News Continuous Bureau | Mumbai
Jio AI Classroom “ભારતમાં એઆઇ સાક્ષરતાનો પ્રસાર કરવા માટે જિયોપીસી દ્વારા સંચાલિત અને જિયો ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ડિઝાઇન કરાયેલો નિઃશુલ્ક, શીખાઉ વ્યક્તિ માટે અનુકૂળ એઆઇ કોર્સ.”
“ચાર અઠવાડિયાનો આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓ અને એઆઇ માટે ઉત્સુક શીખાઉ લોકોને મહત્વના એઆઇ ટૂલ્સ સાથે પ્રત્યક્ષ અનુભવ (હેન્ડ્સ-ઑન એક્સપિરિયન્સ) પૂરા પાડે છે.”
નવી દિલ્હી, 08 ઓક્ટોબર 2025: ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2025ના ઉદ્દઘાટનના દિવસે જિયોએ એઆઇ ક્લાસરૂમના પ્રારંભની જાહેરાત કરી હતી. નિઃશુલ્ક તથા શીખાઉ વ્યક્તિઓ માટે અનુકૂળ જિયોપીસી સંચાલિત આ ફાઉન્ડેશન કોર્સ તમામ લોકોને એઆઇ માટે તૈયાર કરવા ડિઝાઇન કરાયો છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાળકોના ભણવા, કામ કરવા અને સર્જન કરવાની પદ્ધતિને બદલી રહ્યું છે. તેમને યોગ્ય જ્ઞાન, કૌશલ્ય અને સાધનોના ઉપયોગથી સક્ષમ બનાવી, તેઓ તકોને અનલૉક કરી શકે, પોતાનું ભવિષ્ય ઘડી શકે અને વિશ્વ પર પોતાની છાપ છોડવા માટે સશક્ત બની શકે છે.
આ મિશનને સહાય કરવા માટે જિયોપીસી જિયો ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી ‘એઆઇ ક્લાસરૂમ’ રજૂ કરી રહ્યું છે — જે ખાસ કરીને શીખાઉ લોકો માટેનો અનોખો, વ્યવસ્થિત, પ્રમાણિત અને નિઃશુલ્ક એઆઇ ફાઉન્ડેશન કોર્સ છે. આ કોર્સ પીસી, ડેસ્કટોપ અથવા લેપટોપનો ઉપયોગ કરનાર કોઈપણ વ્યક્તિ માટે સુલભ છે. શીખનારાઓ તેમના જિયો સેટ ટોપ બોક્સ પરના જિયોપીસી દ્વારા તેમના ટીવી ઉપર પણ આ કોર્સને એક્સેસ કરી શકે છે.
જિયોપીસી એક નેક્સ્ટ-જનરેશન, એઆઇ માટે તૈયાર કમ્પ્યૂટર છે, જે ‘પે-એઝ-યુ-ગો’ સબ્સ્ક્રિપ્શન મોડેલ સાથે આવે છે. તે કોઈપણ સ્ક્રીનને હંમેશાં એડવાન્સ્ડ અને સદાય સુરક્ષિત કમ્પ્યુટરમાં રૂપાંતરિત કરે છે, જેમાં રિપેર અને મેઇન્ટેનન્સની કોઈ આવશ્યકતા રહેતી નથી. તેમાં ઉત્પાદકતા વધરાવાની, શીખવાની, શિક્ષણ મેળવવાની, સર્જનાત્મકતાની અને ડિઝાઇન માટેની એપ્લિકેશનો ઉપલબ્ધ છે.
જિયો ઇન્સ્ટિટ્યૂટ રિલાયન્સ ગ્રૂપ દ્વારા એક પરોપકારી પહેલ તરીકે સ્થાપિત કરાયેલી એક વિવિધ વિદ્યાશાખા ધરાવતી ઉચ્ચ શિક્ષણ સંસ્થા છે. આ સંસ્થા વિશ્વ સ્તરના વિદ્વાનો અને વિચારકોને એકસાથે લાવીને અને વિશ્વ-સ્તરીય શિક્ષણ તેમજ સંશોધન તથા નવીનતાની સંસ્કૃતિ થકી વિદ્યાર્થીને સમૃદ્ધ અનુભવ પૂરો પાડીને શ્રેષ્ઠ પરિણામોની શોધ માટે સમર્પિત છે.
આ સમાચાર પણ વાંચો :Surya Shukra Yuti: કરવા ચોથ પર સૂર્ય-શુક્રની યુતિ, આ રાશિઓને થશે ધનલાભ
જિયોના પ્રવક્તાએ કહ્યું હતું કે: “જિયોમાં અમે માનીએ છીએ કે ટેક્નોલોજીની સાચી શક્તિ દરેક વ્યક્તિને સશક્ત બનાવવાની તેની ક્ષમતામાં રહેલી છે. જિયોપીસી દ્વારા સંચાલિત એઆઇ ક્લાસરૂમની શરૂઆત સાથે અમે ભારતના વિદ્યાર્થીઓને એઆઇ-સંચાલિત ભવિષ્ય માટે તૈયાર કરવા તરફના નોંધપાત્ર પગલાં લઈ રહ્યા છીએ. આ પહેલ વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પાયાના સિદ્ધાંતોથી પરિચિત કરાવશે એટલું જ નહીં પરંતુ તેમને તેનો સર્જનાત્મક અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા માટે પણ પ્રોત્સાહિત કરશે. જિયોપીસીની સુલભતા અને જિયો ઇન્સ્ટિટ્યૂટની શૈક્ષણિક શ્રેષ્ઠતાને એકસાથે લાવીને અમે દરેક ભારતીય માટે ઉચ્ચ-ગુણવત્તાવાળા એઆઇ શિક્ષણને સમાવેશી, આકર્ષક અને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે કટિબદ્ધ છીએ.”
આ પહેલ આઇ માટેની સાક્ષરતાને સૌ કોઈ માટે ઉપલબ્ધ બનાવે છે — જેનાથી તેની પહોંચનું લોકશાહીકરણ થાય છે અને એઆઇ ક્રાંતિમાં કોઈ પાછળ ન રહી જાય તેની ખાતરી મળે છે.