Site icon

Lakshadweep: તૂટ્યો 20 વર્ષનો રેકોર્ડ, PM મોદીની મુલાકાત બાદ લોકોનો રસ વધ્યો.. ખુબ સર્ચ કરી રહ્યા છે આ કી વર્ડ..

Lakshadweep: પીએમ મોદીએ ગત 2 જાન્યુઆરીએ કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને તેની સાથે અનેક તસવીરો પણ શેર કરી હતી. પીએમ મોદીએ એડવેન્ચર પ્રેમીઓ માટે કહ્યું કે, તેઓ એક વખત લક્ષદ્વીપને પણ પોતાની યાદીમાં સામેલ કરે. આ સંદર્ભમાં, લક્ષદ્વીપ પ્રત્યે લોકોની વધતી જતી રુચિ ગૂગલ સર્ચમાં દેખાઈ રહી છે.

Lakshadweep Lakshadweep sees big spike in Google search interest after PM Modi's visit and Maldives controversy

Lakshadweep Lakshadweep sees big spike in Google search interest after PM Modi's visit and Maldives controversy

News Continuous Bureau | Mumbai

Lakshadweep: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ( Narendra Modi ) લક્ષદ્વીપ મુલાકાત બાદ ગૂગલ સર્ચમાં ( google search ) ‘લક્ષદ્વીપ કીવર્ડ’એ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આવું 20 વર્ષમાં પહેલીવાર થયું છે જ્યારે સમગ્ર વિશ્વમાં લક્ષદ્વીપ ને ગૂગલ ( google ) પર સર્ચ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે તાજેતરમાં જ પીએમ મોદીએ લક્ષદ્વીપ ની મુલાકાત લીધી હતી અને પોતાના સોશિયલ હેન્ડલ પર શાનદાર ફોટા અને વીડિયો શેર કર્યા હતા. સાથે તેમણે એડવેન્ચર પ્રેમીઓ માટે કહ્યું હતું કે, તેઓ એક વખત લક્ષદ્વીપને પોતાની યાદીમાં સામેલ કરે.

Join Our WhatsApp Community

 

બંને દેશો વચ્ચે ઉભો થયો રાજદ્વારી વિવાદ

ઘણાએ ભારતીય ટાપુની ( Indian Island ) તુલના માલદીવ્સ અને સેશેલ્સ જેવા વૈશ્વિક સ્તરે માંગેલા બીચ સ્થળો સાથે કરવાનું શરૂ કર્યું. દરમિયાન રવિવારે માલદીવના મંત્રીઓએ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન વિરુદ્ધ ટિપ્પણી કર્યા બાદ બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ ઉભો થયો છે.


પીએમ મોદીના લક્ષદ્વીપ પ્રવાસને લઈને અપમાનજનક અને અભદ્ર ટિપ્પણીઓ

માલદીવ સરકારના અધિકારીઓએ પીએમ મોદીના લક્ષદ્વીપ પ્રવાસને લઈને અપમાનજનક અને અભદ્ર ટિપ્પણીઓ કરી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર બૉયકોટ માલદીવ્સ હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Bilkis Bano Case : સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય પલટ્યો, હવે થશે CM શિંદેની કસોટી, કોર્ટના આદેશ બાદ શું કરશે મહારાષ્ટ્ર સરકાર?

પીએમના આ પ્રવાસ પછી લોકો ગૂગલ પર આંદામાન અને નિકોબાર ટાપુઓની વસ્તી, સંસ્કૃતિ અને રેસ્ટોરાં અને હોટલ વિશે પણ સર્ચ કરી રહ્યા છે. લક્ષદ્વીપને લઈને ગૂગલ પર દરરોજ 1,00,000 થી વધુ સર્ચ કરવામાં આવી રહ્યા છે.

માલદીવના મંત્રીઓના ( Maldives Ministers ) ટ્વીટ બાદ શરૂ થયેલા વિવાદ બાદ હજારો લોકોએ માલદીવની પોતાની યાત્રાઓ રદ્દ કરી દીધી છે. દરમિયાન PM મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ ક્રિકેટરો અને ફિલ્મી હસ્તીઓ પણ દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના સમર્થનમાં આવી છે. PM મોદીના લક્ષદ્વીપમાં બીચ ટુરિઝમને પ્રોત્સાહન આપવાના કોલને ઘણા લોકોનો ટેકો મળ્યો છે.

Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
NASA: સ્પેસ સ્ટેશનના ઈતિહાસમાં પ્રથમવાર: એક અવકાશયાત્રીની તબિયત બગડતા 4 સભ્યોને અધવચ્ચેથી પૃથ્વી પર પાછા તેડાવ્યા
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
Exit mobile version