Site icon News Continuous Bureau | Mumbai

Jio 339 Recharge Plan Details 2026: કરોડો યુઝર્સને ફાયદો! જિયો લાવ્યું ₹339 નું નવું રિચાર્જ, ડેઈલી 1.5GB ડેટા સાથે હવે ફ્રીમાં મળશે Gemini Pro નું સબસ્ક્રિપ્શન!

આખા કેલેન્ડર મહિનાની વેલિડિટી સાથે જિયોનો ધમાકેદાર પ્લાન; અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 SMS અને Jio AI Cloud નો મળશે મફત લાભ

Jio 339 Recharge Plan Details 2026 કરોડો યુઝર્સને ફાયદો! જિયો લાવ્યું ₹339 નું નવું રિચાર્જ

Jio 339 Recharge Plan Details 2026 કરોડો યુઝર્સને ફાયદો! જિયો લાવ્યું ₹339 નું નવું રિચાર્જ

News Continuous Bureau | Mumbai

Jio 339 Recharge Plan Details 2026 રિલાયન્સ જિયોએ તેના પ્રીપેડ પોર્ટફોલિયોમાં એક નવો આર્થિક પ્લાન ઉમેર્યો છે. ₹339ની કિંમતનો આ પ્લાન જિયોના ઓફિશિયલ પોર્ટલ અને MyJio એપ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. આ રિચાર્જની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ૨૮ દિવસને બદલે આખા ‘કેલેન્ડર મંથ’ (પૂરા મહિના) ની વેલિડિટી સાથે આવે છે. એટલે કે જે તારીખે તમે રિચાર્જ કરાવશો, આવતા મહિનાની એ જ તારીખ સુધી આ પ્લાન ચાલશે.

Join Our WhatsApp Channel

પ્લાનમાં મળતા મુખ્ય બેનિફિટ્સ

જિયોના આ ₹339 વાળા પ્લાનમાં સ્માર્ટફોન યુઝર્સને દરરોજ 1.5GB હાઈ-સ્પીડ ડેટા મળે છે. આ ઉપરાંત, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગ અને દરરોજ ૧૦૦ SMS ની સુવિધા પણ આપવામાં આવી છે. જો તમે એવા યુઝર છો જેમને OTT (જેમ કે Netflix કે Prime) ની જરૂર નથી પણ ડેટા અને કોલિંગ જોઈએ છે, તો આ પ્લાન તમારા માટે શ્રેષ્ઠ છે.

Gemini Pro અને વધારાનો ટોકટાઈમ

આ પ્લાન સાથે જિયો કંઈક નવું આપી રહ્યું છે. રિચાર્જની સાથે યુઝર્સને Google Gemini Pro નું સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ ઉપરાંત, ₹14.95 નો ટોકટાઈમ પણ પ્લાન સાથે મફત આપવામાં આવે છે. આ પ્લાન ‘વેલ્યુ’ કેટેગરીના ‘અફોર્ડેબલ પેક’ સેગમેન્ટમાં મૂકવામાં આવ્યો છે, જે ગ્રાહકોના ખિસ્સાને પરવડે તેવો છે.

આ સમાચાર પણ વાંચો : US B-2 Bomber Attack Tehran: ઈરાન પર અમેરિકાનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર: IRGC ના અંડરગ્રાઉન્ડ હેડક્વાર્ટર પર ‘બંકર બસ્ટર’ હુમલો, ટોચના કમાન્ડરોનો સફાયો!

Jio AI Cloud અને મફત એપ્સનું એક્સેસ

રિચાર્જ કરાવતાની સાથે જ યુઝર્સને Jio TV અને Jio AI Cloud નું કોમ્પ્લીમેન્ટરી એક્સેસ મળે છે. જિયો આઈ ક્લાઉડ દ્વારા યુઝર્સ પોતાનો ડેટા ઓનલાઈન સુરક્ષિત રાખી શકશે. આ પ્લાન રિચાર્જ કરાવવા માટે યુઝર્સ MyJio એપ અથવા જિયોના પોર્ટલ પર જઈને ‘Value’ કેટેગરીમાં ચેક કરી શકે છે. જિયોના આ પગલાથી ખાસ કરીને મધ્યમ વર્ગના યુઝર્સને મોટી રાહત મળશે.

WhatsApp Free Calling Feature વોટ્સએપે લોન્ચ કર્યું મોસ્ટ અવેઇટેડ ફીચર યુઝર્સને મળશે સીમ વગર આ સેવા, દરેકને થશે મોટો ફાયદો
Gen Z Subscription Detox Trend Gen Z યુવાનો બન્યા ‘સ્માર્ટ સેવર્સ’; ‘સબસ્ક્રિપ્શન ફેટીગ’ વધતાં ઓટીટી અને પ્રીમિયમ એપ્સના બિનજરૂરી ખર્ચ પર કાતર
Orkut Social Media Relaunch આઇકોનિક સોશિયલ નેટવર્ક Orkut ની વાપસીના સંકેત, ફાઉન્ડર ઓરકુટ બ્યુકોક્તેને સમર્થકો પાસે માંગી મદદ
WhatsApp AI Smart Replies હવે લાંબાલાંબા મેસેજ ટાઈપ કરવાની ઝંઝટમાંથી મુક્તિ! WhatsApp લાવ્યું જાદુઈ AI ટૂલ એક ક્લિકમાં તૈયાર થશે પરફેક્ટ રિપ્લાય
Exit mobile version