Site icon

શું તમે પણ વાંરવાર બહાના કાઢીને ઓફિસમાંથી રજા લો છો? તો થઇ જાઓ સાવધાન, હવે AI ખોલશે ભેદ…જાણો કેવી રીતે કરશે કામ

શું તમે પણ વાંરવાર બહાના કાઢીને ઓફિસમાંથી રજા લો છો? તો થઇ જાઓ સાવધાન, હવે AI ખોલશે ભેદ...જાણો કેવી રીતે કરશે કામ

Planning to call in sick at work? AI may soon be able to detect if employees are lying from their tone

Planning to call in sick at work? AI may soon be able to detect if employees are lying from their tone

News Continuous Bureau | Mumbai

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કર્મચારીઓ બીમારીના બહાને કામ પરથી રજા લઈ લે છે. જો કર્મચારીઓ રજા લેવા માંગતા હોય તો તેમને નિયમ મુજબ એક કે બે દિવસની રજા મળે છે. પરંતુ જો આ રજા ત્રણ-ચાર દિવસથી વધુ લેવામાં આવે તો સમસ્યા સર્જાય છે. કર્મચારીઓ સામાન્ય રીતે માંદગીની ગેરહાજરીના ઘણા કારણોની જાણ કરે છે. તે સ્વાસ્થ્ય સમસ્યા હોવાથી, કંપની ના કહી શકતી નથી.

Join Our WhatsApp Community

હવે બહાનેબાજી નહીં ચાલે

જોકે આ રજાના મોટાભાગના કારણો ખોટા હોતા હોય છે. અને આ કારણો સાચા કે ખોટાની યોગ્ય ચકાસણી માટે હજુ સુધી કોઈ મશીન નહોતું. પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે. કંપનીઓએ પણ આ પ્લેટફોર્મ પરથી ઘણા પ્રકારના ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું છે. લોકો તેના માટે ખૂબ ઉત્સુક છે. એવું જાણવા મળ્યું છે કે રજાનું કારણ માન્ય છે કે નહીં તે ચકાસવા માટે ઓપન AI ચેટબોટની સમાંતર ચેટબોટ બનાવવા પર કામ કરી રહ્યું છે. ઘણી કંપનીઓએ તેમના ઉત્પાદનો અને સેવાઓમાં ChatGpt જેવા ચેટબોટ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. એઆઈ હવે અવાજ પરથી જાણી લેશે કે સામી વ્યક્તિને સરદી, ઉધરસ છે કે નહીં. બીમારીના બહાના કાઢીને રજા લેનારાઓના ભેદ હવે એઆઈ ખોલશે.

આ સમાચાર પણ વાંચો:   અજિત પવાર CM શિંદે અને ફડણવીસને મળ્યા, લગભગ 1 કલાક સુધી ચાલી બેઠક, ત્રણેય દિગ્ગ્જ્જો વચ્ચે શું ચર્ચા થઈ? રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ..

ધ્વનિ નમૂના પરીક્ષણ કરવામાં આવ્યું

તાજેતરમાં, સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના સંશોધકો દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસ માટે 630 લોકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં તેમના અવાજની પેટર્નનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ 630 લોકોમાંથી 111 લોકોમાં શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યા હતા. આ માટે સાઉન્ડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેનો યોગ્ય અભ્યાસ કરવા આવ્યો હતો. જેથી શરદી અને તાવના લક્ષણોનું ચોક્કસ કારણ જાણી શકાય. આ અભ્યાસમાં અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટેસ્ટ દરમિયાન લોકોના વોકલ પેટર્નને ટેસ્ટ કરવામાં આવ્યા. હોર્મોનિક્સનો ઉપયોગ કરીને એ શોધવામાં આવ્યું છે કે ખરેખર તાવ કે સરદી છે કે નહીં. જેમને ખરેખર સરદી અથવા ઉધરસ હોય છે, તેમની વોકલ પેટર્ન ઇરરેગ્યુલર હોય છે. આ ટેક્નિકનો ઉપયોગ કરીને વ્યક્તિ બીમાર છે કે નહીં તેની તપાસ કરી શકાય છે.

Mobile Number: મોબાઈલ નંબર તમારો છે, તો પણ આપવું પડશે ‘પ્રુફ’; જાણો શું છે સરકારનો આ નવો ઉપક્રમ
Flipkart Sale: ફ્લિપકાર્ટ સેલમાં થશે ડિસ્કાઉન્ટ નો વરસાદ, આ ફોન પર મળશે ભારે છૂટ, જાણો શું છે ઓફર
IoT Technology: ગુજરાતની FSL ખાતે IOT ટેકનોલોજી થી હિટ એન્ડ રન કેસોમાં દેશવ્યાપી શોધખોળ
Apple: એપલ પ્રેમીઓ માટે સારા સમાચાર, આ તારીખે લોન્ચ થશે આઇફોન 17 સીરીઝ
Exit mobile version