદ કરનારાઓ માટે હવે મુશ્કેલીના દિવસો શરૂ થયા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) અને ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) થયા છે. આ અંતર્ગત ઈસરો તેના આધુનિક સેટેલાઈટ દ્વારા જમીન પરની ખેતીની ચોક્કસ વિગતો પૂરી પાડશે, જેના આધારે આવકવેરા વિભાગ ટેક્સ ચોરી પકડશે.

સેટેલાઈટ કેવી રીતે પકડશે જૂઠાણું?

 આ નવી વ્યવસ્થા મુજબ, ISRO આવકવેરા વિભાગને હાઈ-રેઝોલ્યુશન સેટેલાઈટ ઈમેજરી અને જિયો-મેપિંગ ડેટા પૂરો પાડશે. જ્યારે કોઈ કરદાતા કરોડોની ખેતીની આવક બતાવશે, ત્યારે આવકવેરા વિભાગ તે ચોક્કસ જમીનના લોકેશનની સેટેલાઈટ ઈમેજ મંગાવશે. આ ડેટા દ્વારા નીચેની બાબતો સ્પષ્ટ થશે:
શું તે જમીન પર ખરેખર પાક લેવામાં આવ્યો હતો કે તે સૂકી હતી?
પાકની પેટર્ન અને જમીનનો પ્રકાર શું છે?
શું તે જમીન ખેતી લાયક છે કે ત્યાં કોઈ બાંધકામ થયેલું છે?

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Mumbai BMC Anti-Encroachment Drive:મુંબઈમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશમાં રાજકીય રોડા: કોંગ્રેસના કોર્પોરેટર પર BMC અધિકારીઓને ધમકાવવાનો ગંભીર આક્ષેપ

 ઐતિહાસિક રેકોર્ડ્સ અને જિયો-ટેગિંગ

 આ ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ છે કે સેટેલાઈટ પાસે છેલ્લા ૨ થી ૩ વર્ષના ઐતિહાસિક રેકોર્ડ્સ ઉપલબ્ધ હોય છે. જો કોઈ વ્યક્તિ પાછલી તારીખથી ખેતીની આવક બતાવે, તો સેટેલાઈટ ડેટા દ્વારા તે વર્ષની પાક પેટર્નની ઊંડાણપૂર્વક તપાસ કરી શકાશે. જિયો-મેપિંગ દ્વારા જમીનના દરેક ટુકડાનું ચોક્કસ સરનામું અને તેની સ્થિતિ આવકવેરા વિભાગના સર્વર પર ઉપલબ્ધ હશે, જે માનવીય હસ્તક્ષેપ વગર સચોટ માહિતી આપશે.

કાળા નાણાંને ધોળા કરવાના કૌભાંડ પર બ્રેક

ઘણા માલેતુજારો અને મોટા વેપારીઓ પોતાની અન્ય આવકને ‘ખેતીની આવક’ તરીકે દર્શાવીને ટેક્સ બચાવતા હોય છે. આ ટેકનોલોજીકલ ક્રાંતિથી હવે ખેતીના નામે થતું મની લોન્ડરિંગ અટકશે તેવી સરકારને અપેક્ષા છે. આ સિસ્ટમ લાગુ થવાથી પ્રામાણિક ખેડૂતોને કોઈ તકલીફ પડશે નહીં, પરંતુ જે લોકો ખેતીના ઓઠા હેઠળ ટેક્સ ચોરી કરે છે તેઓ સીધા સેટેલાઈટના રડારમાં આવી જશે.

AI Warning। શું AI તમને માનસિક રીતે નબળા બનાવી રહ્યું છે? સાવધાન! નવી રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો કેવી રીતે મગજ પર થાય છે અસર
AI Revives Legend। સંગીત ક્ષેત્રે નવા અધ્યાયની શરૂઆત AI ટેકનોલોજીએ મહાન ગાયક કિશોર કુમારનો અવાજ કર્યો પુનર્જીવિત
AI Chatbot Subscription Scam India। યુઝર્સ સાવધાન! ChatGPT અને Gemini ના સબસ્ક્રિપ્શનના નામે મોટું કૌભાંડ, એક ભૂલ અને ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ
Bluetooth Security Tips 2026। ફોનનું બ્લૂટૂથ હંમેશા ઓન ન રાખશો, જરા સરખી બેદરકારીથી થઈ શકે છે મોટું નુકસાન
Exit mobile version