Site icon

બ્લૂટૂથ કોલિંગ સાથે પેબલની નવી સ્માર્ટવોચ લોન્ચ, વાયરલેસ ચાર્જિંગ માટે સપોર્ટ, જાણો કિંમત

 News Continuous Bureau | Mumbai

પેબલે (Pebble) તેની નવી સ્માર્ટવોચ લોન્ચ (Smartwatch launch) કરી છે. કંપનીએ આ સ્માર્ટવોચને Cosmos Prime નામ આપ્યું છે. આ સ્માર્ટવોચ બ્લૂટૂથ કોલિંગ (Bluetooth calling) ફીચર સાથે આવે છે. ફોનમાં 1.91-ઇંચની મોટી ડિસ્પ્લે છે. આ સિવાય આ વોચ હેલ્થ રિલેટેડ ઘણા ફિચર્સ સાથે આવે છે.

Join Our WhatsApp Community

કંપનીએ તેમાં રિવર્સિબલ મેગ્નેટિક સ્ટ્રેપનો (Reversible magnetic strap) પણ ઉપયોગ કર્યો છે. આ તેને સરળતાથી પહેરવામાં મદદ કરે છે. કંપનીનો દાવો છે કે તેની એવરેજ બેટરી લાઈફ 5 દિવસ સુધીની છે. જ્યારે સ્ટેન્ડબાય પર તે 15 દિવસ સુધી એકસાથે ચાલી શકે છે. આ સ્માર્ટવોચમાં 100થી વધુ વોચ ફેસ આપવામાં આવ્યા છે.

પેબલ કોસ્મોસ પ્રાઇમ ભાવ (Pebble Cosmos Prime Price)

આ સ્માર્ટવોચની કિંમત 3,699 રૂપિયા રાખવામાં આવી છે. જો કે આ આ ઓફર લિમિટેડ ટાઇમ માટે જ છે. બાદમાં કંપની તેની કિંમત વધારી શકે છે. Pebble Cosmos Primeને ઈ-કોમર્સ સાઇટ એમેઝોન અને પેબલની ઓફિશિયલ વેબસાઇટ (Official website) પરથી ખરીદી શકાય છે. આવી સ્થિતિમાં આ ડિવાઇસ 4 હજારથી ઓછામાં સારો ઓપ્શન બની શકે છે.

આ સમાચાર પણ વાંચો: ચેતી જજો.. WhatsApp પર ભૂલથી પણ ના મોકલશો આવા 5 મેસેજ, નહીં તો થવું પડશે જેલ ભેગા 

સ્પેશિફિકેશન એન્ડ ફિચર્સ (Specifications and Features)

પેબલે જણાવ્યું છે કે આ સ્માર્ટવોચ એક્ટિવિટી ટ્રેક (Activity Track)  કરી શકાય છે. આ સિવાય તેમાં હેલ્થ રિલેટેડ અનેક એડવાન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ વોચમાં હંમેશા ઓન ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 100થી વધુ વોચ ફેસ આપવામાં આવ્યા છે. તેમાં 1.91 ઇંચની સ્ક્રીન છે. તે ચોરસ ડાયલ સાથે આવે છે.

કોલિંગ માટે કંપનીએ તેમાં બ્લૂટૂથ 5.0નો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટવોચ સુસંગત માઇક, કીપેડ, સ્પીકર સાથે આવે છે. આમાં વન-ટચ AI સક્ષમ વૉઇસ આસિસ્ટન્ટને પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ વોચ IP67 પ્રમાણિત છે.

આ કારણે તે વોટર અને ડસ્ટ પ્રૂફ છે. હેલ્થ મોનિટરમાંથી સ્ટેપ્સ, ડિસ્ટન્સ કવર, કેલરી બર્ન જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટવોચ સ્માર્ટ નોટિફિકેશન સાથે પણ આવે છે. તેને ઝડપી શૉર્ટકટ વડે એક્સેસ કરી શકાય છે. આમાં વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ આપવામાં આવ્યો છે.

 

Hamas: ટ્રમ્પની ૨૦ મુદ્દાની ગાઝા ડીલ પર હમાસની પ્રતિક્રિયા આવી સામે, જાણો વાટાઘાટકારોએ શું કહ્યું
Gold-Silver Rate:મહિનાના આખરી દિવસે પણ સોના-ચાંદી માં જોવા મળી તેજી, ખરીદતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ
Stock Market: સાત દિવસની ઘટાડા બાદ બજારમાં તેજી, સેન્સેક્સ આટલા અંક ઉછળ્યો તો નિફ્ટી પણ ૨૪૫૦૦ની પાર
Narendra Modi: ગાઝા શાંતિ કરાર પર ટ્રમ્પને મળ્યો વડાપ્રધાન મોદીનો સાથ, યુદ્ધ રોકવા માટે તમામ દેશોને કરી આ મોટી અપીલ
Exit mobile version