Site icon

મહિન્દ્રા એસયુવી પર ડિસ્કાઉન્ટ: મહિન્દ્રા તેના એસયુવી વાહનો પર 72,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે, શું આ તમારી મનપસંદ કાર છે???

મહિન્દ્રા કાર પર ડિસ્કાઉન્ટઃ જો તમને મહિન્દ્રાના એસયુવી વાહનો પસંદ છે, તો આ તક તમારા માટે શ્રેષ્ઠ હોઈ શકે છે. કારણ કે મહિન્દ્રા એપ્રિલ મહિનામાં પોતાની કાર પર સારું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Mahindra SUV offers discount

મહિન્દ્રા એસયુવી પર ડિસ્કાઉન્ટ: મહિન્દ્રા તેના એસયુવી વાહનો પર 72,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે, શું આ તમારી મનપસંદ કાર છે???

News Continuous Bureau | Mumbai

આ મહિને મહિન્દ્રા તેની MPV કાર Mahindra Marazzo ના M6 વેરિઅન્ટ પર 72,000 રૂપિયા સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તે જ સમયે, તે તેના M2 વેરિઅન્ટ પર રૂ. 58,000 અને M4 વેરિએન્ટ પર રૂ. 34,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

Join Our WhatsApp Community

બીજા નંબર પર મહિન્દાની બોલેરો કાર છે. કંપની તેના ટોપ મોડલ B6 (O) પર 66,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં 51,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 15,000 રૂપિયાની એસેસરીઝ છે. તેમજ B4 વેરિઅન્ટ પર 37,000 રૂપિયા અને B6 વેરિઅન્ટ પર 24,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો: Nigeria Shooting: બંદૂકધારીઓએ નાઈજીરિયામાં જાહેરમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું, આટલા લોકોના થયા મોત..

મહિન્દ્રાની XUV300 કાર ત્રીજા નંબર પર છે. કંપની આ SUV પર 55,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં 42,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 10,000 રૂપિયાની એસેસરીઝ આપવામાં આવી રહી છે. તેમજ , તેના W8(O) વેરિઅન્ટ પર 22,000 રૂપિયા અને W6 વેરિઅન્ટ પર 10,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

ચોથા નંબર પર મહિન્દ્રા બોલેરો નિયો છે. જેના N10 અને N10 (O) વેરિઅન્ટ પર 48,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેમાં 36,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 12,000 રૂપિયાની એસેસરીઝનો સમાવેશ થાય છે.

મહિન્દ્રા થાર પાંચમા નંબરે છે. કંપની તેના 4X4 વેરિઅન્ટ પર રૂ. 40,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

Apple iPhone Pocket: Appleનો નવો ‘નખરો’: iPhone રાખવા માટે રજૂ કર્યું મોંઘું પોકેટ! કિંમત સાંભળીને યુઝર્સના હોશ ઉડી જશે
WhatsApp Username: WhatsApp યુઝર્સ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર; જલ્દી આવશે ‘આ’ નવી સુવિધા
New Aadhaar App: નવીન આધાર ઍપમાં હવે ચહેરો પણ સ્કૅન થશે, તમારી ઓળખ ડિજિટલી પૂરવાર થશે
Spider web: સંશોધકો પણ ચોંકી ગયા! અહીં મળ્યું દુનિયાનું સૌથી મોટું કરોળિયાનું જાળું, અંદરનું રહસ્ય જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!
Exit mobile version