Site icon

SIM Card: તમારા નામ પર કેટલા સિમ એક્ટિવેટ છે, માત્ર 60 સેકન્ડમાં પ્રાપ્ત કરો તમામ માહિતી.. જાણો શું છે આ સંપુર્ણ પ્રક્રિયા…

SIM Card: આજની વધતી જતી નવી નવી ટેક્નોલોજીમાં ખૂબ જ સાવધ રહેવું જરુરી છે. તાજેતરમાં સિમ કાર્ડ છેતરપિંડીના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. તેથી જાણો અહીં એક સહેલી ટ્રીક, જેના ઉપયોગ દ્વારા તમે સરળતાથી જાણી શકશો કે તમારા નામ પર કેટલા સિમ એક્ટિવેટ છે…

SIM Card How many SIM Cards are activated in your name, get all information in just 60 seconds.

SIM Card How many SIM Cards are activated in your name, get all information in just 60 seconds.

 News Continuous Bureau | Mumbai

SIM Card: સાયબર ક્રાઈમના ( Cybercrime ) કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. સ્કેમર્સ અથવા ઠગ્સ પણ સિમ સ્વેપિંગ ( SIM Swapping ) દ્વારા લોકોને નિશાન બનાવી રહ્યા છે. વાસ્તવમાં, સિમ સ્વેપિંગમાં શું થાય છે કે સ્કેમર્સ તમારી અંગત વિગતોની મદદથી તમારો નંબર તેમના મોબાઇલ પર સક્રિય કરે છે અને પછી તમારા નંબર પર પ્રાપ્ત બધી માહિતીનો ઉપયોગ કરીને, તેઓ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરે છે. સ્કેમર્સ સોશિયલ મીડિયા પરથી તમારી અંગત માહિતી એકત્રિત કરે છે અને પછી તેને ટેલિકોમ ઓપરેટરને ( telecom operator ) આપે છે અને તેમના ફોન પર તમારા સિમનો ઍક્સેસ મેળવે છે. 

Join Our WhatsApp Community

પહેલા એ જાણવું મુશ્કેલ હતું કે કોઈ વ્યક્તિના નામ પર કેટલા સિમ ચાલી રહ્યા છે, પરંતુ હવે તે ખૂબ જ સરળતાથી જાણી શકાય છે. તમે માત્ર 60 સેકન્ડ અથવા તો એક મિનિટમાં જાણી શકો છો કે કોઈ અન્ય વ્યક્તિ તો તમારા નામ પર કોઈ સિમ કાર્ડનો ઉપયોગ તો નથી કરી રહ્યુંને…

 શું છે આ પ્રક્રિયા…

જો કોઈ સાયબર ગુનેગાર ( Cyber criminals ) અથવા કોઈ અજાણી વ્યક્તિ તમારા નામનો ઉપયોગ કરી કોઈ સિમકાર્ડનો ઉપયોગ કરતો હોય, તો કેન્દ્ર સરકારે ( central government ) આવા કેસને ટ્રેક કરવા માટે સંચાર સારથી પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલની મદદથી તમે થોડી જ સેકન્ડમાં જાણી શકો છો કે તમારા નામ પર કેટલા સિમ એક્ટિવ છે. તમે આ પોર્ટલ પરથી તમારા નામ પર ચાલતુ અજાણ્યા સિમને બંધ પણ કરી શકો છો. આવો તમને સંપૂર્ણ પ્રક્રિયા જણાવીએ.

આ સમાચાર પણ વાંચો :  Odisha: ઓડિશાના ચિલ્કા તળાવમાં પુરુષોત્તમ રુપાલા 2 કલાક સુધી બોટમાં ફસાયા.. જાણો શું છે કારણ… વાંચો અહીં..

આ રીતે જાણો..

-સૌથી પહેલા તમારે tafcop.sancharsaathi.gov.in વેબસાઈટ પર જવું પડશે.
-જ્યારે નવું પેજ ખુલશે, ત્યારે તમારે તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરવો પડશે.
-હવે પેજ પર કેપ્ચા કોડ ભરવાનો રહેશે.
-હવે તમારા નંબર પર OTP મોકલવામાં આવશે. આને ભરીને તમે પોર્ટલ પર લોગીન કરી શકશો.
-હવે જ્યારે નવું પેજ ખુલશે ત્યારે તમને તમારા ID પર કયા નંબર એક્ટિવેટ કરવામાં આવ્યા છે તેની યાદી જોવા મળશે.
-જો તમને આમા કોઈ એવો નંબર દેખાય છે જે તમારો નથી અથવા તમારી જાણ બહાર તમારા નામ પર એક્ટિવ છે, તો તમે અહીંથી તેની સામે રિપોર્ટ નોંધાવી શકો છો અને તેને બ્લોક કરાવી શકો છો.

Apple iPhone Pocket: Appleનો નવો ‘નખરો’: iPhone રાખવા માટે રજૂ કર્યું મોંઘું પોકેટ! કિંમત સાંભળીને યુઝર્સના હોશ ઉડી જશે
WhatsApp Username: WhatsApp યુઝર્સ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર; જલ્દી આવશે ‘આ’ નવી સુવિધા
New Aadhaar App: નવીન આધાર ઍપમાં હવે ચહેરો પણ સ્કૅન થશે, તમારી ઓળખ ડિજિટલી પૂરવાર થશે
Spider web: સંશોધકો પણ ચોંકી ગયા! અહીં મળ્યું દુનિયાનું સૌથી મોટું કરોળિયાનું જાળું, અંદરનું રહસ્ય જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!
Exit mobile version