Site icon

iPhone 17 Pro Max: iPhone 17 Pro અને Pro Max ના લક્ઝરી વેરિઅન્ટ્સની ઝલક, કિંમતના મામલે તમામ રેકોર્ડ તોડ્યા!

લક્ઝરી બ્રાન્ડ કેવિયર એ આઇફોન 17 પ્રો અને 17 પ્રો મેક્સનું 'સીક્રેટ લવ કલેક્શન' લોન્ચ કર્યું છે. આ લિમિટેડ-એડિશન મોડેલોને સોના અને રત્નોથી ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યા છે, જેની કિંમત લાખો માં છે.

iPhone 17 Pro Max iPhone 17 Pro અને Pro Max ના લક્ઝરી વેરિઅન્ટ્સની ઝ

iPhone 17 Pro Max iPhone 17 Pro અને Pro Max ના લક્ઝરી વેરિઅન્ટ્સની ઝ

News Continuous Bureau | Mumbai

iPhone 17 Pro Max લક્ઝરી બ્રાન્ડ કેવિયર એ એપલના આઇફોન 17 પ્રો અને આઇફોન 17 પ્રો મેક્સને પોતાની રીતે તૈયાર કરીને લોન્ચ કર્યા છે. કંપનીએ સીક્રેટ લવ કલેક્શનમાં આ લિમિટેડ-એડિશન મોડેલોને લોન્ચ કર્યા છે અને તેના પર હાઇ-એન્ડ કારીગરી જોવા મળશે. રોમાન્સ, સેલિબ્રેશન અને સીઝનલ એલિગન્સ થીમ પર ડિઝાઇન કરેલા દરેક મોડેલના માત્ર 19 યુનિટ જ તૈયાર કરવામાં આવ્યા છે. તેને કંપનીના ઓનલાઇન સ્ટોરથી ખરીદી શકાય છે અને તેના માટે તમારે આઇફોન મોડેલની સરખામણીમાં અનેક ગણી કિંમત ચૂકવવી પડશે.

Join Our WhatsApp Community

કિંમત ચોંકાવી દેશે

આ નવા કલેક્શનનું સેન્ટર પીસ એમરેલ્ડ ટ્રી છે. તેના પર આભૂષણો જેવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. તેને ડીપ ગ્રીન લેધર પર ગોલ્ડ-પ્લેટેડ હાઇલાઇટ્સ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. સાથે જ તેના પર ફેસ્ટિવ ડેકોરેશન માટે ક્રિમસન એક્સેન્ટ્સ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. લેધર થીમમાં બીજા વર્ઝનની વાત કરીએ તો એક કેરેમલ વર્ઝન પણ છે, જેમાં કેરેમલ લેધરની સાથે રેડ અને વ્હાઇટ એક્સેન્ટ્સનો ઉપયોગ થયો છે. આ બંનેની કિંમત લગભગ 10.43 લાખ રૂપિયા છે.

આ છે બીજું વર્ઝન

કેવિયર એ ફ્લ્યુર ડી લ્યુમિઅર વર્ઝન પણ લોન્ચ કર્યું છે. આના પર સિલ્વર કેમિલિયા ફ્લાવર લાગેલું છે. તેની ડિઝાઇનમાં ડીપ-ટોન લેધર, જ્વેલરી ઇનેમલ અને 24 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને ખાસ કરીને મહિલા યુઝર્સ માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેને ખરીદવા માટે તમને 11.7 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત, કલેક્શનમાં ડાન્સિંગ હાર્ટ વર્ઝન પણ સામેલ છે. તેને ડાર્ક બ્લુ લેધર પર હાર્ટ-શેપ ઇનલે અને ગોલ્ડ-પ્લેટેડ લાઇન્સ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. તે રોશની અને ખુશીઓ દર્શાવનારું છે. તેની કિંમત 9.14 લાખ રૂપિયા છે.

આ સમાચાર પણ વાંચો : Sanchar Saathi App: સંચાર સાથી’ પોર્ટલ શું છે અને તે કેવી રીતે ફોન યુઝર્સને સાયબર ફ્રોડથી બચાવશે? જાણો સરકારનો મોટો પ્લાન.

ગ્રાહકો પાસે કસ્ટમ કરાવવાનો પણ ઓપ્શન

ગ્રાહકો ઈચ્છે તો આ લક્ઝરી ડિઝાઇનવાળા આઇફોનને પોતાની મરજીથી વધુ કસ્ટમ પણ કરાવી શકે છે. તેમની પાસે પોતાનો લોગો, નામ, પોતાની મરજીનું મટિરિયલ, ડિઝાઇન એલિમેન્ટ અને પેકેજિંગને પણ પસંદ કરવાનો ઓપ્શન છે. તેને કંપનીની વેબસાઇટથી ઓર્ડર કરી શકાય છે.

Google Alert: ગુગલે યુઝર્સને આપી ચેતવણી, ફોનમાં આ ૫ એપ્સ છે ખતરનાક, સુરક્ષા માટે આ પગલું લેવું અનિવાર્ય.
Sanchar Saathi: સંચાર સાથી’ પર વિપક્ષે ઉઠાવ્યા પ્રશ્નો, વ્યક્તિગત ડેટાની ગુપ્તતાને લઈને સરકાર પર મોટા આરોપ.
Sanchar Saathi App: સંચાર સાથી’ પોર્ટલ શું છે અને તે કેવી રીતે ફોન યુઝર્સને સાયબર ફ્રોડથી બચાવશે? જાણો સરકારનો મોટો પ્લાન.
iPhone 17e: Appleનો મોટો પ્લાન: કંપની સસ્તા ભાવે નવો iPhone લોન્ચ કરશે, જાણો કયા ફીચર્સ હશે ખાસ અને ક્યારે આવશે બજારમાં
Exit mobile version