Site icon News Continuous Bureau | Mumbai

Wobble Maximus TV: ભારતની કંપની લાવી દેશ નું સૌથી મોટું સ્માર્ટ ટીવી, મળશે થિયેટર જેવો અનુભવ, જાણો તેની ખાસિયત અને કિંમત વિશે

Wobble Maximus TV: વોબલ બ્રાન્ડે રજૂ કર્યું 116.5 ઇંચ નું સ્માર્ટ ટીવી, જે QLED + MiniLED ડિસ્પ્લે ટેકનોલોજી સાથે Google TV 5.0 પર કામ કરશે.

Indian Company Launches India's Largest Smart TV, Promises a Theatre-Like Experience

Indian Company Launches India's Largest Smart TV, Promises a Theatre-Like Experience

News Continuous Bureau | Mumbai 

જો તમે મોટી સ્ક્રીનવાળું ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો હવે તમને ભારતીય બ્રાન્ડનો પણ વિકલ્પ મળશે. 100 ઇંચ સુધીની સ્ક્રીનવાળા ટીવી હાઇસેન્સ (Hisense) અને અન્ય કેટલીક બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે, પરંતુ હવે ભારતીય કંપની ઇન્ડકાલ ટેકનોલોજી (Indkal Technology) ના બ્રાન્ડ વોબલ (Wobble) એ ભારત નું સૌથી મોટું સ્માર્ટ ટીવી રજૂ કર્યું છે. આ ટીવી 116.5 ઇંચના ડિસ્પ્લે સાથે આવે છે અને કંપનીનો દાવો છે કે તે ભારતમાં અત્યાર સુધી નું સૌથી મોટું સ્માર્ટ ટીવી છે.

Join Our WhatsApp Channel

વોબલ મેક્સિમસ સિરીઝની ખાસિયતો

ઇન્ડકાલ ટેકનોલોજીએ પોતાનું સૌથી મોટું સ્માર્ટ ટીવી પોતાના ઇન-હાઉસ બ્રાન્ડ વોબલ ડિસ્પ્લે હેઠળ રજૂ કર્યું છે. આ ટીવી મેક્સિમસ (Maximus) સિરીઝનો ભાગ છે, જેમાં 86, 98 અને 116.5 ઇંચના ત્રણ મોડેલનો સમાવેશ થાય છે. આ ટીવી Google TV 5.0 પર કાર્ય કરશે, જે એન્ડ્રોઇડ 14 પર આધારિત છે. કંપનીએ જણાવ્યું છે કે આ ટીવીમાં QLED + MiniLED ડિસ્પ્લે ટેકનોલોજીનો ઉપયોગ થયો છે અને તે 2000 Nits ની પીક બ્રાઇટનેસ સાથે આવશે, જે ભારતમાં ઉપલબ્ધ મોટાભાગના મોડેલ્સ કરતાં વધુ છે.

આ સમાચાર પણ વાંચો : India China Relations:ટ્રમ્પ ને કૂટનીતિ નો શિષ્ટાચાર શીખવી ગયા પુતિન, ભારત-ચીન ને લઈને કહી આવી વાત

થિયેટર જેવો અવાજ અને કનેક્ટિવિટી

આ સ્માર્ટ ટીવીમાં થિયેટર જેવો અનુભવ આપવા માટે ડોલ્બી એટમોસ (Dolby Atmos) અને એચડીઆર (HDR) સપોર્ટ પણ મળશે. આ ટીવીની સ્ક્રીન 4K રિઝોલ્યુશન અને 144Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે, જે નેક્સ્ટ જનરેશન ગેમિંગ કન્સોલ અને PC કનેક્ટિવિટી માટે આદર્શ છે. ટીવીમાં 240W નું શક્તિશાળી સાઉન્ડ આઉટપુટ મળશે, જેમાં બે વૂફર (woofer) નો સમાવેશ થાય છે.

કિંમત અને ઉપલબ્ધતા

હાલમાં, વોબલ મેક્સિમસ સિરીઝના ટીવીની કિંમત જાહેર કરવામાં આવી નથી. કંપની આ મહિનાના અંતમાં આ સ્માર્ટ ટીવીની કિંમતોનો ખુલાસો કરી શકે છે. લોન્ચ ઇવેન્ટમાં, ઇન્ડકાલ ટેકનોલોજીના સીઈઓ આનંદ દુબેએ કહ્યું કે, “આ ભારતીય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. મેક્સિમસ સિરીઝ 116.5 ઇંચ સાથે માત્ર ભારતનું સૌથી મોટું ટીવી નથી, પરંતુ તે સ્થાપિત ધોરણોને પડકારવાના અમારા વિઝનને પણ દર્શાવે છે.”

BITS Students GPSFree Drone System જ્યાં GPS ફેલ થાય ત્યાં આ ડ્રોન આંખ બનીને ઊડશે! માર્સ મિશનથી સરહદ સુધી પહોંચેલી ભારતીય વિદ્યાર્થીઓની અદભુત શોધ
Canva Layoffs Severance Package આઈટી સેક્ટરમાં છટણી વચ્ચે કેન્વાનો મોટો દાખલો આટલા મહિનાનો પગાર, લિંક્ડઇન પ્રીમિયમ અને હેલ્થકેર કવરેજની જાહેરાત!
Can AI Predict Date Of Death શું મશીન નક્કી કરી શકે છે મૃત્યુની તારીખ? આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ૭૮% ની સચોટતા સાથે કરશે ભવિષ્યવાણી
iPhone Duo Screen Crack Issue લાખો રૂપિયા ખર્ચ્યા છતાં આઈફોન ડ્યુઓની સ્ક્રીનમાં તિરાડો પડી ગઈ! એપલના નવા ડિવાઇસમાં શું થઈ ગઈ મોટી ભૂલ? જાણો સંપૂર્ણ વિગત
Exit mobile version