News Continuous Bureau | Mumbai
Phone Hacking: વિશ્વમાં વધતા જતાં આ ઈન્ટરનેટ યુગમાં ફોન હેક ( Phone Hacks ) થવાની આ ઘટનાઓ હાલ વધી છે. સાથે જ, દરેક ક્ષેત્રમાં નવી નવી ટેક્નોલોજીનો પ્રવેશ થઈ રહ્યો છે, જેના કારણે ફોન હેક કરવું હવે હેકર્સ માટે સરળ બની ગયું છે. આવી સ્થિતિમાં, તમે કેવી રીતે જાણી શકશો કે તમારો ફોન હેક થઈ ગયો છે કે નહીં? વાસ્તવમાં, આજે અમે તમને કેટલાક સંકેતો જણાવીશું, જેના દ્વારા તમે જાણી શકશો કે તમારો ફોન હેક થઈ ગયો ( How to check my phone is hacked ) છે કે નહીં…
Phone Hacking: બેટરી લાઈફ
જો તમારા ફોનની બેટરી ઝડપથી ડિસ્ચાર્જ થઈ રહી છે, તો સંભવ છે કે તમારો ફોન હેક થઈ ગયો છે, કારણ કે ઘણા બધા કારણો છે. બેકગ્રાઉન્ડમાં હેકર્સ ( Hackers ) દ્વારા છુપાયેલા જાસુસી એપ્સ ચલાવવામાં આવતા ફોનની બેટરી ઝડપથી ડિસ્ચાર્જ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે ફોનની બેટરી પર ધ્યાન આપવાની જરૂર છે.
Phone Hacking: ફોન પર બિનજરૂરી એપ્સ
તમારે તમારા મોબાઈલમાં ચાલતી તમામ એપ વિશે માહિતગાર હોવુ જોઈએ. જેથી કરીને તમારી પરવાનગી વગર તમારા ફોનમાં કોઈ એપ ઇન્સ્ટોલ થાય છે તો તમને તરત જ ખબર પડી શકે. જો તમારા ફોનમાં તમારા પરવાનગી વિના કોઈ એપ ઈન્સ્ટોલ થઈ રહ્યું છે. તો તે ફોન હેકિંગ (તરફ દોરી શકે છે. આ અજાણી એપ્સમાં છુપાયેલ જાસૂસી સોફ્ટવેર હોઈ શકે છે. તેથી આવા એપથી સાવધાન રહેવાની જરુર છે.
Phone Hacking: મોબાઈલ ઓવરહિટીંગ
જાસૂસી એપ્લિકેશન્સ સામાન્ય રીતે જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરીને રીઅલ ટાઇમમાં ઉપકરણના સ્થાનને ટ્રૅક કરે છે. આવી સ્થિતિમાં, તમારા ફોનના હાર્ડવેર પર વધુ પડતું દબાણ આવે છે. જેના કારણે ઓવરહિટીંગની સમસ્યા સર્જાય છે. તેથી જો આવુ થઈ રહ્યું છે તો તમારો ફોન હેક થયેલ હોઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : DARPG: DARPGના ભારતીય પ્રતિનિધિમંડળે લંડનમાં ત્રીજી દ્વિવાર્ષિક પેન-કોમનવેલ્થ જાહેર સેવાઓના વડાઓ/સચિવોની કેબિનેટ બેઠકમાં ભાગ લીધો
Phone Hacking: ડેટા વપરાશમાં વધારો
જો તમારો ફોન ટ્રેક કરવામાં આવે છે, તો ડેટાનો વપરાશ અચાનક વધી જાય છે. આવી સ્થિતિમાં, જો ડેટા વપરાશમાં અચાનક વધારો થાય છે, તો તમારે સાવચેત રહેવું જોઈએ.
Phone Hacking: ડિવાઈસ મેલફંક્શન
ફોન હેક થવાના કિસ્સામાં, ડિવાઈસમાં ખામી જેવી ઘટનાઓ જેમ કે સ્ક્રીન ફ્લેશિંગ, ઓટોમેટિક ફોન સેટિંગમાં ફેરફાર અથવા ફોન કામ ન કરતો જોવા મળે છે.
Phone Hacking: કૉલિંગમાં પૃષ્ઠભૂમિ અવાજ
કેટલીક જાસૂસી એપ્લિકેશન્સ ફોન કૉલ્સ રેકોર્ડ કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે ફોન કૉલ દરમિયાન કોઈપણ પૃષ્ઠભૂમિ અવાજ સંભળાય છે, ત્યારે તરત જ તે વ્યક્તિએ સાવચેત થઈ જવું જોઈએ, કારણ કે તે હેકિંગની ( Hacking ) નિશાની હોઈ શકે છે.
Phone Hacking: બિનજરૂરી બ્રાઉઝિંગ હિસ્ટ્રી
ટ્રેકિંગ અથવા જાસૂસી એપ્લિકેશન ડાઉનલોડ કરવા સાથે સંકળાયેલ વેબસાઇટ્સને શોધવા માટે તમારા ઉપકરણના બ્રાઉઝિંગ હિસ્ટ્રીનું પણ નિરીક્ષણ કરો.
