Site icon

Harley-Davidsonને કર્યો કમાલ! લોન્ચ કરી છે સૌથી સસ્તી બાઇક, રોયલ એનફિલ્ડને આપશે ટક્કર

Harley-Davidson X350 એ કંપની દ્વારા ઓફર કરવામાં આવેલ પ્રથમ બાઇક છે જે V-Twin એન્જિનનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. આ બાઇકમાં, કંપનીએ QJ મોટર માંથી બનાવેલ 350 cc કેપેસિટીનું સમાંતર-ટ્વીન એન્જિન આપવામાં આવ્યું છે. આ બાઇક કિંમતના મામલે રોયલ એનફિલ્ડ ને ટક્કર આપશે.

Most affordable Harley-Davidson unveiled; India launch soon!

Harley-Davidsonને કર્યો કમાલ! લોન્ચ કરી છે સૌથી સસ્તી બાઇક, રોયલ એનફિલ્ડને આપશે ટક્કર

News Continuous Bureau | Mumbai

Harley-Davidson X350 Price and Features: દરેક બાઇક પ્રેમીને હાર્લી ચલાવવી ગમે છે. પરંતુ અત્યાર સુધી હાર્લી-ડેવિડસન બાઈક વધુ પડતી કિંમતના કારણે મોટાભાગના લોકોની પહોંચની બહાર છે. પરંતુ હવે હાર્લી-ડેવિડસને  વિશ્વભરના બાઇક લવર્સ નું સપનું પૂરું કર્યું છે. હાર્લી-ડેવિડસન, જે તેની પાવરફૂલ પરફોર્મન્સ બાઇક માટે વિશ્વભરમાં જાણીતી છે, તેણે આજે તેની સૌથી સસ્તી મોટરસાઇકલ, Harley-Davidson X350નું અનાવરણ કર્યું. એકવાર માર્કેટમાં આવ્યા બાદ આ બાઇક મુખ્યત્વે રોયલ એનફિલ્ડ સાથે કોમ્પિટિશન કરતી જોવા મળશે.

આપને જણાવી દઈએ કે, Harley-Davidsonએ ચીનના બજારમાં ઓફિશિયલ રીતે તેની પ્રથમ 350cc મોટરસાઇકલ X350 લૉન્ચ કરી છે. એટ્રેક્ટિવ લુક અને મજબૂત એન્જિન કેપેસિટીથી સજ્જ આ બાઇકની શરૂઆતની કિંમત 33,000 યુઆન નક્કી કરવામાં આવી છે. જે ભારતમાં અંદાજે 3.93 લાખ રૂપિયાની આસપાસ થાય છે. X350 એ પહેલી હાર્લી-ડેવિડસન મોટરસાઇકલ છે જે બ્રાન્ડના વી-ટ્વીન એન્જિન પર આધારિત નથી. તેના બદલે, બાઈક QJ મોટર માંથી મેળવેલ 350 cc સમાંતર-ટ્વીન એન્જિનનો ઉપયોગ કરે છે.

Join Our WhatsApp Community

હાર્લી-ડેવિડસન X350 કેવી છે: લુક અને ડિઝાઇન

આ બાઇકનો લુક અને ડિઝાઇન સ્પોર્ટસ્ટર XR1200Xથી ભારે પ્રેરિત જણાય છે, જે ભારતમાં બંધ કરવામાં આવી છે. આગળના ભાગમાં સહેજ ઓફ-સેટ સિંગલ-પોડ કન્સોલ સાથે રાઉન્ડેડ હેડલેમ્પ આપવામાં આવ્યા છે. બાઈકમાં 13.5 લીટરની કેપેસિટી સાથે ટીયર ડ્રોપ શેપેડની ફ્યુઅલ ટેંક આપવામાં આવી છે, જે XR1200 જેવી જ છે. તેની ટેઇલ ડિઝાઈન પણ સરખી જ દેખાય છે. આ બાઇકમાં LED હેડલેમ્પ અને ટેલલેમ્પ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત હેડલાઇટ પર હાર્લીનો લોગો તેને વધુ પ્રીમિયમ બનાવે છે.

એન્જિન કેપેસિટી અને માઇલેજ

Harley-Davidson X 350માં કંપનીએ 353 cc કેપેસિટી નું લિક્વિડ-કૂલ્ડ ટ્વીન એન્જિન આપ્યું છે, જે 36.7PSનો મજબૂત પીવર અને 31Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. જો કે આ પાવર આઉટપુટ એન્જિન માટે બહુ ઇમ્પ્રેશિવ નથી લાગતું, પરંતુ ભારતીય બજારમાં વેચાતી 350 સીસીની રોયલ એનફિલ્ડ બાઇકની સરખામણીમાં તે ઘણું વધારે છે.

આ સમાચાર પણ વાંચો : 700 વર્ષ પછી થશે 5 રાજયોગનો ભવ્ય સંયોગ, આ 4 રાશિઓ બનશે ધનવાન, ધનનો વરસાદ થશે

તેના ફ્રન્ટ સાઇડમાં 41mm અપસાઇડ-ડાઉન ફોર્ક રિબાઉન્ડ એડજસ્ટબિલિટી અને બેક સાઇડમાં પ્રીલોડ રિબાઉન્ડ એડજસ્ટબિલિટી સાથે મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યા છે. તે બંને છેડે પેટલ ડિસ્ક બ્રેક્સ, આગળના ભાગમાં ચાર-પિસ્ટન કેલિપર્સ અને પાછળના ભાગમાં સિંગલ-પિસ્ટન યુનિટ આપવામાં આવ્યા છે. આ સિવાય આ બાઇકમાં ડ્યુઅલ ચેનલ એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) આ બાઇકને વધુ ખાસ બનાવે છે. કંપનીનો દાવો છે કે આ બાઇક 20.2 કિમી પ્રતિ લિટરની માઇલેજ આપે છે અને તેનું વજન 180 કિલો છે.

શું આ બાઇક ભારતમાં લોન્ચ થશે?

ભારતીય બજારમાં પણ હાર્લી ડેવિડસનના ચાહકોની કોઈ કમી નથી. પરંતુ Harley-Davidson X350ને ભારતીય બજારમાં રજૂ કરવામાં આવશે કે નહીં તે અંગે કોઈ ઓફિશિયલ માહિતી નથી. પરંતુ જે કિંમતમાં આ બાઇકને ચીનના માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે તે જોતા એવી આશા રાખી શકાય છે કે જો તેને ભારતીય માર્કેટમાં રજૂ કરવામાં આવે તો લોકો તેનાથી વધુ સારા પ્રદર્શનની આશા રાખી શકે છે.

Mobile Number: મોબાઈલ નંબર તમારો છે, તો પણ આપવું પડશે ‘પ્રુફ’; જાણો શું છે સરકારનો આ નવો ઉપક્રમ
Flipkart Sale: ફ્લિપકાર્ટ સેલમાં થશે ડિસ્કાઉન્ટ નો વરસાદ, આ ફોન પર મળશે ભારે છૂટ, જાણો શું છે ઓફર
IoT Technology: ગુજરાતની FSL ખાતે IOT ટેકનોલોજી થી હિટ એન્ડ રન કેસોમાં દેશવ્યાપી શોધખોળ
Apple: એપલ પ્રેમીઓ માટે સારા સમાચાર, આ તારીખે લોન્ચ થશે આઇફોન 17 સીરીઝ
Exit mobile version