Site icon

નવો મોબાઇલ ખરીદવાના હોય તો જરૂર વાંચો! આ સ્માર્ટફોન્સ ફેબ્રુઆરીમાં થઇ રહ્યાં છે લોન્ચ, તમારા બજેટમાં કયો ફોન થશે ફીટ

જો તમે નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારે થોડો સમય રાહ જોવી જોઈએ. ફેબ્રુઆરીમાં ઘણા સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યા છે. Samsung Galaxy S23 સિરીઝથી OnePlus 11 આવતા મહિને લોન્ચ થશે. અહીં તમને ફેબ્રુઆરીમાં લોન્ચ થનારા ફોનનું લિસ્ટ જણાવી રહ્યાં છીએ.

Read this before you purchase your new smartphone

નવો મોબાઇલ ખરીદવાના હોય તો જરૂર વાંચો! આ સ્માર્ટફોન્સ ફેબ્રુઆરીમાં થઇ રહ્યાં છે લોન્ચ, તમારા બજેટમાં કયો ફોન થશે ફીટ

News Continuous Bureau | Mumbai

જાન્યુઆરી પૂરી થવામાં છે. ફેબ્રુઆરીમાં ઘણા સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યા છે. ઘણા પાવરફુલ સ્માર્ટફોન પણ આમાં સામેલ છે. આવનારા મહિનામાં સેમસંગ ગેલેક્સી S23 સિરીઝના ફોન ઉપરાંત OnePlus 11 પણ રજૂ કરવામાં આવશે. અહીં તમને ફેબ્રુઆરી મહિનામાં લોન્ચ થનારા ફોનની યાદી જણાવી રહ્યાં છીએ.

Join Our WhatsApp Community

સેમસંગ ગેલેક્સી S23 સિરીઝ

Samsung Galaxy S23 સિરીઝ 1 ફેબ્રુઆરીએ લોન્ચ થશે. આ સીરીઝમાં Samsung Galaxy S23, Samsung Galaxy S23+ અને Samsung Galaxy S23 Ultra લોન્ચ થશે. આ શ્રેણીમાં પાવરફુલ ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 જનરલ 2 ચિપસેટ આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર, તેમાં 200 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

વનપ્લસ 11

OnePlus 11 તાજેતરમાં ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. કંપની આ ફ્લેગશિપ ફોનને 7 ફેબ્રુઆરીએ ભારત અને અન્ય વૈશ્વિક બજારોમાં લોન્ચ કરશે. આ હેન્ડસેટમાં Qualcomm Snapdragon 8 Gen 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે.

iQoo Neo 7 5G

iQoo Neo 7 5G 16 ફેબ્રુઆરીએ લોન્ચ થશે. આ ફોનમાં MediaTek Dimensity 8200 ચિપસેટ આપવામાં આવી છે. ઓનલાઈન કોમર્સ પ્લેટફોર્મ એમેઝોને આ માટે એક માઈક્રોસાઈટ પણ તૈયાર કરી છે. આ કારણે તેની ઉપલબ્ધતા અને ઘણી સુવિધાઓ વિશે માહિતી સામે આવી છે.

આ સમાચાર પણ વાંચો : Adani FPO : છેલ્લુ અટ્ટહાસ્ટ અદાણીનું હશે, FPO સંદર્ભે અદાણી માટે મોટા રાહતના સમાચાર.

Xiaomi 13 સીરીઝ

Xiaomi 13 સીરીઝ પણ ફેબ્રુઆરીમાં લોન્ચ થઈ શકે છે. આ સીરીઝમાં Xiaomi 13 અને Xiaomi 13 Pro લોન્ચ કરવામાં આવશે. આ હેન્ડસેટ ચીનમાં પણ લોન્ચ કરવામાં આવ્યો છે. તેના વૈશ્વિક વેરિઅન્ટને આગામી મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં રજૂ કરવામાં આવશે.

Realme GT Neo 5

Realme GT Neo 5 પણ આવતા મહિને ચીનમાં લોન્ચ થઈ શકે છે. આ હેન્ડસેટ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 240 વોટ સુપરવોક ચાર્જિંગ ટેક્નોલોજી આપવામાં આવી શકે છે.

Vivo X90 સિરીઝ

આ સીરીઝમાં Vivo X90, Vivo X90 Pro અને Vivo X90 Pro+ લોન્ચ કરવામાં આવશે. આ સીરીઝ સાથે 120 વોટ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી આપવામાં આવી શકે છે. તેની પાછળ ટ્રિપલ કેમેરા આપી શકાય છે.

Oppo Reno 8T

Oppo Reno 8T પણ આવતા મહિને લોન્ચ થઈ શકે છે. આ સ્માર્ટફોન વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેમાં Qualcomm Snapdragon 695 પ્રોસેસર આપવામાં આવી શકે છે. તેની પાછળ 108 મેગાપિક્સલનો કેમેરો આપી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai News : ઉત્તર મુંબઈ સહિત મુંબઈના અનેક વિસ્તારમાં આજે પણ પાણી નહીં, સાંજે 6 વાગ્યે પાણી પુરવઠો પુનઃસ્થાપિત

Apple iPhone Pocket: Appleનો નવો ‘નખરો’: iPhone રાખવા માટે રજૂ કર્યું મોંઘું પોકેટ! કિંમત સાંભળીને યુઝર્સના હોશ ઉડી જશે
WhatsApp Username: WhatsApp યુઝર્સ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર; જલ્દી આવશે ‘આ’ નવી સુવિધા
New Aadhaar App: નવીન આધાર ઍપમાં હવે ચહેરો પણ સ્કૅન થશે, તમારી ઓળખ ડિજિટલી પૂરવાર થશે
Spider web: સંશોધકો પણ ચોંકી ગયા! અહીં મળ્યું દુનિયાનું સૌથી મોટું કરોળિયાનું જાળું, અંદરનું રહસ્ય જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!
Exit mobile version