Site icon

પહેલા કરતા વધુ સિક્યોર થઇ Maruti Ciaz! આ જબરદસ્ત સેફ્ટિ ફિચર્સ અને ડ્યુઅલ ટોનમાં લોન્ચ થઇ કાર

Maruti Ciazને કંપની દ્વારા ત્રણ નવી ડ્યુઅલ-ટોન પેઈન્ટ સ્કીમ્સમાં લોન્ચ કરવામાં આવી છે, આ સિવાય આ કાર પહેલાની જેમ 7 મોનો-ટોન કલર ઓપ્શન્સમાં પણ ઉપલબ્ધ છે. આ કારમાં કંપનીએ કેટલાક નવા સેફ્ટી ફીચર્સ સ્ટાન્ડર્ડ તરીકે સામેલ કર્યા છે.

Maruti launches 2023 Ciaz with added safety features

પહેલા કરતા વધુ સિક્યોર થઇ Maruti Ciaz! આ જબરદસ્ત સેફ્ટિ ફિચર્સ અને ડ્યુઅલ ટોનમાં લોન્ચ થઇ કાર

News Continuous Bureau | Mumbai

Maruti Ciaz: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ આજે તેની પોપ્યુલર મિડ-સાઇઝ સેડાન કાર મારુતિ સિયાઝને લોકલ માર્કેટમાં નવા ડ્યુઅલ-ટોન વેરિઅન્ટમાં લોન્ચ કરી છે. કંપનીએ આ કારને ન માત્ર નવો લુક આપ્યો છે પરંતુ આ સેડાનને પહેલા કરતા પણ વધુ સુરક્ષિત પણ બનાવી છે. આકર્ષક દેખાવ અને મજબૂત સિક્યોરિટી ફિચર્સથી સજ્જ, આ સેડાન કારને કુલ બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે, જેની શરૂઆતની કિંમત રૂ. 11.14 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) નક્કી કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

નવી મારુતિ સિયાઝ હવે ત્રણ નવી ડ્યુઅલ ટોન પેઇન્ટ સ્કીમ તેમજ કુલ 7 મોનો ટોન કલર ઓપ્શન્સમાં પણ ઉપલબ્ધ છે. આ કાર બ્લેક રૂફ સાથે પર્લ મેટાલિક ઓપ્યુલન્ટ રેડ, બ્લેક રૂફ સાથે પર્લ મેટાલિક ગ્રાન્ડ્યુર ગ્રે અને બ્લેક રૂફ સાથે ડિગ્નિટી બ્રાઉનના ડ્યુઅલ ટોન કલર ઓપ્શન્સમાં આવે છે. આ કારને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંને ઓપ્શન્સ સાથે માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. નવા કલર્સ ઉપરાંત, કંપનીએ આ સેડાન કારમાં કેટલાક વિશેષ સિક્યોરિટી ફીચર્સ પણ સામેલ કર્યા છે, જેના કારણે આ કાર મુસાફરોને વધુ સિક્યોરિટી પ્રોવાઇડ કરે છે.

નવી મારુતિ સુઝુકી સિયાઝ ડ્યુઅલ-ટોન વેરિઅન્ટ્સ અને તેમની કિંમતો

વેરિઅન્ટ ટ્રાન્સમિશન કિંમત (એક્સ-શોરૂમ)

આ વિશેષ સિક્યોરિટી ફિચર્સ

મારુતિ સુઝુકીએ આ સેડાન કારમાં 20 થી વધુ સેફ્ટી ફીચર્સ સામેલ કર્યા છે. તેમાં હવે સ્ટાન્ડર્ડ તરીકે હિલ-હોલ્ડ આસિસ્ટ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP)નો સમાવેશ થાય છે, જે તમામ પ્રકારોમાં ઉપલબ્ધ છે. આ સિવાય ડ્યુઅલ એરબેગ્સ, રિયર પાર્કિંગ સેન્સર, ISOFIX ચાઈલ્ડ સીટ એન્કર, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) વિથ ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD) વગેરે આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે આ કાર હવે પેસેન્જરોને પહેલા કરતા વધુ સુરક્ષા પૂરી પાડે છે.

આ સમાચાર પણ વાંચો:  એર ઈન્ડિયાએ કરી ઈતિહાસની સૌથી મોટી ડીલ: 250 વિમાન ખરીદવાની જાહેરાત કરી, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

પાવર, પરફોર્મન્સ અને માઈલેજ

કંપનીએ Maruti Suzuki Ciazના એન્જિન મિકેનિઝમમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ કાર પહેલાની જેમ જ 1.5 લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે, જે 103bhpનો પાવર અને 138Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 4-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. કંપની દાવો કરે છે કે તેનું મેન્યુઅલ વર્ઝન 20.65 kmpl અને ઓટોમેટિક વર્ઝન 20.04 kmpl સુધીની માઈલેજ આપે છે.

 

Zoho: વોટ્સએપને ટક્કર આવી ગયું ઝોહોનું દેશી મેસેજિંગ એપ અરટ્ટાઈ, જાણો શું છે તેની ખાસિયત
AI Video: હવે સોશિયલ મીડિયા પર મચશે ધમાલ! મેટા એ લોન્ચ કર્યું નવું પ્લેટફોર્મ, ચપટીમાં બનશે AI વીડિયો.
Bengaluru Traffic Police: બેંગ્લોર ના ડ્રાઈવરો થઇ જાઓ સાવધાન,હવે ગાડી ચાલતા જ જાણી શકાશે કેટલા ચલણ છે પેન્ડિંગ,ટ્રાફિક પોલીસ એ લોધો આ ટેક્નોલોજી નો સહારો
OpenAI: એ લોન્ચ કર્યું ફીચર, જાણો કેવી રીતે થશે તેનો ઉપયોગ.
Exit mobile version