વિશ્વ આગળ વધી ગયું પરંતુ પાસવર્ડ ત્યાંના ત્યાં જ રહી ગયા. વર્ષ 2022 માં, સૌથી વધુ લોકપ્રિય પાસવર્ડ હજુ પણ “પાસવર્ડ” છે: તેને 1 સેકન્ડથી ઓછા સમયમાં ક્રેક કરી શકાય છે. અહીં વાંચો એ તમામ નબળા પાસવર્ડની સૂચિ જે એક સેકન્ડમાં હેક થઈ શકે છે.

જો તમે પણ રાખ્યા છે આવા ‘નબળા’ Password તો ચેતી જજો, માત્ર એક સેકન્ડમાં હેકર કરી લે છે હેક.. જુઓ યાદી..

 News Continuous Bureau | Mumbai

જે મિત્રો હજુ પણ નબળા પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છે, ધ્યાન આપો!

વિશ્વ બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે પરંતુ લોકો પોતાની જાતને ટેકનોલોજી સાથે આગળ વધારવા માટે તૈયાર છે કે કેમ તે એક પ્રશ્ન છે. 3TB ગ્લોબલ પાસવર્ડ ( passwords  ) લાઇબ્રેરી સર્ચ કર્યા પછી, નોર્ડપાસ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, જાણવા મળ્યું છે કે, “પાસવર્ડ” જેવા લગભગ 5 મિલિયન અત્યંત નબળા પાસવર્ડ ( Unsafe passwords ) હજુ પણ છે. તેમજ લોકો આજે પણ આવા પાસવર્ડ ને સૌથી સિક્યોર પાસવર્ડ માને છે. વર્તમાન ટેકનોલોજી મુજબ, પાસવર્ડને ક્રેક કરવામાં 1 સેકન્ડ જેટલો સમય પણ લાગતો નથી. અલબત્ત, ટોચના 10 પાસવર્ડ માં 123456, 123456789, ગેસ્ટ, 111111, 123123 અને અન્ય સરળ પાસવર્ડ્સ સામેલ છે.

Join Our WhatsApp Community

આંકડાઓમાં જાણવા મળ્યું છે કે કોઈ ચોક્કસ સોફ્ટવેરનો ઉપયોગ કરતી વખતે, ઘણા વપરાશકર્તાઓ મેમરીની સગવડ માટે પાસવર્ડ (passwords  ) તરીકે સોફ્ટવેરના નામનો સીધો ઉપયોગ કરે છે. મૂવી શીર્ષકો, તાજેતરની ઘટનાઓ (દા.ત. ઓસ્કાર) વગેરે પણ લોકો વ્યાપક પ્રમાણે ઉપયોગ કરી રહ્યા છે.

passwords

રિસર્ચમાં સામે આવ્યું છે કે બ્રાઝિલ, ચિલી, કોલંબિયા અને મેક્સિકોના વપરાશકર્તાઓ પ્રથમ વિકલ્પ તરીકે “123456″ કીનો ઉપયોગ કરે છે. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે ઘણા લોકો હજુ પણ ઈમેલ એકાઉન્ટ્સ, સોશિયલ નેટવર્ક અથવા અન્ય ઓનલાઈન સેવાઓને સુરક્ષિત રાખવા માટે નબળા, અનુમાન કરી શકાય તેવા પાસવર્ડ ( passwords ) પસંદ કરે છે.

આ સમાચાર પણ વાંચો:  એસ્ટ્રો ટિપ્સઃ અઠવાડિયાના આ 3 દિવસ લેવડ-દેવડ માટે અત્યંત જોખમી છે, આ દિવસે ઉધાર આપેલા પૈસા પાછા નથી આવતા

આ રહી વર્ષ 2022 ની સૌથી વધુ માં ઉપયોગ લેવાતા અને અસુરક્ષિત પાસવર્ડ ની સૂચિ.  આ તમામ પાસવર્ડ એક સેકન્ડમાં હેક થઈ શકે છે. 

– 123456, તેને ક્રેક કરવા માટે 1 સેકન્ડ અને કુલ 1,523,537 લોકો તેનો ઉપયોગ કરે છે.

– 123456789, ક્રેક કરવા માટે 1 સેકન્ડ અને કુલ 413,056 લોકો તેનો ઉપયોગ કરે છે.

– Guest, તેને ક્રેક કરવા માટે 10 સેકન્ડ અને કુલ 376,417 લોકો તેનો ઉપયોગ કરે છે.

– Querty, ક્રેક કરવા માટે 1 સેકન્ડ અને કુલ 389,679 લોકો પાસે છે.

