Site icon

Kia EV9 કોન્સેપ્ટ SUVનો ટીઝર વિડિયો રિલીઝ, ઓટો એક્સ્પો 2023માં લોન્ચ થશે, જાણો સંભવિત ફીચર્સ

Kia ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની નવી ઇલેક્ટ્રિક SUVનું ટીઝર રિલીઝ કર્યું છે. કંપનીએ ટૂંકા ટીઝર વીડિયો દ્વારા EV9 ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ SUVની ઝલક બતાવી છે.

Kia To Show EV9 Electric SUV Concept At 2023 Auto Expo

Kia EV9 કોન્સેપ્ટ SUVનો ટીઝર વિડિયો રિલીઝ, ઓટો એક્સ્પો 2023માં લોન્ચ થશે, જાણો સંભવિત ફીચર્સ

 News Continuous Bureau | Mumbai

કાર નિર્માતા કંપની Kia India તેની નવી કાર Kia EV9 ઇલેક્ટ્રિક SUV કોન્સેપ્ટ ઓટો એક્સપો 2023માં લોન્ચ કરવા જઈ રહી છે. આ કારને નવેમ્બર 2021માં લોસ એન્જલસ ઓટો શોમાં લોન્ચ કરવામાં આવી હતી. તેનું પ્રોડક્શન 2023ના અંત સુધીમાં વૈશ્વિક લેવલે શરૂ થવાની સંભાવના છે. કંપની હાલમાં દેશમાં એકમાત્ર ઇલેક્ટ્રિક મોડલ Kia EV6 વેચે છે, જેની કિંમત રૂ. 59.95 લાખ અને રૂ. 64.95 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે. Kia ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની નવી ઇલેક્ટ્રિક કારનું ટીઝર રિલીઝ કર્યું છે.

Join Our WhatsApp Community

શું છે ટીઝર વીડિયોમાં

કંપનીએ ટૂંકા ટીઝર વીડિયો દ્વારા EV9 ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ SUVની ઝલક બતાવી છે. આ વિડિયોમાં કિયાની આઇકોનિક ‘ટાઇગર નોઝ’ ગ્રિલનો માત્ર એક ભાગ બતાવવામાં આવ્યો છે. EV9 ઇલેક્ટ્રિક SUV ભારતમાં Kiaનું ફ્લેગશિપ ઇલેક્ટ્રિક વ્હીકલ હશે.

Kia EV9 કોન્સેપ્ટ: ડાયમેન્સન અને ડિઝાઇન

Kia EV9 કોન્સેપ્ટ લંબાઈમાં 4,929mm, પહોળાઈ 2,055mm અને ઊંચાઈ 1,790mm ધરાવે છે. તેનું વ્હીલબેઝ 3,100mm છે અને તેને ભારતમાં વેચવામાં આવતા Kia EV6 જેવું જ ઇલેક્ટ્રિક ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ (E-GMP) મળે છે. Kia EV9 અલગ અલગ LED લાઇટ મોડ્યુલ્સ અને Z-આકારનું હેડલેમ્પ ક્લસ્ટર મેળવે છે. ટીઝર વિડિયો મુજબ, તે શાર્પ લાઇન, ફ્લેટ સરફેસ અને મોટા ગ્લાસહાઉસ સાથે બોક્સી અને અપરાઇટ સ્ટેંન્સ સાથે આવે  છે. બેક સાઇડ વર્ટિકલ LED ટેલ લેમ્પ્સ સાથે એટ્રેક્ટિવ લાગે છે.

આ સમાચાર પણ વાંચો: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા કેસમાં ફોરેન્સિક ટીમની ટેલિવિઝન શોના સેટ પર તપાસ હાથ ધરવામાં આવી

Kia EV9 કોન્સેપ્ટ: બેટરી અને પાવરટ્રેન

Kia EV9 કોન્સેપ્ટને 77.4kWh બેટરી પેક સાથે ઓફર કરવામાં આવશે, જે EV6 સાથે ઉપલબ્ધ બેમાંથી મોટી છે. કિઆએ હજુ સુધી ઓફિશિયલ આઉટપુટ આંકડા જાહેર કર્યા નથી, પરંતુ એક ચાર્જ પર 500 કિમીથી વધુની રેન્જની અપેક્ષા રાખે છે. તેના E-GMP પ્લેટફોર્મમાં 800V ઇલેક્ટ્રિકલ આર્કિટેક્ચર છે જે 350kW સુધીના દરે ઝડપી ચાર્જિંગને સક્ષમ કરે છે. બેટરીને 10-80% સુધી ચાર્જ કરવામાં લગભગ 20 મિનિટનો સમય લાગશે.

Spider web: સંશોધકો પણ ચોંકી ગયા! અહીં મળ્યું દુનિયાનું સૌથી મોટું કરોળિયાનું જાળું, અંદરનું રહસ્ય જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!
iPhone 18 Pro: iPhone 18 Pro ની ડિઝાઇન લીક! મળશે ‘ગજબના ફીચર્સ’ અને લુક જોઈને તમે ચોંકી જશો!
OpenAI lawsuit: AI વિવાદ: ઓપનએઆઈ (OpenAI) વિરુદ્ધ મોટી કાયદાકીય કાર્યવાહી, આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર આટલા કેસ દાખલ
EV Car: EV કાર ચાલકો માટે ખુશખબર! ચાર્જિંગ સ્ટેશનની ચિંતા સમાપ્ત, હવે ગાડીનું ચાર્જિંગ રસ્તા પર જ
Exit mobile version