Site icon News Continuous Bureau | Mumbai

Redmi 12C, Redmi Note 12 લૉન્ચ, 50MP કૅમેરો 5,000mAh બેટરી સાથે, કિંમત 8,999 રૂપિયાથી શરૂ

Redmi Note 12C, Redmi Note 12 4G ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. બંને સ્માર્ટફોન 4G છે. તમને થોડું કન્ફ્યુઝન થઈ શકે છે, કારણ કે કંપનીએ Redmi Note 12 સિરીઝ પહેલા જ લોન્ચ કરી દીધી હતી, પરંતુ હવે તેનું 4G વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

Redmi Note 12 4G and Redmi 12C Launched in India: Price and Specs

Redmi 12C, Redmi Note 12 લૉન્ચ, 50MP કૅમેરો 5,000mAh બેટરી સાથે, કિંમત 8,999 રૂપિયાથી શરૂ

News Continuous Bureau | Mumbai

Redmi Note 12C, Redmi Note 12 4G: ચીનની સ્માર્ટફોન નિર્માતા Xiaomiએ ભારતમાં નવો બજેટ સ્માર્ટફોન Redmi Note 12 અને Redmi 12C લોન્ચ કર્યો છે. બંને સ્માર્ટફોન 4G છે. આપને જણાવી દઈએ કે કંપનીએ અગાઉ Redmi Note 12 5G વેરિઅન્ટ લોન્ચ કર્યું હતું. હવે તેનું 4G વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

Join Our WhatsApp Channel

Redmi 12Cના બેઝ મોડલ ની કિંમત 8,999 રૂપિયા છે. તેમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ છે. જ્યારે બીજા મોડલમાં 6GB રેમ સાથે 128GB સ્ટોરેજ છે. તેની કિંમત 10,999 રૂપિયા છે.

Redmi Note 12 4Gની કિંમત 14,999 રૂપિયાથી શરૂ થાય છે. બેઝ વેરિઅન્ટ માં 6GB રેમ સાથે 64GB સ્ટોરેજ છે, જ્યારે 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે.

Redmi 12Cમાં 6.71-ઇંચની HD પ્લસ ડિસ્પ્લે છે. તેમાં 60Hz નો સ્ટાન્ડર્ડ રિફ્રેશ રેટ સપોર્ટ છે. આ ફોનમાં MediaTek Helio G85 ચિપસેટ આપવામાં આવી છે. આ ફોન એન્ડ્રોઇડ 12 આધારિત MIUI 13 પર ચાલે છે.

આ સમાચાર પણ વાંચો : નાણાકીય વર્ષના અંતિમ દિવસે શેરબજારમાં શાનદાર તેજી, માર્કેટ ખુલતા સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઇન્ટ ઉછળ્યા..

Redmi 12Cમાં 5,000mAh બેટરી છે અને તેમાં માઇક્રો USB પોર્ટ છે. આ ફોનની બેટરી 5,000mAh છે અને પ્રાઈમરી કેમેરા 50 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે તેમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

Redmi Note 12 વિશે વાત કરીએ તો તેમાં 6.67-ઇંચની સુપરએમોલેડ ડિસ્પ્લે છે. આ ફુલ એચડી પ્લસ પેનલ છે. આ ફોનમાં Qualcomm Snapdragon 685 ચિપસેટ આપવામાં આવી છે.

Redmi Note 12 4Gમાં 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કૅમેરો છે, જ્યારે 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ આપવામાં આવ્યો છે. 2 મેગાપિક્સલનો કેમેરો છે જે મેક્રો લેન્સ છે. સેલ્ફી માટે તેમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.

Redmi Note 12 4Gમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે અને તેની સાથે 33W ચાર્જર આપવામાં આવ્યું છે. સ્પેશિફિકેશનના આધારે અને બજેટ સેગમેન્ટમાં આ ફોન બેસ્ટ કેટેગરીમાં આવી રહ્યા છે.

Tesla Flying Car Roadster Unveiled ટેસ્લાની ઉડતી કાર પરથી પડદો ઊંચકાયો માત્ર ૧ સેકન્ડમાં ૯૬ કિમીની ઝડપ પકડશે, જાણો ક્યારે થશે લોન્ચ અને શું બોલ્યા એલોન મસ્ક?
WhatsApp Free Calling Feature વોટ્સએપે લોન્ચ કર્યું મોસ્ટ અવેઇટેડ ફીચર યુઝર્સને મળશે સીમ વગર આ સેવા, દરેકને થશે મોટો ફાયદો
Gen Z Subscription Detox Trend Gen Z યુવાનો બન્યા ‘સ્માર્ટ સેવર્સ’; ‘સબસ્ક્રિપ્શન ફેટીગ’ વધતાં ઓટીટી અને પ્રીમિયમ એપ્સના બિનજરૂરી ખર્ચ પર કાતર
Orkut Social Media Relaunch આઇકોનિક સોશિયલ નેટવર્ક Orkut ની વાપસીના સંકેત, ફાઉન્ડર ઓરકુટ બ્યુકોક્તેને સમર્થકો પાસે માંગી મદદ
Exit mobile version