Site icon

Sony PlayStation 5 Slim Discount Offer : ગેમર્સ માટે સારા સમાચાર! સોનીના સમર સેલમાં પ્લેસ્ટેશન 5 સ્લિમ પર રૂ. 5,000 નું બંપર ડિસ્કાઉન્ટ.. જાણો ક્યાં મળશે આ ઓફર..

Sony PlayStation 5 Slim Discount Offer : સોનીનું મર્યાદિત સમયનું સમર સેલમાં PS5 સ્લિમ કન્સોલ CFI-2008A01 અને CFI-2008B01 પર 14મી મે, 2024 સુધી ડિસ્કાઉન્ટેડ કિંમતો ઓફર કરી રહી છે. આ ઓફર એમેઝોન, ક્રોમા અને ફ્લિપકાર્ટ જેવા રિટેલર્સમાં ઉપલબ્ધ રહેશે..

Sony PlayStation 5 Slim Discount Offer Good news for gamers! Sony's Summer Sale on PlayStation 5 Slim for Rs. 5,000 bumper discount

Sony PlayStation 5 Slim Discount Offer Good news for gamers! Sony's Summer Sale on PlayStation 5 Slim for Rs. 5,000 bumper discount

News Continuous Bureau | Mumbai

Sony PlayStation 5 Slim Discount Offer : જાપાનની કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કંપની સોનીએ ( Sony  ) તાજેતરમાં જ પ્લેસ્ટેશન 5 સ્લિમ લોન્ચ કર્યું છે. કંપનીના ‘સમર સેલ’ દરમિયાન તેના પર 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. PS 5 સ્લિમની છુટક બજાર કિંમત 54,990 રૂપિયા છે. તેને આવતા મહિને શરૂ થતા સોનીના સમર સેલમાં 49,990 રૂપિયામાં ખરીદી શકાય છે. PS 5 સ્લિમ લોન્ચ થયા પછી, કંપનીએ PS 5ની ડિસ્ક એડિશન પર 13,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું.

Join Our WhatsApp Community

આ સેલમાં, ડિસ્કાઉન્ટ ફક્ત PS 5 સ્લિમના ( PlayStation 5 Slim ) CFI-2008A01 અને CFI-2008B01 મોડલ્સ પર જ મળશે. આ ઓફર તમે Amazon, Flipkart, Blinkit, Croma, Sony Center, Reliance Retail, Vijay Sales અને કેટલાક અન્ય રિટેલર્સ પાસેથી 49,990 રૂપિયામાં ખરીદી શકશો. આ વેચાણ 1 મે થી 14 મે સુધી અથવા સ્ટોક છે ત્યાં સુધી ચાલશે. આ મહિનાની શરૂઆતમાં, સોનીએ પ્લેસ્ટેશન 5 CFI–1208A01R ના સ્ટાન્ડર્ડ મોડલ પર રૂ. 13,000 સુધીનું ડિસ્કાઉન્ટ ( discount ) આપ્યું હતું . આ ઓફર 30મી એપ્રિલ સુધી જ ચાલુ રહેશે.

 Sony PlayStation 5 Slim Discount Offer : PS 5 સ્લિમ, PS 5 કરતાં થોડું પાતળું અને હલકું છે…

આ નવું કન્સોલ નવી ડિઝાઇન સાથે બજારમાં આવી રહ્યું છે. ઉદાહરણ તરીકે, હવે તેમાં બે પેનલને બદલે ચાર કવર પેનલ છે. જે કન્સોલને અલગ લુક આપે છે. નવું PS5 ગ્લોસી લુક સાથે આવે છે. જ્યારે બોટમ જૂના PS5ની જેમ મેટ ફિનિશમાં આવે છે. વધુમાં, PS5 સ્લિમને રેગ્યુલર યુએસબી ટાઇપ-એ અને યુએસબી ટાઇપ-સી પોર્ટને બદલે આગળના ભાગમાં બે યુએસબી ટાઇપ-સી પોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Prajwal Revanna: લોકસભા ચૂંટણી વચ્ચે આવ્યું રેવન્ના સેક્સ સ્કેન્ડલ બહાર, એક પેન ડ્રાઈવ, 2976 વીડિયો.. ભાજપના આ નેતાએ પોતાના પત્રમાં અગાઉથી જ કર્યો હતો આ દાવો..

તેથી PS 5 સ્લિમ, PS 5 કરતાં થોડું પાતળું અને હલકું છે. તેની ડિસ્ક એડિશનની કિંમત 54,990 રૂપિયા નક્કી કરવામાં આવી છે અને ડિજિટલ એડિશનની કિંમત 44,990 રૂપિયા નક્કી થઈ છે. PS 5 સ્લિમનું વજન PS 5 કરતાં લગભગ 24 ટકા ઓછું છે. PS 5 સ્લિમમાં ડિટેચેબલ ડિસ્ક ડ્રાઇવ અને 1 TB સુધીનો સ્ટોરેજ છે. જો કે કંપની PS 5નું પ્રો વર્ઝન પણ આ વર્ષે લાવી શકે છે. તેના પ્રો વર્ઝનમાં હાર્ડવેરમાં સુધારો કરી શકે છે. તેથી તેની કિંમત PS 5 ના સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ કરતા થોડી વધારે હોઈ શકે છે.

Devyani International Sapphire Foods Merger: એક જ છત નીચે આવશે KFC અને Pizza Hut: સફાયર ફૂડ્સ અને દેવયાની ઇન્ટરનેશનલ વચ્ચે મોટી ડીલ, જાણો શેરમાં કેટલી તેજી આવી.
Rupee vs Dollar Rate 2026: નવા વર્ષના પહેલા જ દિવસે બજારમાં મોટી હલચલ! સોનું-ચાંદી સસ્તું થયું, શેરબજારે રચ્યો ઇતિહાસ; જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર.
Cigarette: સિગારેટ પીવી હવે પડશે મોંઘી: સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં કર્યો વધારો; ITC ના શેર 6% અને ગોડફ્રે ફિલિપ્સ 10% તૂટ્યા
New Rules: આજથી બદલાયા આ પાંચ મોટા નિયમો: કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘો થયો, જ્યારે PNG ના ભાવમાં રાહત; જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Exit mobile version