Site icon

PhonePe પર અદ્ભુત ફિચર! ડેબિટ કાર્ડ વગર પણ UPI એકાઉન્ટ એક્ટિવેટ થઇ શકશે, જાણો સંપૂર્ણ પ્રોસેસ

News Continuous Bureau | Mumbai

ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ PhonePe ખૂબ જ લોકપ્રિય છે. હવે કંપનીએ એક નવું ફીચર બહાર પાડ્યું છે. આની મદદથી આધાર કાર્ડ OTP ઓથેન્ટિકેશનની મદદથી UPI એક્ટિવેટ કરી શકાય છે. કંપનીના જણાવ્યા અનુસાર, PhonePe આ ફીચર રજૂ કરનારી પ્રથમ UPI એપ બની છે.

Join Our WhatsApp Community

આની મદદથી યુઝર્સ PhonePe એપ ઓનબોર્ડિંગ પ્રોસેસમાં (onboarding process) આધાર કાર્ડનો (Aadhar Card) વિકલ્પ પસંદ કરી શકે છે. આ માટે તેમણે આધાર કાર્ડના છેલ્લા 6 અંકો નાખવા પડશે. એટલે કે હવે યુઝર્સ ડેબિટ કાર્ડની વિગતો વગર પણ આ પેમેન્ટ એપનો ઉપયોગ કરી શકશે.

PhonePeના હેડ ઓફ પેમેન્ટ (Head of Payment) દીપ અગ્રવાલે (Deep Agarwal) જણાવ્યું હતું કે આ UPI ઓનબોર્ડિંગ પ્રોસેસને વધુ સરળ બનાવશે. આવું કરવા માટે તે પ્રથમ ફિનટેક પ્લેટફોર્મ (fintech platform) બની ગયું છે. આરબીઆઇ (RBI) , એનપીસીઆઇ (NPCI) અને યુઆઇડીએઆઇના આ પગલાને કારણે ડિજિટલ ફાઇનાન્શિયલ્સમાં (Digital Financials) પણ આધાર કાર્ડનો ઉપયોગ થઇ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022: BJPએ વધુ છ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા, જુઓ લિસ્ટ

દીપ અગ્રવાલના જણાવ્યા અનુસાર, આધારનો ઉપયોગ કરીને નવી ઓનબોર્ડિંગ પ્રોસેસ UPI ઇકોસિસ્ટમને વધારવામાં મદદ કરશે. આનાથી નવા કસ્ટમરને ડિજિટલ પેમેન્ટ એપ (Digital Payment App) પર આવવામાં પણ મદદ મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ NPCI સાથે વાટાઘાટો કરીને UPIને આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જવા માંગે છે.

આ છે રજીસ્ટ્રેશન પ્રોસેસ

તમને જણાવી દઇએ કે પહેલા UPI પેમેન્ટ રજીસ્ટ્રેશન પ્રોસેસ (Registration Process) માટે ડેબિટ કાર્ડ હોવું જરૂરી હતું. જેના કારણે ડેબિટ કાર્ડ ન ધરાવતા લોકોને ભારે મુશ્કેલી પડી હતી. હવે આ પ્રોસેસને આધાર આધારિત ઇ-કેવાયસીથી ઘણી સરળ બનાવી દેવામાં આવી છે.

PhonePe યુઝર્સ એપ પર રજીસ્ટ્રેશન દરમિયાન આધાર કાર્ડનો ઓપ્શન પસંદ કરી શકે છે. આ માટે તેમને આધારના છેલ્લા 6 અંકોની જરૂર પડશે. આ સાથે, તેમને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર UIDAI તરફથી OTP મળશે. આ પછી તેમને બેંકમાંથી OTP પણ મળશે. વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તેઓ પેમેન્ટ એપનો ઉપયોગ કરી શકશે.

 

Autonomy: ભારતમાં લોન્ચ થયું દુનિયા ની પહેલી ડ્રાઇવર વિના ની ઓટો, કિંમત સાંભળીને તમને પણ લાગશે આંચકો
Zoho: વોટ્સએપને ટક્કર આવી ગયું ઝોહોનું દેશી મેસેજિંગ એપ અરટ્ટાઈ, જાણો શું છે તેની ખાસિયત
AI Video: હવે સોશિયલ મીડિયા પર મચશે ધમાલ! મેટા એ લોન્ચ કર્યું નવું પ્લેટફોર્મ, ચપટીમાં બનશે AI વીડિયો.
Bengaluru Traffic Police: બેંગ્લોર ના ડ્રાઈવરો થઇ જાઓ સાવધાન,હવે ગાડી ચાલતા જ જાણી શકાશે કેટલા ચલણ છે પેન્ડિંગ,ટ્રાફિક પોલીસ એ લોધો આ ટેક્નોલોજી નો સહારો
Exit mobile version