Site icon

આવી ગયો છે KIA સેલ્ટોસનો નવો અવતાર, SUV ખાસ ફીચર્સથી સજ્જ

 News Continuous Bureau | Mumbai

Kia મોટરે તેની પોપ્યુલર SUV સેલ્ટોસના નવા ફેસલિફ્ટ મોડલનું અનાવરણ કર્યું છે. આ નવું મોડલ સામે આવતાં જ તેના લુક અને ડિઝાઇનની ઇન્ટરનેટ પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે. કંપનીએ ભૂતકાળમાં લોસ એન્જલસ ઓટો શોમાં નવી Kia સેલ્ટોસ રજૂ કરી છે. નવા Kia Seltosના અપડેટેડ મોડલમાં ઘણા મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. કંપનીનો દાવો છે કે આ SUV વર્તમાન મોડલ કરતાં વધુ સારી સાબિત થશે. માહિતી અનુસાર, ફેસલિફ્ટેડ Kia સેલ્ટોસને આગામી ઓટો એક્સપો દરમિયાન ભારતીય બજારમાં રજૂ કરવામાં આવી શકે છે.

Join Our WhatsApp Community

શાનદાર એક્સટિરિયર

આ કારમાં ટાઈગર નોઝ ગ્રિલ અને ફુલ-પ્રોટેક્શન LED હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે. આગળની ગ્રિલ પર સ્ટાર મેપ સિગ્નેચર લાઇટિંગ વ્હીકલના દેખાવમાં વધારો કરે છે. આ સાથે આ કારમાં નવા ડિઝાઈનવાળા એલોય વ્હીલ્સ પણ ઉપલબ્ધ છે. એક્સટીરીયરની જેમ કિયા સેલ્ટોસના ઈન્ટીરીયરને પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે. આ SUVમાં ‘પેનોરેમિક’ ડિસ્પ્લે પણ ઉપલબ્ધ હશે. તેમાં બે 10.25-ઇંચ ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ યુનિટ અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે.

આ સમાચાર પણ વાંચો:  26/11 મુંબઈ હુમલાની 14મી વરસી. અનેક હસ્તીઓએ શ્રદ્ધાંજલિ અને સંદેશા પાઠવ્યા. પરંતુ શું આજે સુરક્ષિત છે મુંબઈ શહેર?

આ કલર્સમાં ભારતીય બજાર થઇ શકે લોન્ચ

પાવર લિફ્ટગેટ, લક્ઝુરિયસ ફ્રન્ટ સીટ, સનરૂફ અને ADAS (એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) જેવી ફિચર્સ તેમાં સામેલ કરવામાં આવ્યયા છે. કંપનીએ આ SUVને Pluton Blue, Fusion Black અને Wallace Green કલર્સમાં રજૂ કરી છે, એવી આશા છે કે આ કલર્સમાં તેને ભારતીય બજારમાં પણ રજૂ કરવામાં આવશે.

એન્જિનની ક્ષમતા

નવી કિયા સેલ્ટોસ 2.0-લિટર ચાર-સિલિન્ડર MPI એન્જિનનો ઉપયોગ કરે છે. આ એન્જિન 145bhpનો પાવર અને 179Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, આ SUV 1.6-લિટર ટર્બો GDI એન્જિન સાથે પણ ઉપલબ્ધ હશે, જે 192 bhpનો પાવર જનરેટ કરે છે. આ સિલિન્ડર એન્જિન 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે આવે છે. આ કોમ્પેક્ટ એસયુવીમાં ફ્રન્ટ-વ્હીલ અને ઓલ-વ્હીલ ડ્રાઈવ કન્ફિગરેશન આપવામાં આવી શકે છે.

જાણો ક્યારે લોન્ચ થઈ શકે છે

જો કે, Kia ઈન્ડિયાએ આ SUVના લોન્ચિંગ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી શેર કરી નથી. જાણકારી અનુસાર નવી Kia Seltos જાન્યુઆરીના મધ્યમાં લોન્ચ થઈ શકે છે. તે ભારતીય બજારમાં કંપનીનું પ્રથમ વ્હીકલ હતું, અને કંપની દ્વારા અદ્યતન ટેકનોલોજી અને કનેક્ટિવિટી ફિચર્સ સાથે રજૂ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  બંધારણ દિવસ: આજે બંધારણ દિવસ છે; જાણો આ દિવસનો ઈતિહાસ અને કેટલાક રસપ્રદ તથ્યો 

Smartphone: સ્માર્ટફોન પ્રેમીઓ માટે માઠા સમાચાર! ૨૦૨૬માં પ્રીમિયમ ફોન ખરીદવા માટે ખર્ચવા પડશે વધુ પૈસા; ટેક જાયન્ટ્સ ભાવ વધારવાની તૈયારીમાં
Aadhaar Security Tips: તમારા બેંક ખાતા પર તોળાઈ રહ્યું છે જોખમ? આધાર કાર્ડ સુરક્ષિત રાખવા માટે કરો આ 5 કામ; UIDAI એ જારી કરી માર્ગદર્શિકા.
Jio CNAP Feature Launch: ફેક કોલર્સ સાવધાન! Jio લાવ્યું અદભૂત ટેકનોલોજી, હવે મોબાઈલ સ્ક્રીન પર દેખાશે અજાણ્યા નંબરનું સાચું નામ
WhatsApp GhostPairing Scam: સાવધાન! વોટ્સએપ હેક કરવા માટે હવે પાસવર્ડની જરૂર નથી, ‘GhostPairing’ થી બચવા માટે તરત જ કરો આ સેટિંગ
Exit mobile version