– 12345678, ક્રેક કરવા માટે 1 સેકન્ડ અને કુલ 284,946 લોકો તેનો ઉપયોગ કરે છે.

– 111111, ક્રેક કરવા માટે 1 સેકન્ડ અને કુલ 229,047 લોકો પાસે છે.

– 1234, તેને ક્રેક કરવા માટે 1 સેકન્ડ અને કુલ 188,602 લોકો તેનો ઉપયોગ કરે છે.

-Col123456, ક્રેક કરવા માટે 11 સેકન્ડ અને કુલ 140,505 તેનો ઉપયોગ કરે છે.

– 123123, ક્રેક કરવા માટે 1 સેકન્ડ અને કુલ 127,762 લોકો તેનો ઉપયોગ કરે છે.

– 1234567, ક્રેક કરવા માટે 1 સેકન્ડ અને કુલ 110,275 લોકો તેનો ઉપયોગ કરે છે.

– 1234, ક્રેક કરવા માટે 1 સેકન્ડ અને કુલ 106,929 લોકો તેનો ઉપયોગ કરે છે.

– 1234567890, ક્રેક કરવા માટે 1 સેકન્ડ અને કુલ 105,189 લોકો તેનો ઉપયોગ કરે છે.

– 000000, ક્રેક કરવા માટે 1 સેકન્ડ અને કુલ 102,636 લોકો તેનો ઉપયોગ કરે છે.

– 555555, ક્રેક કરવા માટે 1 સેકન્ડ અને કુલ 98,353 લોકો તેનો ઉપયોગ કરે છે.

– 666666, તેને ક્રેક કરવા માટે 1 સેકન્ડ અને કુલ 91,274 લોકો તેનો ઉપયોગ કરે છે.

– 123321, ક્રેક કરવા માટે 1 સેકન્ડ અને કુલ 83,241 લોકો તેનો ઉપયોગ કરે છે.

– 654321, ક્રેક કરવા માટે 1 સેકન્ડ અને કુલ 81,231 લોકો તેનો ઉપયોગ કરે છે.

– 7777777, ક્રેક કરવા માટે 1 સેકન્ડ અને કુલ 74,233 લોકો તેનો ઉપયોગ કરે છે.

– 123, ક્રેક કરવા માટે 1 સેકન્ડ અને કુલ 60,795 લોકો તેનો ઉપયોગ કરે છે.

આ સમાચાર પણ વાંચો:  કેરી રસિકો માટે સારા સમાચાર : મુંબઈ વાશી માર્કેટમાં ફળોના રાજા હાફૂસ કેરીની એન્ટ્રી.. જાણો કેટલી છે એક પેટીની કિંમત..

આ રીતે તમે સંપૂર્ણપણે સુરક્ષિત પાસવર્ડ મેળવી શકો છો…

વિશ્વસનીય પાસવર્ડ બનાવવા માટે વ્યક્તિગત, પાલતુ અથવા કુટુંબના નામનો ઉપયોગ કરશો નહીં; જન્મતારીખવાળા પાસવર્ડ ટાળો.

સુરક્ષિત પાસવર્ડ જનરેટ કરવા માટે શ્રેષ્ઠ વસ્તુ એ છે કે અક્ષરો, સંખ્યાઓ, અપરકેસ અને લોઅરકેસને જોડવું.

Trump Ban Anthropic AI 2026: ટ્રમ્પ એક્શન મોડમાં! એન્થ્રોપિક AI પર લગાવ્યો મોટો પ્રતિબંધ; જાણો પેન્ટાગોન સાથેના વિવાદની પાછળનું સાચું કારણ..
Samsung Galaxy S26: હવે કોઈ નહીં કરી શકે તમારા ફોનમાં ડોકિયું! સેમસંગ લાવ્યું અદભૂત ‘Privacy Display’ ટેકનોલોજી; પબ્લિક પ્લેસમાં તમારી ચેટ રહેશે ફૂલ સિક્યોર.
WhatsApp SIM Binding Rule India: OTP સ્કેમ અને ફેક એકાઉન્ટ પર સર્જિકલ સ્ટ્રાઈક! સિમ કાર્ડ વગર WhatsApp વાપરવું હવે અશક્ય; ભારત સરકારનો કડક નિર્ણય.
AI Impact Summit Delhi: ગુગલના CEO સુંદર પિચાઈ અને ફિનલેન્ડના પીએમ ભારત પહોંચ્યા, જાણો એઆઈ સમિટની તમામ મોટી અપડેટ્સ.
Exit mobile version